વિટામિન ડીની માત્રા વધારે હોય તો ઘટી શકે છે કેન્સરનું જોખમ

કેન્સર જેવી ગંભીર બીમારીને લઇને વિશ્વભરમાં અનેકવિધ સંશોધન કરવામાં આવી રહ્યાં છે

divyabhaskar.com | Updated - Mar 09, 2018, 03:33 PM
વિટામિન ડી કેન્સરને અટકાવે છે
વિટામિન ડી કેન્સરને અટકાવે છે

યુટિલિટી ડેસ્કઃ કેન્સર જેવી ગંભીર બીમારીને લઇને વિશ્વભરમાં અનેકવિધ સંશોધન કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં એક સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે લોહીમાં વિટામિન ડીની માત્રા જેટલી વધારે હોય છે, તેટલો જ કેન્સર થવાનો ખતરો ખાસ કરીને લિવર કેન્સર થવાનું જોખમ એટલું જ ઘટી જાય છે. એનો અર્થ એ થયો કે લોહીમાં વિટામિન ડીની માત્રા એ વાતને સુનિશ્ચિત કરે છે કે કઇ વ્યક્તિને કેન્સર થશે કે નહીં.

આ સંશોધન જાપાન સંશોધક દ્વ્રારા કરવામાં આવ્યું છે. તેમણે વયસ્કો પર આ સંશોધન કર્યું, જેમાં તેમણે 40થી 69 વર્ષના 33,736 મહિલા અને પુરુષોને સામેલ કર્યા હતા. આ સંશોધનને બ્રિટિશ મેડિકલ જનરલ(BMJ)માં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર વિટામિન ડી કેન્સરથી આપણને બચાવે છે. તમને જણાવી દઇએ કે વિટામિન ડીનું નિર્માણ સૂર્યના કિરણોના સંપર્કમાં આપણું શરીર આવે છે તેનાથી બને છે. શરીરમાં કેલ્શિયમની માત્રાને જાળવી રાખવાની સાથે જ આપણા હાડકાં, દાંત અને માંસપેશીઓના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે.

આ પહેલાં 1980માં સંશોધકોએ કેન્સર અને વિટામિન ડીની ઉણપ વચ્ચે કોઇ સંબંધ હોવાનું જણાવ્યું હતું. જાપાનમાં કરવામાં આવેલા નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે વિટામિન ડીની ઉણપવાલા લોકોમાં સૌથી વધારે કોલોન કેન્સરનો ખતરો રહે છે. આ ઉપરાંત રિપોર્ટમાં વિટામિન ડીની ઉણપના કારમે થનારા કેન્સરમાં બ્રેસ્ટ કેન્સર અને બ્લેડર કેન્સરને ટોચના ગણાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વિટામિન ડીની ઉણપથી હૃદયની બીમારી, ડાયાબિટિઝ, ડિપ્રેશન, અલ્ઝાઇમર જેવી બીમારી અને હાડકાં સંબંધિત રોગ થઇ શકે છે.

વિટામિન ડી કેન્સરને અટકાવે છે


સંશોધન કરતી ટૂકડી દ્વારા એવા ફેક્ટર કે જે થકી કેન્સર થવાની સંભાવના વધારે રહેલી છે તેવા ઉમર, વજન, ફિઝિકલ એક્ટિવિટી, સ્મોકિંગ, આલ્કોહોલ, ઋતુ સહિત લોહીને પણ એનલાઇઝ કર્યું હતું, જેમાં લોહીમાં વિટામિન ડી હોય તેને પણ ચકાસવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે જેમના લોહીમાં વિટામિન ડીની માત્રા વધારે હોય છે, તેમને લિવર કેન્સર થવાની શક્યતા ઘણી ઓછી હોય છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો આ રીતે કરવામાં આવ્યું સંશોધન

આ રીતે કરવામાં આવ્યું સંશોધન
આ રીતે કરવામાં આવ્યું સંશોધન

આ રીતે કરવામાં આવ્યું સંશોધન

સંશોધનકર્તાઓએ એક પ્રશ્નોત્તરી તૈયાર કરી અને કેટલાક લોકોના બ્લડ સેમ્પલ લીધા. આ સેમ્પલના આધારે વધુ વિટામિન ડી અને ઓછું વિટામિન ડી ધરાવતા લોકોની અલગ-અલગ યાદી તૈયાર કરી અને ચેક કર્યું કે કેન્સરનું જોખમ કેટલું રહેલું છે. આ ઉપરાંત ઉમર, સેક્સ, બીએમઆઇ, સ્મોકિંગ, પારિવારિક ડાયાબિટિઝ છે કે નહીં, મહિલાઓને ક્યારે પિરિયડ શરૂ થયા હતા, બાળકોની સંખ્યા, ફિમેલ હોર્મોન્સનો ઉપયોગ, મેનોપૌઝલ સ્ટેટસ, મેનોપોઝની ઉમર જેવા મુદ્દાઓને પણ આ સંશોધનમાં આવરી લેવામાં આવ્યા હતા. 

આગળની સ્લાઇડ્સમાં વાંચો કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે વિટામિન ડી

Higher levels of vitamin D can cut the risk of cancer

સૂર્યના કિરણો ઉપરાંત આ ખાદ્ય પદાર્થોમાંથી મળી શકે છે વિટામિન ડી
 

દૂધઃ દૂધ વિટામિન ડીનું એમ મુખ્ય સ્ત્રોત છે. આપણને દિવસ દરમિયાન જેટલું વિટામિન ડી જોઇએ છે તેનું 20 ટકા દૂધમાંથી મળી જાય છે. 
સંતરાનો રસઃ સંતરાના રસમાં પણ વિટામિન ડીની માત્રા વધારે હોય છે. અનેક સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે વિટામિન ડીથી સ્વાસ્થ્યમાં જલદી સુધારો આવે છે. આ માટે તમે સંતરાના જ્યૂસને તમારા આહારનો હિસ્સો બનાવી શકો છો.
અનાજઃ અનાજ વિટામિન ડીનો સમૃદ્ધ સ્ત્રોત છે. વિટામિન ડીની પૂર્તિ માટે નાસ્તામાં અનાજને સામેલ કરીને તમે તમારા દિવસની શરૂઆત સારી રીતે કરી શકો છો. 
મશરૂમઃ મશરૂમમાં પણ વિટામિન ડી પ્રચુર માત્રામાં હોય છે, પરંતુ મશરૂમના પ્રકાર પર તે નિર્ભર કરે છે. શીટેક મશરૂરમાં સફેદ મશરૂમની તુલનામાં વધારે વિટામિન ડી હોય છે. 
પનીરઃ પનીરના દરેક પ્રકારમાં વિટામિન ડી મળી શકે છે, જો કે અન્ય ખાદ્ય પદાર્થની તુલનામાં વિટામિન ડી થોડુંક ઓછું હોય છે. 

X
વિટામિન ડી કેન્સરને અટકાવે છેવિટામિન ડી કેન્સરને અટકાવે છે
આ રીતે કરવામાં આવ્યું સંશોધનઆ રીતે કરવામાં આવ્યું સંશોધન
Higher levels of vitamin D can cut the risk of cancer
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App