Home » Lifestyle » Health » Heart Disease Symptoms & Signs of Heart Problems

હૃદય રોગથી બચવું હોય તો જાણો શું કહે છે ડોક્ટર, બેદરકારી ક્યારેય ન કરતાં

Divyabhaskar.com | Updated - Mar 16, 2018, 03:45 PM

સાવધનાઃ તમારી આવી બેદરકારીથી થઈ શકે છે હૃદય રોગ, જાણો કેવી રીતે બચવું

 • Heart Disease Symptoms & Signs of Heart Problems
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ચિંતન (નામ બદલ્યું છે) ઉંમર 27 વર્ષ ,બપોરે બે વાગે ઓફિસમાં જમ્યા પછી કલીગે ગેસ, ઉલ્ટી થાય છે, છાતીમાં ભાર લાગે છે એવી ફરિયાદ કરી, કલીગને સોડા પીવડાવી પણ ચેન પડ્યું નહિં અને અડધા કલાકમાં ચક્કર ખાઈને ખુરશીમાંથી નીચે ઢળી પડ્યો.


  હવે શું કરવું એ નિર્ણય લેતા વાર લાગી અને અંતે હોસ્પિટલમાં લઇ ગયા ત્યાં સુધીમાં કલાકનો સમય વીતી ગયો, ત્યાં ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટના ડૉક્ટર એ નિવેદન આપ્યું he is no more.


  આજકાલ હોસ્પિટલમાં મહિનાના લગભગ બેથી ત્રણ દર્દીઓ હૃદય રોગની બીમારી અથવા હૃદયરોગના હુમલા સાથે આવે છે જેમની ઉંમર પચીસથી પાંત્રીસ વર્ષ હોય છે, આ પ્રકારની સમસ્યા લગભગ પુરુષોમાં વધુ જોવા મળી છે, જયારે કડવી અને આપણાં ગળે ના ઉતરે તેવી વાસ્તવિકતા એ છે કે આવા દર્દીઓમાં દસમાંથી ચાર દર્દીઓ હોસ્પિટલ પહોંચતા પહેલાં ગંભીર સ્થિતિએ પહોંચી જતાં હોય છે.


  શેલ્બી હોસ્પિટલનાં વાઇસ પ્રેસિડેન્ટ -નિલેશ સોની સાથે ચર્ચા કરતા ડો. લાલ ડાગા (ઇન્ટરવેશનલ કાર્ડિઓલોજીસ્ટ, શેલ્બી હોસ્પિટલ) જણાવે છે કે આ સમસ્યા ભારતીય ઉપખંડમાં આવેલા દેશોમાં સૌથી વધુ જોવા મળે છે તેમણે વધુમાં જણાવ્યું કે


  યુવાનીમાં હૃદય રોગ અને હૃદય રોગના હુમલાના કારણોમાં


  -વારસાગત- આ બીમારી માતા કે પિતા તરફથી વરસામાં મળી શકે છે

  ખાન પાન બદલાયેલી રીત, અપૂરતી ઊંઘ


  -વધુ પડતું વજન તથા નાની ઉંમરે આવી જતા બીપી અને ડાયાબિટીસ


  -સિગારેટ અને તમાકુનું સેવન


  -જયારે સૌથી સામાન્ય અને લગભગ દરેક દર્દીઓમાં જોવા મળતું કારણ તણાવ છે


  આગળ વાંચો હૃદયરોગથી બચવા શું કરવું અને કઈ રીતે આ રોગથી નિવરવું.

 • Heart Disease Symptoms & Signs of Heart Problems
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  બેદરકારી લઈ શકે છે જીવ


  આજકાલ યુવાનોમાં ભણતર પૂરું કરવાની ઉંમર સરેરાશ પચીસથી સત્યાવીસ વર્ષ થઇ ગઈ છે ત્યારબાદ નોકરી મેળવવામાં કે વ્યવસાય ચાલુ કરવામાં, તથા તેને ટકાવી રાખવા માટેનું વાતાવરણ ખૂબ જ સ્પર્ધાત્મક થઇ ગયું છે જેને કારણે યુવાનો સતત તણાવભરી જિંદગી જીવી રહ્યા છે.


  તદુપરાંત યુવાનો સ્વાભાવિક રીતે જ પોતાને આ ઉંમરે હૃદયરોગ હોય એવું માનવા તૈયાર હોતા નથી તેથી પ્રીવેન્ટિવે હેલ્થ ચેક અપ કરાવતા નથી અને તેમની લોહી સપ્લાય કરતી વૈકલ્પિક નળીઓનો વિકાસ નથી થયો હોતો.   

 • Heart Disease Symptoms & Signs of Heart Problems

  યુવાનીમાં હૃદય રોગ અને હૃદય રોગના હુમલાને નિવારવા શું કરવું જોઈએ 


   જો આપણા માતા અથવા પિતા ને હૃદય રોગની બીમારી હોય તો આપણે  30 વર્ષ પછી નિયમિત રીતે દર વર્ષે ડૉક્ટરની સલાહ મુજબ ચેક અપ કરાવતા રહેવું જોઈએ.


  ખાનપાનમાં સાવધાની રાખીને વધુ પડતા કાર્બોહાઇડ્રેટ કે ચરબીવાળો ખોરાક, જંકફૂડ વગેરેને તિલાંજલિ આપીને પ્રોટીન તથા ફાઇબર યુક્ત ખોરાક લેવો જોઈએ. 


  સિગારેટ, તમાકુ, હુક્કાનો ત્યાગ કરીને પૂરતી ઊંઘ અને સમયસર પૌષ્ટિક ખોરાક લેવાનો આગ્રહ રાખવો જોઈએ. 


  નોકરી કે વ્યવસાયમાં થતા તણાવથી સજાગ રહીને તણાવને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. 


  નિયમિત કસરત, મેડિટેશન કરવાનો આગ્રહ રાખવો જોઈએ.


  જે નોકરી વ્યવસાય માટે પરિવારથી અલગ રહેતા હોય તેમણે જ્યાં રહેતા હોય ત્યાં એક મિત્રવર્તુળ બનાવી પરિવારની ભાવનાથી રહેવું જોઈએ જેથી તણાવ ઓછો થાય છે.


  જયારે પણ આપણી આસપાસ રહેતા કે આપણી સાથે કામ કરતી વ્યક્તિને હૃદયરોગના હુમલાના ચિન્હો જણાય કે તુરંત જ નજીકની હોસ્પિટલમાં જ્યાં બધાં જ પ્રકારની સગવડ હોય ત્યાં કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર ખસેડી દેવા જોઈએ, જો સમયસર સારવાર મળી જાય તો આપણે તે દર્દીનો જીવ અથવા હૃદયને થતું નુકશાન અચૂક બચાવી શકીયે છીએ.

  નિલેશ સોની-વાઇસ પ્રેસિડેન્ટ, શેલ્બી હોસ્પિટલ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ