તુરિયાનું અલગ-અલગ રીતે સેવન કરવાથી પથરી, મસા અને ગાંઠ ફટાફટ કરશે દૂર

પથરી અને કોઇપણ જાતની ગાંઠ ઓગાળીને ફટાફટ કરશે દૂર, બહુ કામનું છે આ શાક

divyabhaskar.com | Updated - Jun 07, 2018, 04:41 PM
આદિવાસીઓ તુરિયાને અનેક રોગો મટાડવા માટે ઉપયોગમાં લે છે
આદિવાસીઓ તુરિયાને અનેક રોગો મટાડવા માટે ઉપયોગમાં લે છે

હેલ્થ ડેસ્ક: તુરિયામાં શરીરમાં વધતી ગરમી સામે લડવાની અને શરીરમાં હિમોગ્લોબિનની માત્રા જાળવી રાખવાની અદભુત શક્તિ છે. આદિવાસીઓ તુરિયાને અનેક રોગો મટાડવા માટે ઉપયોગમાં લે છે.


શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉં મયુર પટેલ જણાવી રહ્યા છે તુરિયાના અદભુત ફાયદા...


- 500 ગ્રામ તુરિયાને સમારી 2 લિટર પાણીમાં ઉકાળી આ પાણીને ગાળી લો. આ પાણીમાં રીંગણ બાફી લો. રીંગણ બફાઇ જાય એટલે તેને ઘીમાં શેકી ગોળ સાથે ખાવાથી બવાસીરનો દુખાવો અને મસા મટી જાય છે.

- આદિવાસીઓની માન્યતા અનુસાર, કમળાના દર્દીના નાકમાં બેથી ત્રણ ટીંપાં તુરિયાનો રસ નાખવાથી નાકમાંથી પીળા રંગનું દ્રવ્ય નીકળે છે. જેનાથી કમળાનો રોગ મળે છે.

- તુરિયામાં ઈંસ્યુલિનની જેમ પેપ્ટાઈડ્સ પણ હોય છે જે ડાયાબિટિસને કંટ્રોલમાં રાખે છે.

- તુરિયાનાં પાન અને બીજને પાણીમાં વાટી ત્વચા પર લગાવવાથી દાદર-ખરજવું અને ખંજવાળમાં આરામ મળે છે. કોઢના રોગમાં પણ ફાયદાકારક છે.

- તુરિયાની વેલને દૂધ કે પાણીમાં ઘસીને 5 દિવસ સુધી સવાર-સાંજ પીવાથી પથરીમાં આરામ મળે છે.

- અપચો અને પેટની સમસ્યાઓ માટે તુરિયાનું શાક ખૂબજ ફાયદાકારક છે. ડાંગના આદિવાસીઓ પેટનો દુખાવો મટાડવા તુરિયાનું કાચુ-પાકુ શાક ખાય છે.

- તુરિયાનાં મૂળને ઠંડા પાણીમાં ઘસી ગાંઠ પર લગાવવાથી ગાંઠ આંગળવા લાગે છે.


નોંધ: અહીં જણાવેલ ફાયદા કેટલાક લોકોને તત્કાલિક મળે છે તો કેટલાકને થોડો સમય લાગી પણ શકે છે.

X
આદિવાસીઓ તુરિયાને અનેક રોગો મટાડવા માટે ઉપયોગમાં લે છેઆદિવાસીઓ તુરિયાને અનેક રોગો મટાડવા માટે ઉપયોગમાં લે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App