ટાઇટ જીન્સ પહેરવાથી થઇ શકે છે અનેક બિમારીઓ, ટાળો પહેરવાનું

ફેશનનો પર્યાય મનાતું ટાઇટ જીન્સ તમારી હેલ્થને નુકસાન કરી શકે છે અને તેનો તમને અંદાજ પણ નહીં હોય

Divyabhaskar.com | Updated - Jan 31, 2018, 12:04 AM
wearing tight jeans creats the health issues

યૂટિલિટી ડેસ્કઃ ટાઇટ જીન્સ પહેરવાનું યુવતીઓને ખાસ પસંદ હોય છે. તેનું એક માત્ર કારણ એ છે કે તેમાં તેઓ સેક્સી દેખાય છે. યુવકોને આકર્ષવા માટે તેઓ આ આઉટફિટને પસંદ કરે છે. ટાઇટ જીન્સની ફેશન હાલમાં ફેમસ છે. ભલે યુવતીઓ તેમાં કમ્ફર્ટેબલ હોય કે ન હોય પણ તેઓ તેને કેરી કરે છે. તેમને ખ્યાલ નથી કે આ જીન્સ તેમને અનેક રીતે બિમાર કરે છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ટાઇટ જીન્સ પહેરવાથી અન્ય કયા નુકસાન થઇ શકે છે...

wearing tight jeans creats the health issues

બેહોશ થવું
હંમેશા ટાઇટ ફિટિંગના કપડાં પહેરવાથી ગભરામણ પણ થાય છે. જેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ રહે છે. 

 

પીઠ દર્દની સમસ્યા
આજના સમયમાં મોટાભાગની યુવતીઓ લો વેસ્ટ જીન્સ પહેરવાનું પસંદ કરે છે. ટાઇટ અને લો વેસ્ટ જીન્સ પીઠના મસલ્સને કંપ્રેસ કરે છે અને હિપ બોનના મૂવમેન્ટને રોકે છે. તેનાથી સ્પાઇન અને પીઠ પર દબાવ આવે છે અને સમસ્યા જન્મે છે. 

 

પેટ દર્દ
જ્યારે તમે ટાઇટ કપડાં પહેરો છો ત્યારે તે પેટ પર ચોંટી જાય છે. જેના કારણે પેટ પર પ્રેશર પડે છે અને પેટ દર્દ થાય છે. આ જ નહીં ટાઇટ જીન્સ પાચનક્રિયાને પણ અસંતુલિત કરે છે જેનાથી એસિડિટી વધે છે. 

wearing tight jeans creats the health issues

શરીરમાં દુઃખાવો
ટાઇટ જીન્સ થાઇઝની નર્વ્સને કંપ્રેસ કરે છે તેનાથી ઝનઝનાટી કે બળતરા અનુભવાય છે. આનાથી માથાનો દુઃખાવો અને શરીર દુઃખવાની ફરિયાદ રહ્યા કરે છે. ટાઇટ જીન્સ પહેરવાથી ઊઠવા બેસવામાં પણ સમસ્યા આવે છે અને બોડીનું પોશ્ચર ખરાબ થાય છે. 

 

થાક અનુભવાવો
જ્યારે તમે ટાઇટ જીન્સ પહેરો છો ત્યારે તમને જલદી થાક લાગે છે. તેની અસર તમારા કામ પર પણ થાય છે. તમે વિચારો છો કે ઓફિસમાં શક્ય હોતને તમે લૂઝ કપડાંમાં જઇ શકતા હોત. આ ફરક તમને જાતે જ અનુભવાય છે. તો શક્ય હોય ત્યાં સુધી ટાઇટ જીન્સ અવોઇડ કરો. 

 

યીસ્ટ ઇન્ફેક્શન
આ એ જગ્યાએ વધારે રહે છે જ્યાં પરસેવો વધારે થાય છે. ટાઇટ જીન્સ પહેરવાથી શરીરને હવા લાગતી નથી અને તેના કારણે શરીરમાં યીસ્ટનું પ્રોડક્શન વધે છે. તેમાં ખંજવાળ, દર્દ અને બળતરા થાય તો તેને ઇગ્નોર ન કરો. તે ઇન્ફેક્શન હોઇ શકે છે. 

wearing tight jeans creats the health issues

ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનો ખતરો
ટાઇટ જીન્સના કારણે ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનનો ખતરો રહે છે. તેનાથી ત્વચા પર લાલ દાણા દેખાવવા લાગે છે. સાથે જ ક્યારેક રેશિઝ પણ જોવા મળે છે. 

 

જીન્સ સિવાય પણ અસર કરે છે અનેક આઉટફિટ
ફક્ત ટાઇટ અને સ્કીન ટાઇટ જીન્સ જ બિમાર કરે છે એવું નથી પણ અન્ય અનેક કપડાં છે જે તમને બિમાર કરે છે. જેમકે શેપવિયર. તે તમારી એકસ્ટ્રા ફેટને છૂપાવીને તમને સ્લિમ કરે છે અને ઓર્ગન પર પ્રભાવ પાડે છે. શેપવિયર સિવાય બ્રા, પેન્ટી, ફિટિંગ ટી શર્ટ, ટાઇટ બેલ્ટ, હાઇ હિલ પણ અસર કરે છે.

X
wearing tight jeans creats the health issues
wearing tight jeans creats the health issues
wearing tight jeans creats the health issues
wearing tight jeans creats the health issues
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App