Home » Lifestyle » Health » ચરબી ઘટાડતા પેટ ઉતારતા હેલ્ધી ડ્રિંક્સ | Healthy and Nutrition drinks for weight loss

પેટ પર બનેલા ચરબીના ટાયરને દૂર કરવામાં હેલ્પ કરશે આ 5 ડ્રિંક્સ

Divyabhaskar.com | Updated - May 10, 2018, 02:20 PM

ફેટ બર્ન કરતાં અને બોડીનું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ કરતાં 5 ડ્રિંક્સ

 • ચરબી ઘટાડતા પેટ ઉતારતા હેલ્ધી ડ્રિંક્સ | Healthy and Nutrition drinks for weight loss
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  એલોવેરાને કાપીને તેના અર્કને પાણીમાં મિક્સ કરીને પી શકાય છે

  યુટિલિટી ડેસ્કઃ ફિટનેસ અને એક્સર્સાઇઝ અંગે અવેરનેસ ક્રિએટ થઇ રહી છે તેમ છતાં ઓબેસિટી (જાડાપણાં)થી ઘણા લોકો હેરાન થઇ રહ્યા છે. કેટલાંય લોકો એવા હશે જેના શરીરમાં એટલી ચરબી જમા થઇ ગઇ હશે કે તેમના પેટની ફરતે જાણે કોઇ ટાયર બની ગયું હોય. આ ચરબીના ટાયરને ઉતારવા માટે યોગ્ય ડાયટ અને એક્સર્સાઇઝ કરવી હિતાવહ છે. આપણે ઊંઘી જઈએ ત્યારે મેટાબોલિઝમ અને ફેટ બર્નિંગ પ્રોસેસ સ્લો થઈ જાય છે. આથી ઊંઘતા પહેલાં કેટલાક એવા ડ્રિંક્સ પીવા જોઈએ જેનાથી મેટાબોલિઝમ ઈમ્પ્રૂવ થઈ શકે. તમારું મેટાબોલિઝમ જેટલું સારું તેટલી જ ઝડપથી તમારા પેટ ફરતે રહેલું ટાયર દૂર થશે. અહીં અમે તમને 5 હેલ્ધી ડ્રિંક્સ અંગે જણાવી રહ્યા છીએ, જેને તમે ઊંઘતા પહેલા પીશો તો તમારું મેટાબોલિઝમ ઇમ્ર્પૂવ થશે અને તમારા શરીરની ચરબી ઝડપથી ઉતરશે.

  એલોવેરા જ્યૂસઃ એલોવેરા જ્યૂસ એક સારું ડિટૉક્સીફિકેશન કરનાર ડ્રિંક છે. શરીરમાં ઘણા પ્રકારના ઝેરીલા તત્વો હોય છે કે જે સ્કિન ખરાબ કરતાં હોય છે અને બૉડી સિસ્ટમ પર ગંદી અસર નાંખે છે. પ્રદૂષણ, જંક ફૂડ, અનહૅલ્થી લાઇફ સ્ટાઇલ તથા સ્મોકિંગ અને ડ્રિંક્સની જેવી કુટેવોથી બૉડીમાં ઝેરી તત્વો પેદા થાય છે. જો આપ દરરોજ એલોવેરા જ્યૂસનું સેવન કરો, તો આ તત્વો શરીરમાંથી ખતમ થઈ જાય છે અને શરીરને જ્યૂસના વિટામિન તથા મિનરલ્સ મળે છે કે જે બૉડીને સ્વસ્થ બનાવે છે. દરરોજ એક ગ્લાસ એલોવેરા જ્યૂસ પીવાથી પાચન ક્રિયા સ્વસ્થ રહે છે. તેને પીવાથી પળે-પળે ખાવાની અને મંચિંગ કરવાની ટેવ પણ દૂર થઈ જાય છે. પરિણામે વજન ઘટે છે અને શરીર ફિટ રહે છે.

  ગ્રીન ટીગ્રીન ટીમાં પોલીફિનોલ્સ હોય છે. જે પેટ ફરતે જમા થયેલી ચરબીને દૂર કરવામાં મદદ કરે છે. તે સિવાય ગ્રીન ટી એન્ટિઓક્સિડન્ટ ગુણ ધરાવે છે જે વજનને ઓછું કરવા માટે એક જરૂરી સામગ્રી છે. તે શરીરના મેટાબોલિઝ્મને વધારીને ભૂખ ઓછી કરે છે.

  કોથમીરનો રસઃ લીલી કોથમીર પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી પેટની સમસ્યાઓને રાહત મળે છે. શરીરમાં રહેલા ટોક્સિન દૂર કરવામાં પણ કોથમીરનો જ્યૂસ ખૂબ ઉપયોગી છે.

  આગળ જાણો તરબૂચ જ્યૂસ અને અજમાના પાણીના ફાયદા અંગે..

 • ચરબી ઘટાડતા પેટ ઉતારતા હેલ્ધી ડ્રિંક્સ | Healthy and Nutrition drinks for weight loss
  તરબૂચ નિયમિત ખાવાથી હાર્ટ પ્રોબ્લેમ દૂર રહે છે

  તરબૂચ જ્યૂસઃ તરબૂચમાં 92% પાણીનો ભાગ આવેલો છે. તેમાં વિટામિન ‘એ’, ‘બી6’ અને ‘સી’ વિપુલ પ્રમાણમાં છે. વળી, તેમાં લાયકોપીન, એન્ટિઓક્સિડન્ટ અને એમિનો એસિડ આવેલાં છે. વળી, તે ફેટ ફ્રી છે અને તેમાં આવેલા પાણીના કારણે થોડુંક જ લેવાથી પેટ ભરાઈ જાય છે. તેમાં આવેલું લાયકોપીન હાર્ટ પ્રોબ્લેમ દૂર રાખે છે. હાડકાં સારાં રાખે છે અને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે. તેમાં આવેલા પાણીના ભાગને કારણે સોજા પણ ઓછા કરી શકે છે.

   

  અજમાનું પાણીઃ અજમાનું પાણી નિયમિત પીવાથી પાચન પ્રક્રિયા ઝડપી બને છે કારણ કે તે પાચક એન્જાઈમનું ઉત્પાદન કરે છે. પેટમાં ગેસ થવો કે પેટ ફુલી જવું જેવી સમસ્યાઓમાં પણ આ પાણીનું સેવન અસરકારક રીતે લાભ આપે છે. તે સિવાય અજમાના પાણીનું સેવન ચયાપચયની ક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે. આ ઝડપથી કાર્બ અને ફેટને બર્ન કરે છે. જેના કારણે ઝડપથી સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ મળે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ