Home » Lifestyle » Health » benefits of eating curd for skin

આની સાથે લેશો તો ઔષધિ છે દહીં, વજન ઓછું કરી યાદશક્તિ વધારશે

Divyabhaskar.com | Updated - May 19, 2018, 03:58 PM

દહીંમાં વરિયાળી મેળવીને ખાઈએ તો શું ફાયદો થશે

 • benefits of eating curd for skin

  દહીંમાં જીરું : જો વજન ઘટાડવું હોય અને મેટાબોલિઝમ સુધારવું હોય તો એક વાટકી દહીંમાં એક ચમચી જીરું અને સિંધાલૂણ મીઠું નાખીને દિવસમાં બે વાર ખાવ. આનાથી ઝડપથી વજન ઓછું થશે, ખાસ કરીને પેટની આસપાસની ચરબી ઘટશે, આનાથી મેટાબોલિઝમ વધશે, બેડ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લીસરાઇડ્સ ઓછુ થશે. કારણ કે જીરામાં આયર્નનો સ્ત્રોત છે, જે પાચનમાં સહાયક છે.

  આનાથી શરીરને વધારે એનર્જી મળી શકે છે, જેનાથી શરીરના ટિશ્યૂમાં ઓક્સિજનની માત્રા વધશે અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ સુધરશે. જીરામાં રહેલું થાયમોલ અને જરૂરી તેલ સલાયવરી ગ્લૈંડ્સને સક્રિય કરે છે, જે પાચન સુધારવાનું કામ કરવા લાગે છે. દહીં બે પ્રકારે વજન ઓછું કરે છે. પહેલું તે લોહીમાં કોટિસોલને ઓછું કરશે, જે એવું હોર્મોન છે, જે પેટ અને હ્દયની આસપાસ ફેટ જમા કરી દે છે. બીજું, તે જંક ફૂડની ઇચ્છાને દબાવી દે છે. આ બન્ને કારણે વજન વધી શકતું નથી.


  સામાન્ય રીતે દહીંમાં લોકો ખાંડ અથવા મીઠું, જીરુ, મરચું નાખીને ખાય છે. વધારેમાં જો કાંઇ હોય તો રાયતું બનાવીને ખાતા હોય છે, પણ દહીંમાં જો નીચે આપેલી વસ્તુઓને નાખીને ખાવામાં આવે તો કેટલાંય પ્રકારના લાભ થઇ શકે છે અને કેટલીયે વખત તે દવાનું કામ કરે છે.


  દહીંનો આજકાલ લોકો ખોરાકમાં ઉપયોગ કરે છે. દહીં આમ પણ પ્રોબાયોટિક છે, જે આંતરડામાં ખોરાક માટે એક સારું વાતાવરણ તૈયાર કરી આપે છે. દહીંને જો વિવિધ વસ્તુઓની સાથે ભેળવીને ખાવામાં આવે તો તેનો ગુણ અલગ થઇ જાય છે. જેવી રીતે પંચામૃતમાં દહીં અને મધનું મિશ્રણ કરવામાં આવે છે, એ જ પ્રકારે સૂકોમેવા, અજમો વગેરે ભેળવીને આને ખાવામાં આવે તો એન્ટીબાયોટિકના રૂપમાં કામ કરશે અને વજન પણ ઓછું કરશે. જાણો આને ભેળવીને ખાવાથી દહીંનો શરીર પર શું અસર થાય છે.


  દહીંમાં વરિયાળી


  વરિયાળી દહીંને ઠંડુ રાખે છે. આને દહીંમાં ભેળવીને ખાવાથી આંતરડામાં ગેસ થતો નથી અને ભારે લાગશે નહીંં. બાળકોને પણ વરિયાળીનું પાણી આપવાથી તેમને કોસલિક પેન થતું નથી અને એસિડ રિફ્લક્સની ફરિયાદ સમાપ્ત થઇ જાય છે. વરિયાળી દહીંની સાથે મળવા પર ઇરિટેબલ બોવલ સિંડ્રોમથી છુટકારો અપાવે છે.

  કારણ કે વરિયાળીનું સેલેનિયમ લિવર એન્જાઇમ્સને સુધારી શરીરમાં ઘાતક વસ્તુઓને ખતમ કરે છે. આમાં રહેલું મેગ્નેશિયમ દહીંની સાથે ભેળવતાં સારી ઉંઘ અપાવે છે. આનાથી અન્સોમનિયા જેવો રોગ ખતમ થાય છે. પ્રોબાયોટિકની સાથે મેચ હોવાથી મગજના તાણ કેન્દ્રોમાં રાહત મળે છે.


  દહીં સૂકામેવાની સાથે


  બાળકોમાં જો એકાગ્રતા વિકસિત કરવી હોય તો તેમને દહીંની સાથે સૂકા મેવાનું ખોરાકમાં લેવાનું કહેવું. આનાથી ના માત્ર હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન મળશે, પણ માઇક્રોન્યૂટ્રીએન્ટ્સ મળશે, જે યાદશક્તિને તાજી કરવી અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારશે. દહીંમાં રહેલું કેલ્શિયમ અને ફોસ્ફરસ દાંત અને હાડકાને મજબૂત રાખશે.


  કારણ કે આ વિટામીન બી 12, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંકનું કોમ્બિનેશન છે. દરરોજ એક વાટકી દહીંની સાથે સૂકોમેવો ખાવાથી બીમારી થશે નહિ. આનાથી ભૂખ વધશે. જે લોકોને અસ્વાદ અને કેન્સર જેવા રોગોને કારણે ખાવામાં રૂચિ ઓછી થઇ ગઇ છે, તે દરરોજ લોં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ