ઓફિસમાં એનર્જેટિક રહેવા અને સ્ટેમિના વધારવા ડાયટમાં સામેલ કરો કેળા, દહીં સહિત 10 વસ્તુઓ

ઓફિસમાં આખો દિવસ ઉર્જાવાન રહેવા આ 10માંથી કોઈ 1 ફૂડ ખાવાનું રાખો

Divyabhaskar.com | Updated - Sep 01, 2018, 08:14 PM
Foods That Can Give You More Energy

હેલ્થ ડેસ્કઃ ઓફિસમાં દિવસ દરમિયાન કામ કરતી વખતે ઘણી વખત થાક લાગે છે અથવા સ્ટેમિના ઓછો થવા લાગે છે. તેનાથી બચવા માટે તમારી ડાયટમાં એવા ફૂડ શામેલ કરવા જરૂરી છે જે તમને એનર્જેટિક રાખવામાં મદદ કરે છે. અપોલો હોસ્પિટલના ચીફ ડાયટિશિયન ડો. નિધિ વિજયવર્ગીય જણાવી રહ્યા છે આવા જ ફૂડ વિશે જેને ખાવાથી તમને એનર્જી મળે છે અને બોડી એક્ટિવ રહે છે.

કેળા
તેમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે, જેનાથી તરત એનર્જી મળે છે અને કામ દરમિયાન થાક નથી લાગતો.

દહીં
તેમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે, જેનાથી દિવસ દરમિયાન એનર્જેટિક રહી શકાય છે.

નટ્સ
તેમાં રહેલા ફેટી એસિડ્સ વધુ સમય સુધી એનર્જેટિક રહેવામાં મદદ કરે છે.

ઓટ્સ
તેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે, જેનાથી એનર્જી મળે છે અને વધુ કામ કર્યા પછી પણ થાક નથી લાગતો.

ડાર્ક ચોકલેટ
તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે, જે એનર્જીનું લેવલ બેલેન્સ રાખવામાં મદદ કરે છે.

ગ્રીન ટી
તેમાં કેટેચીન હોય છે, જેનાથી મેટાબોલિઝ્મ વધે છે અને બોડીનું ફેટ બર્ન થવા લાગે છે.

ઓરેન્જ
તેમાં વિટામિન C હોય છે, જેનાથી સતત કામ કરવા છતાં થાક નથી લાગતો અને સ્ટ્રેસ ઓછો લાગે છે.

નારિયળ પાણી
તેમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ અભ્યાસ દરમિયાન સ્ટેમિના જાળવી રાખવામાં મદદ કરે છે.

સ્પ્રાઉટ્સ
તેમાં ફોલેટની માત્રા વધુ હોય છે, જેનાથી બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય છે. આ એનર્જી લેવલ મેન્ટેન કરવામાં અસરકારક છે.

ઇંડા
તેમાં ઝિંક અને કોલીન હોય છે, જે એનર્જી જાળવી રાખવામાં ફાયદાકારક છે.

આ પણ વાંચોઃ- જંગલી જાનવર કરડી જાય કે ઇજા થઈ હોય, ઇન્ફેક્શનથી બચવા જરૂરથી લગાવવું જોઈએ ધનુરનું ઇન્જેક્શન

X
Foods That Can Give You More Energy
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App