અંધારામાં ફોનનો ઉપયોગ કરવાથી સખત નુકસાન થાય છે, જાણો તમે પણ

 રાત્રે અંધારામાં સ્માર્ટફોનના ઉપયોગથી આવા ખતરનાક નુકસાન ભોગવવા પડશે

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 03:29 PM
Harms of Using Smartphone At Night

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ મોટેભાગે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે. તેમાં પણ લોકોને રાત્રે સૂતાં પહેલાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની ટેવ હોય છે. તે સમયે જો અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવે તો આંખોને નુકસાન થઈ શકે છે. ઉપરાંત મગજને પણ નુકસાન થઈ શકે છે. આ અંગે થયેલાં સંશોધનો અને અભ્યાસના આધારે થતી આડઅસરો અંગે વિસ્તૃત જાણકારી આજે અમે તમને આપીશું.


આગળ વાંચો અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી કેવા નુકસાન થાય છે.

Harms of Using Smartphone At Night

સંશોધનો શું કહે છે?


અમેરિકન મસ્ક્યુલર ડિજનરેશન ફાઉન્ડેશનના સંશોધન મુજબ જો આપણે રોજ અંધારામાં 30 મિનિટ પણ સ્માર્ટફોનની સ્ક્રીન પર કામ કરીએ તો તેનાથી આંખો શુષ્ક થવા લાગે છે. આંખો શુષ્ક થવાથી રેટિના પર ખરાબ અસર પડે છે. લાંબા સમય સુધી આ રૂટિન રહેવાથી આંખોનું તેજ ઘટવા લાગે છે. હાર્વર્ડ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વર્સેસ્ટર(ઈંગ્લેન્ડ)ના સંશોધનમાં સાબિત થયું છે કે અંધારામાં સ્માર્ટફોનનો વપરાશ કેટલો ઘાતક છે. જો યોગ્ય સમયે સાવચેતી રાખવામાં ન આવે તો તેની ફક્ત આંખો પર ખરાબ અસર નથી પડતી, પરંતુ શરીરના અન્ય ભાગો પર પણ ખરાબ અસર પડે છે.


આગળ વાંચો અંધારામાં સ્માર્ટફોન વાપરવાથી અન્ય કઈ ખરાબ અસરો થાય છે.

Harms of Using Smartphone At Night

થાક : રાત્રે મોડે સુધી મોબાઇલના ઉપયોગથી ઊંઘ પૂરી થતી નથી, જેને લીધે દિવસભર થાક વર્તાય છે.


મગજ પર અસર: બ્રેનટ્યુમરનું જોખમ રહે છે. તેનાથી યાદશક્તિ પણ નબળી પડી જાય છે. ( સ્રોત: બોર્ડેક્સ યુનિ. ફ્રાન્સનું રિસર્ચ)


સ્ટ્રેસમાં વધારો : મોડીરાત સુધી મોબાઇલના ઉપયોગથી મેલાટોનિન હોર્મોનનું સ્તર ઘટે છે, જેથી સ્ટ્રેસમાં વધારો થાય છે. (યુનિવર્સિટી ઓફ વર્સેસ્ટર, ઇંગ્લેન્ડનું સંશોધન)


ફોકસિંગ મસલ્સ પર અસર: આંખોના ફોકસિંગ મસલ્સ પર ખરાબ અસર પડી શકે છે. જેનાથી કોઈ પણ વસ્તુ પર ફોકસ કરવામાં તકલીફ થતી હોય છે.


આંખોના તેજમાં ઊણપ આવવી: રાત્રે સૂતા પહેલાં મોબાઇલનો ઉપયોગ કરવાથી આંખોના રેટિના પર ખરાબ અસર પડે છે. તેનાથી દૃષ્ટિ નબળી પડે છે. (સ્રોત: અમેરિકન મસ્ક્યુલર ડિજનરેશન ફાઉન્ડેશન)


આંખોમાં રતાશ: રાત્રે મોડે સુધી મોબાઇલ કે ટેબ્લેટનો ઉપયોગ કરવાથી આંખમાં રતાશની સમસ્યા થઈ શકે છે.


અપૂરતી ઊંઘ: રાત્રે સૂતા પહેલાં મોબાઇલનો ઉપયોગ કરવાથી શરીરમાં મેલાટોનિન હોર્મોનનું સ્તર ઘટવા લાગે છે. તેનાથી ઊંઘ મોડી આવવાની સમસ્યા થાય છે. (હાર્વર્ડ યુનિ.નું રિસર્ચ)


ગ્લુકોમા: રાત્રે મોબાઇલના વધુ ઉપયોગથી મગજ સુધી સિગ્નલ લઈ જતી ઓપ્ટિક તંત્રિકા પર ખરાબ અસર થાય છે. જેથી મોતિયાની તકલીફ થઈ શકે છે.

X
Harms of Using Smartphone At Night
Harms of Using Smartphone At Night
Harms of Using Smartphone At Night
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App