તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે પેનકિલર્સનું વધુ પડતું સેવન, 3 નેચરલ રીતે મેળવી શકો છો દુખાવાથી છુટકારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ- શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થવા પર પેનકિલર્સ ખાઓ છો તો તમે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છો. પેનકિલર્સના અનેક સાઇડ ઇફેક્ટ્સ હોય છે. આ દુખાવાથી તરત આરામ અપાવે છે. પરંતુ પછી કોઈ પણ મોટી પરેશાની ઉત્પન્ન કરી શકે છે. દુખાવામાં આરામ મેળવવા માટે પેનકિલર્સની જગ્યાએ આ પ્રાકૃતિક નુસખાનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક હોય છે. આજે અમે તમને કેટલાક એવા જ નેચરલ નુસખા જણાવવા જઈ રહ્યા છીએ જે ગોળીઓ કરતા વધુ સુરક્ષિત છે.

 

એક્સરસાઇઝ અને યોગ


યોગ અને એક્સરસાઇઝ દુખાવાનો સૌથી સુરક્ષિત અને અસરકારક પ્રાકૃતિક નુસખો છે. પીરિયડ્સ દરમિયાન પણ ઘણી મહિલાઓને એક્સરસાઇઝ કરવાની સલાહ આપવામાં આવે છે. આવું એટલે કારણ કે એક્સરસાઇઝ કરવાથી આપણાં શરીરમાં ફીલ-ગુડ કેમિકલ્સ રિલીઝ થાય છે. તેને એન્ડોર્ફિન્સ કહેવામાં આવે છે. તેનાથી દુખાવામાં ખૂબ આરામ મળે છે. આ સિવાય એક્સરસાઇઝ કરવાથી નશોમાં બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય રીતે થાય છે. દુખાવાથી છુટકારો મેળવવા માટે પણ આ ખૂબ જ અસરકારક છે.

 

જંકફૂડથી બચો


જંકફૂડ ખાવાથી બચો. ઘણા લોકો તેને પણ દુખાવા દરમિયાન આરામ મેળવવાનો ઉપાય માને છે. તેમનું માનવું છે તે તેનાથી તમે દુખાવામાં પણ સારું અનુભવ કરશો. જ્યારે એવું નથી. જંકફૂડનું સેવન કરવાથી પાચનતંત્ર નબળું થઈ જાય છે. એવામાં એસિડિટી વગેરેની સમસ્યા થવા લાગે છે જે દુખાવાને વધારી શકે છે.

 

હર્બલ નુસખા


દુખાવામાં આરામ મેળવવા માટે હર્બલ નુસખા સૌથી બેસ્ટ ઓપ્શન હોય છે. આ દુખાવાને જડથી ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતી અને આ ઘર પર પણ સરળતાથી બનાવી શકાય છે. તેની મોટાભાગની સામગ્રી તમારા રસોડામાં જ રહેલી હોય છે. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા એક્સપર્ટ્સની સલાહ જરૂર લો.

 

આ પણ વાંચોઃ- ક્લાસિકલ, હેમરેજિક અને શોક સિન્ડ્રોમ એમ 3 પ્રકારના હોય છે ડેંગૂ, લક્ષણો જાણી આ રીતે કરો પપૈયાના પાનનો પ્રયોગ