Divya Bhaskar

Home » Lifestyle » Health » રોજ સવારે ખાલી પેટ પીવો આ 1 ગ્લાસ લવિંગનું પાણી । Health Benefits Of Clove Water

રોજ સવારે ખાલી પેટ પીવો આ 1 ગ્લાસ લવિંગનું પાણી, પછી જુઓ કમાલ

Divyabhaskar.com | Updated - Apr 18, 2018, 06:10 PM

આ ખૂબ જ સરળ છે માત્ર 5 લવિંગને એક ગ્લાસ ગરમ પાણીમાં સવારે નાખીને રહેવા દો.

  • રોજ સવારે ખાલી પેટ પીવો આ 1 ગ્લાસ લવિંગનું પાણી । Health Benefits Of Clove Water
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ લવિંગને ભારતમાં ઉપયોગી મસાલા, માઉથ ફ્રેશનર અને એક ઔષધિના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગમાં લેવામાં આવતો ભાગ તેનું પુષ્પ છે જેને સુકાવીને ઉપયોગમાં લેવામાં આવે છે. આયુર્વેદે તેને લવંગ કહ્યું છે જે ગળા, ફેફસા, દાંત અને સેક્સ સંબંધી સમસ્યાઓ માટે ઉપયોગ થાય છે.

    આયુર્વેદ એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાની જણાવે છે કે વોમિટ, પેટની સમસ્યા, સ્ટ્રેસ, પાર્કિસંસ, બોડી પેઇનમાં આ ખૂબ જ લાભદાયક છે. આજના સમયમાં ચિંતા, તણાવ અને થાકના કારણે યુવાનોની સેક્સ લાઇફ પ્રભાવિત થઈ રહી છે, જેનાથી અનેક પ્રકારની પ્રોબ્લેમ આવી રહી છે. આ સમસ્યાઓથી યુવાઓને લવિંગના પાણીથી બચાવી શકાય છે.

    કેવી રીતે બનાવવું લવિંગનું પાણી?

    આ ખૂબ જ સરળ છે માત્ર 5 લવિંગને એક ગ્લાસ ગરમ પાણીમાં સવારે નાખીને રહેવા દો. રાતના તેને સેવન કરતા પહેલા સરખી રીતે નીચોવી લો.

    આગળ વાંચો, તેના અન્ય ફાયદા...

  • રોજ સવારે ખાલી પેટ પીવો આ 1 ગ્લાસ લવિંગનું પાણી । Health Benefits Of Clove Water

    ક્યારે અને કેવી રીતે પીવું છે?

     

    - સવારે ઊઠીને આ પાણી આરામથી બેઠાં-બેઠાં ઘુટડો-ઘુટડો પીવો.

     

    - તેના કોઈ સાઇડ ઈફેક્ટ નથી એટલે તેને તમે કાયમ સેવન કરી શકો છો.

     

    - સ્ટ્રેસ દૂર કરે છે એટલે ડિપ્રેશન, તણાવ અને અનિદ્રાની સમસ્યામાં લાભદાયક છે.

     

    - આ નર્વસ સિસ્ટમને શાંત કરે છે એટલે પાર્કિસંસ અથવા ધ્રુજારીના રોગમાં ફાયદાકારક છે.

     

    - પાચન ક્રિયાને ઠીક કરે છે એટલે વોમિટિંગ આવવી, મોર્નિંગ સિકનેસમાં ફાયદાકારક છે.

     

    - ગળાની સમસ્યાની અચૂક ઔષધિ છે.

     

    - દાંતોની સેન્સિટિવિટી અને દુઃખાવો ઠીક કરે છે. આ મોંની દુર્ગંધ ઠીક કરે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending