જાણી લો પુરુષોમાં કેન્સરના આ 15 લક્ષણો, જાણકારી આપશે બચાવ

રોજિંદા જીવનમાં થોડી સાવધાની રાખવામાં આવે તો તમે તેને સરળતાથી ક્યોર પણ કરી શકો છો

Divyabhaskar.com | Updated - Feb 03, 2018, 10:44 AM
Every men should know this 15 symptoms of cancer

યુટિલિટી ડેસ્કઃ કેન્સર એક જીવલેણ બીમારી છે. આજે 'વિશ્વ કેન્સર દિન' (4 ફેબ્રૂઆરી)ના અવસરે અમે આપને જણાવી રહ્યા છીએ પુરુષમોમાં જોવા મળતા કેન્સરના કેટલાક લક્ષણો વિશે. જેને શરૂઆતના સ્ટેટમાં ઓળખી શકાય છે અને દર્દીને વધારે તકલીફ પણ પડતી નથી. જો રોજિંદા જીવનમાં થોડી સાવધાની રાખવામાં આવે તો તમે તેને સરળતાથી ક્યોર પણ કરી શકો છો. કેન્સરના લક્ષણો દેખાય તો તરત જ તેનો ઉપાય કરી લેવો. પહેલાં સ્ટેજનું કેન્સર તો સરળતાથી કીમોથેરાપી, લેજર થેરાપી અને રેડિયોથેરાપીથી ક્યોર કરી શકાય છે.

શરીરમાં અનેક અલગ કેન્સર હોય છે જેમકે મોઢાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, પેટનું કેન્સર, બ્રેન કેન્સર વગેરે. પુરુષોમાં જોવા મળતા આ 15 લક્ષણોને ઇગ્નોર કરવા નહીં. તો જાણી લો કયા લક્ષણોથી જાણી શકાય છે કેન્સરને...

Every men should know this 15 symptoms of cancer

પુરુષોમાં જોવા મળે છે કેન્સરના આ લક્ષણો

- જે લોકોને કેન્સર હોય છે તેમનું વજન અસામાન્ય રીતે ઘટવા લાગે છે. કોઇ પણ પ્રયાસ કર્યા વિના શરીરનું વજન 10 પાઉન્ડથી વધારે ઘટે તો તેને કેન્સરના પ્રાથમિક લક્ષણના રૂપમાં જોઇ શકાય છે.
- તાવ કેન્સરનું એક સામાન્ય લક્ષણ હોય છે. કેન્સરના દર્દીની રોગપ્રતિકારક શક્તિ નબળી બને છે અને સાથે દર્દીને તાવ રહ્યા કરે છે. બ્લડ કેન્સર, લ્યૂકેમિયા વગેરેમાં તાવના લક્ષણો જોવા મળે છે.
- થાક કેન્સરનું પ્રમુખ લક્ષણ ગણાય છે. તેમાં દર્દી કારણ વિના થાક અનુભવે છે. ક્યારેક તેના હાથ પગ કામ કરવા લાયક રહેતા નથી.
- હાડકાના કેન્સર કે ટેસ્ટીકુલર કેન્સરમાં પીડા એટલે કે દર્દ થવું એ કેન્સરનો સંકેત છે. બ્રેન ટ્યૂમરમાં દર્દીને માથાના દુઃખાવાની ફરિયાદ રહે છે. એવું દર્દ જે દવાથી પણ ક્યોર થતું નથી તેને બ્રેન ટ્યૂમરનો સંકેત ગણવામાં આવે છે.
- ત્વચામાં અચાનક અણઘાર્યા પરિવર્તન પણ કેન્સરનો સંકેત હોઇ શકે છે. કોઇ વ્યક્તિને ત્વચા શ્યામ કે કાળી પડવા લાગી હોય તો તે કેન્સરનો સંકેત હોય છે. ત્વચાનું પીળું પડવું પણ કેન્સરનો સંકેત આપે છે.

Every men should know this 15 symptoms of cancer

- કોઇને લાંબા સમય સુધી કબજિયાતની ફરિયાદ રહે છે અથવા કોઇ લાંબા સમય સુધી ડાયરિયાથી હેરાન રહે છે તો આ કોલોન કેન્સર કે ઉદર કેન્સરનો સંકેત હોઇ શકે છે. 
- યૂરિન પાસ કરતી સમયે દર્દ થવું કે પછી તેમાં લોહી દેખાય તો તે પ્રોસ્ટેટ કેન્સર કે ડિમ્બગ્રંથિ કેન્સરનો સંકેત હોઇ શકે છે.
- સ્તનમાં ગાંઠ હોવી એ બ્રેસ્ટ કેન્સરનું લક્ષણ છે. બ્રેસ્ટ કેન્સર ફક્ત મહિલાઓને થતું નથી પુરુષોને પણ થઇ શકે છે.
- લિમ્ફ નોડ્સમાં પરિવર્તન પણ કેન્સરનો સંકેત છે. લિમ્ફ નોડ્સમાં ગળામાં ગાંઠ કે સોજો હોય તો ચિંતાનો વિષય છે.
- શરદી અને કફની તકલીફ સામાન્ય છે પણ જો ચાર અઠવાડિયા સુધી કફ રહે છે તો આ કેન્સરનો સંકેત છે. તેને ઇગ્નોર કરવા નહીં.

Every men should know this 15 symptoms of cancer

- ખાવા -પીવામાં તકલીફ થવી એ પણ કેન્સરનો સંકેત હોઇ શકે છે. આ સમયે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
- શક્ય ન હોય તેવી જગ્યાએથી લોહી નીકળવું. ખાંસી, મળત્યાગ, યૂરિન. આ કેન્સરનો સંકેત હોઇ શકે છે.
- સ્મોકિંગ અને તમાકુ ચાવતી સમયે મોઢામાં સફેદ ડાઘ દેખાય તો તે કેન્સરનો સંકેત હોઇ શકે છે. આ ઓરલ કેન્સર કહેવાય છે.
- કેન્સર હોય તો પાચનક્રિયા પ્રભાવિત થાય છે. ખાવાનું સારી રીતે પચી શકતું નથી અને પેટના કેન્સરનો સંકેત આપે છે.
- ટેસ્ટિકલ્સમાં બદલાવ આવવો એ ટેસ્ટિકુલર કેન્સરનું લક્ષણ હોઇ શકે છે. ટેસ્ટિફુલ કેન્સર ખાસ કરીને 20-39ની ઉંમરમાં થાય છે. 

X
Every men should know this 15 symptoms of cancer
Every men should know this 15 symptoms of cancer
Every men should know this 15 symptoms of cancer
Every men should know this 15 symptoms of cancer
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App