Home » Lifestyle » Health » ફટકડીના ચૂર્ણના ફાયદા, Health benefits of Phitkari Alum Churna

9-9 રોગો મટાડવામાં અસરકારક છે ફટકડીનું આ ઘરે બનાવેલું ચૂર્ણ

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 04:43 PM

કાકડા, આંખના રોગ, ચર્મરોગ, દાંતની તકલીફ વગેરેમાં ખૂબજ ફાયદા કારક છે

 • ફટકડીના ચૂર્ણના ફાયદા, Health benefits of Phitkari Alum Churna
  ફાયદા વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ ફટકડીના ચૂર્ણ વિશે નહીં સાંભળ્યું હોય

  હેલ્થ ડેસ્ક: ફટકડીના ઘણા ફાયદા વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ ફટકડીના ચૂર્ણ વિશે નહીં સાંભળ્યું હોય. સાવ સસ્તામાં મળતી ફટકડીના ચૂર્ણથી રક્તસ્ત્રાવ, નસકોરી, દાઝવું, ઘા ધોવા, મોં પાકી જવું, કાકડા, આંખના રોગ, ચર્મરોગ, દાંતની તકલીફ વગેરેમાં ખૂબજ ફાયદા કારક છે.


  શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ જણાવી રહ્યા છે ફટકડીનું ચૂર્ણ બનાવવાની રીત અને તેના ફાયદા...


  ફટકડીનું ચૂર્ણ બનાવવાની રીત: ફટકડીને બરાબર સાફ કરીને ખાંડી લો. ત્યારબાદ તવી પર ગરમ કરવા મૂકો. જેથી પીગળીને ચોસલું બની જશે. આ ચોસલાને ઠંડું થઈ જાય એટલે ખાંડીને ચૂર્ણ બનાવી એક બોટલમાં ભરી લો.


  ઉપયોગ કરવાની રીત


  ૧. રક્તસ્ત્રાવ: કઈંક વાગ્યું હોય અને લોહી વહેવાનું બંધ જ ન થતું હોય તો, ઘા પર આ ચૂર્ણ દબાવી કડક પાટો બાંધી દેવો. સાથે-સાથે પાણી કે દૂધમાં એક ચપટી ચૂર્ણ પાવું.

  ૨. નસકોરી ફૂટવી: દૂધ, પાણી કે ઘીમાં આ ચૂર્ણ મિક્સ કરો નાકમાં ટીંપાં પાડવાં. પાણીમાં એક ચપટી ચૂર્ણ મિક્સ કરી દરદીને પાવું.

  ૩. દાઝવું: દાઝેલા ભાગ પર ફટકડીના ચૂર્ણવાળા પાણીમાં બોળેલી કપડાની પટ્ટી મૂકવાથી રાહત થાય છે.

  ૪. ઘા: ફટકડીના ચૂર્ણવાળા પાણીથી ઘા ધોવાથી ઇન્ફેક્શન નથી લાગતું.

  ૫. મોં પાકી જવું: મોં પાકી ગયું હોય કે મોંમાં ચાંદાં પડ્યાં હોય તો, ફટકડીના ચૂર્ણવાળા પાણીના કોગળા કરવા.

  ૬. કાકડા: ફટકડીના ચૂર્ણવાળા પાણીમાં હળદર મિક્સ કરી કોગળા કરવાથી રાહત મળે છે.

  ૭. ચર્મરોગ: ચામડીના રોગ થયા હોય તો તેને ફટકડીના ચૂર્ણવાળા પાણીથી દોવાથી રાહત મળે છે.

  ૮. નેત્રરોગ: આંખ સંબંધિત કોઇ સમસ્યામાં આ ચૂર્ણવાળા પાણીનાં આંખમાં ટીંપાં પાડવાં.

  ૯. દાંતની તકલીફો: દાંતની કોઇપણ તકલીફમાં ફટકડીના ચૂર્ણવાળા પાણીથી કોગળા કરી શકાય છે.

  કઈ ઉંમરે બાળક શીખી જાય છે બોલતાં અને ચાલતાં

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ