શિયાળામાં રોજ ખાઓ આ 1 ભાજી, કોલેસ્ટ્રોલ, સ્કિનથી હેર પ્રોબ્લેમ સુધી થશે ફાયદો

કસૂરી મેથીમાં કેલ્શિયમ, આયર્ન અને વિટામિન-સી હોય છે, જે શરીરને અનેક પ્રકારના ઈન્ફેક્શનથી બચાવે છે.

Divyabhaskar.com | Updated - Jan 15, 2018, 06:25 PM
Amazing health benefits of Kasuri methi

યૂટિલિટી ડેસ્કઃ કસૂરી મેથીમાં કેલ્શિયમ, આયર્ન અને વિટામિન-સી હોય છે, જે શરીરને અનેક પ્રકારના ઈન્ફેક્શનથી બચાવે છે. કસૂરી મેથી એક એવી જડી-બૂટી છે જેના અનેક સ્વાસ્થ્ય લાભ હોય છે. તેમાં કાર્બોહાઇડ્રેટ અને એન્ટિ-ઈન્ફ્લામેટરી ગુણ પણ હોય છે, જે સ્કિન અને વાળ સાથે જોડાયેલી સમસ્યાઓ માટે એક બેસ્ટ ઓપ્શન હોય છે. આ સિવાય તેમાં રહેલા પોષક તત્વો શરીરને બેક્ટેરિયા અને ફંગસથી પણ લડવામાં મદદ કરે છે. કસૂરી મેથીમાં હિલીંગ ઈફેક્ટ પણ હોય છે જે સોજા અને દુઃખાવાથી આરામ મળે છે. તો ચાલો જાણીએ કસૂરી મેથીથી થતા અન્ય સ્વાસ્થ્ય લાભ વિશે.

પેટ સંબંધી સમસ્યા

કસૂરી મેથી પેટ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ માટે ફાયદાકારક હોય છે. જેમ કે, કબજિયાત, એસિડિટી અને દુઃખાવો. આ સિવાય તેમાં એન્ટિ-ઈન્ફ્લામેટરી અને વિટામિન-સી હોય છે, જે પેટની એલર્જીને ઘટાડવામાં મદદ કરે છે અને સાથે જ કન્જેશનને પણ દૂર કરે છે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કસૂરી મેથીથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે...

Amazing health benefits of Kasuri methi

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે

 

કસૂરી મેથી બ્લડ લિપિડ લેવલ પર મજબૂત પ્રભાવ કરે છે. આ એથેરોક્લેરોસિસને ઘટાડવામાં પણ મદદ કરે છે. લિપિડ ફ્લક્ચુએશનથી પીડિત દર્દીઓને આ જડી-બૂટીથી વધુ લાભ થાય છે. એટલે આ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

 

ડાયબિટીઝને કંટ્રોલ કરે છે

 

કસૂરી મેથીમાં હિલિંગ ઈફેક્ટ હોય છે જે ગ્લુકોઝ મેટાબોલિઝ્મને કંટ્રોલ કરે છે. આ એક એન્ટિ-ડાબેટિક એલિમેન્ટની જેમ કામ કરે છે જે ટાઇપ-2 ડાયાબિટીસથી પીડાતા લોકો માટે ફાયાદાકારક છે.

Amazing health benefits of Kasuri methi

સ્કિન માટે

 

કસૂરી મેથીમાં વિટામિન-સી અને આયર્ન હોય છે જે સ્કિનને ઈન્ફેક્શનથી બચાવે છે અને સાથે જ તે બેક્ટેરિયાને પણ નષ્ટ કરવામાં મદદ કરે છે, જેના કારણે પિંપલ્સની સમસ્યા દૂર થાય છે. આ સિવાય ડાર્ક સર્કલને પણ ઘટાડે છે.

 

વાળ માટે

 

કસૂરી મેથી વાળ માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં આયર્ન અને કાર્બોહાઇડ્રેટ હોય છે જે વાળને મૂળથી મજબૂત કરે છે અને સાથે જ માથાની સ્કિનમાં થતી ખંજવાળને પણ ઓછી કરે છે. તેના ઉપયોગથી ડેન્ડ્રફની સમસ્યા ઓછી થાય છે.

X
Amazing health benefits of Kasuri methi
Amazing health benefits of Kasuri methi
Amazing health benefits of Kasuri methi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App