અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે આ 1 TEA, રોગો ટાળવા રોજ કરો ઉપયોગ

આ વિટામિન એ અને સી, ફોલેટ, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર છે

Divyabhaskar.com | Updated - Feb 15, 2018, 12:03 AM
Know the Benefits of the Lemon grass tea

યૂટિલિટી ડેસ્કઃ આજે અમે આપને લેમન ગ્રાસ ટી વિશે જણાવી રહ્યા છીએ. તે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે અને ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવીને અનેક બીમારીથી બચાવે છે. ડાયટમાં તેનો ઉપયોગ કરવાથી અનેક રોગમાં રાહત મળે છે. આ વિટામિન એ અને સી, ફોલેટ, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર છે. એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, કેંસરરોધક, એન્ટીડિપેરન્ટ ગુણોથી ભરપૂર છે. તો જાણી લો તેના આ અઢળક ફાયદા.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કઇ કઇ સમસ્યામાં લાભદાયી છે લેમન ગ્રાસ ટી...

Know the Benefits of the Lemon grass tea

- તેના એન્ટીસેપ્ટિક કમ્પાઉન્ડ પેટના હાનિકારક બેક્ટેરિયા અને પેરાસાઇટ્સને મારી નાંખે છે. તેનાથી કબજિયાત, ડાયરિયા, અપચો, પેટદર્દની સમસ્યા થતી નથી.
- આ કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે.
- રોજ લેમન ગ્રાસ ટી પીવાથી શરીર ડિટોક્સ રહે છે અને સાથે વિષૈલા પદાર્થો પણ યૂરિન દ્વારા બહાર નીકળે છે. તેનાથી કિડની, લિવર અને બ્લેડર અને પેન્ક્રિયાઝની સફાઇ થાય છે.
- આ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણોથી ભરપૂર છે. તેનાથી કફ, તાવ અને શરદીમાં રાહત મળે છે. તેનું વિટામિન સી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. 
- તેમાંના એન્ટીઓક્સીડન્ટ તત્વો કેંસર જન્માવનારી કોશિકાઓને ખતમ કરે છે. 

Know the Benefits of the Lemon grass tea

- એન્ટીઇન્ફ્લેમેટરી અને પેન- રીલિવિંગ પ્રોપર્ટીના કારણે આ જોઇન્ટ પેઇન અને માંસપેશીના દર્દમાં રાહત આપે છે.
- લેક્ટેશન પીરિયડમાં બે કપ લેમન ગ્રાસ ટી પીવાથી બાળકના સંક્રમણથી બચી શકાશે. પ્રેગનન્સીમાં તે ન પીવી.
- આ ફંગલ ઇન્ફેક્શનને દૂર કરે છે. તેના ઉપયોગથી ખીલ થતા નથી. ઓઇલી સ્કીન હોય તો તેનો ઉપયોગ ટાળવો જોઇએ.
- વજનને કંટ્રોલ કરવામાં પણ આ ફાયદારૂપ છે.

X
Know the Benefits of the Lemon grass tea
Know the Benefits of the Lemon grass tea
Know the Benefits of the Lemon grass tea
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App