તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓઇલી હેરને સપ્તાહમાં 3 અને ડ્રાય હેરને 2 વખત ધોવો, ડ્રાયરના ઉપયોગમાં રાખો 10 ઇંચનો અંતર, અન્ય ટિપ્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

 

 

હેલ્થ ડેસ્કઃ વાળમાંથી ગંદકી અને ધૂળ ખતમ કરવા માટે તેને નિયમિતપણે ધોવો છો, પરંતુ શું તમને વાળ ધોવાની સાચી રીત ખબર છે? તમે વિચારતા હશો કે હવે તેને ધોવાની શું રીત હોય શકે. વાસ્તવમાં શેમ્પૂ પસંદ કરવું હોય કે તેને લગાવવાની રીત હોય કે પછી શેમ્પૂ કરતા પહેલા શું કરવું જોઈએ અને શું નહીં, જ્યારે પણ તમે વાળ ધોવો છો, તો કેટલીક વાતો હોય છે જેનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે. તો ચાલો ફેમસ બ્યુટી એક્સપર્ટ Shahnaz Husain પાસે જાણીએ શેમ્પૂ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું અને તેની સુંદરતાની સાથે મજબૂતી પણ જાળવી રાખવી.

 

 

યોગ્ય શેમ્પૂની પસંદગી

 

શહેનાઝ કહે છે, તમારા વાળ ઓઇલી હોય કે ડ્રાય, કાયમ હર્બલ શેમ્પૂનો જ ઉપયોગ કરો. માર્કેટમાં તમને ઘણા એવા શેમ્પૂ મળી જશે. હાર્સ કેમિકલ્સથી બનેલા શેમ્પૂ તમારા વાળમાં રહેલા નેચરલ ઓઇલને નુકસાન પહોંચાડે છે. તેનાથી તમારા સ્કેલ્પનું એસિડ-અલ્કેલાઇન બેલેન્સ બગડે છે અને પરિણામ હોય છે તૂટતા અને ડેમેજ વાળ. ઓઇલી હેર માટે હિના અને ડ્રાય માટે આમળાયુક્ત શેમ્પૂ પસંદ કરો.

 

સપ્તાહમાં કેટલી વખત શેમ્પૂ કરવું

 

આ પ્રશ્ન મોટાભાગના લોકોના મનમાં થાય છે. કોઈએ સપ્તાહમાં 2 વખત તો કોઈએ 3 વખત શેમ્પૂ કરવાની સલાહ આપી હશે, પરંતુ અલગ-અલગ હેર ટાઇપની જરૂરરિયાત અલગ હોય છે. જ્યાં ઓઇલી હેરને સપ્તાહમાં 3 વખત અને ડ્રાય હેરને સપ્તાહમાં 2 વખત ધોવાની જરૂર હોય છે. પરંતુ હા, ભેજવાળા વાતાવરણમાં કોઈ પણ ટાઇપના હેર હોય તેને 3 વખત ધોવા જોઈએ. આવી મોસમમાં પરસેવાના કારણે ધૂળ-ગંદકી તમારા સ્કેલ્પમાં ચોંટીને વાળ ગંદા કરી દે છે.

 

શેમ્પૂ કર્યા પછી

 

તેના પછી વાળને ટોવેલથી સરખી રીતે વીટી દો. તેનાથી એક્સેસ પાણી નીકળી જાય છે. વાળને સુકાવા માટે તેને રબ કરવાની ભૂલ ન કરો. જ્યારે વાળ સુકાય જાય અથવા સહેજ ભીના રહે, તો તેમાં પહોળા કોમ્બનો ઉપયોગ કરો. ગૂંચ કાઢવા માટે પાતળા કોમ્બનો ઉપયોગ ક્યારેય ન કરો. તેનાથી તે તૂટીને ખરવા લાગે છે. તેને જાતે જ સુકાવા દો. સુકાવા માટે કાયમ હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો. સાથે જ જો તેનો ઉપયોગ કરો તો કાયમ 10 ઇંચનો અંતર રાખો.

 

આ વાતોનું રાખો ધ્યાન

 

જ્યારે તમારા વાળ ભીના હોય, તો તે ખૂબ નબળા હોય છે અને તેના તૂટવાની શક્યતા વધારે હોય છે. એટલે તેને વોશ કરતી વખતે વાળને રબ ન કરો. સાથે જ માઇલ્ડ શેમ્પૂ લો અને તેને સ્કેલ્પ તથા ભીના વાળ પર સરખી રીતે લગાવો. તેને સરખી રીતે 2થી 3 વખત પ્લેન વોટરથી ધોવો જેથી શએમ્પૂ સરખી રીતે નીકળી જાય. જો તમારા વાળ ઓઇલી છે, તો શેમ્પૂ કરતા પહેલા તમે એક મગ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળ ધોવો. ડ્રાય હેર માટે પાણીમાં મધ મિક્સ કરીને ધોવો.

 

હોમમેડ ક્લીન્ઝરનો ઉપયોગ કરો

 

ઇંડા, દહીં અને લીંબુ જેવી રસોડાની ઘણી સામગ્રી છે, જેનો તમે વાળ ધોવા માટે ઉપયોગ કરી શકો છો. તેમાંથી કોઈ પણ એક વસ્તુ લો અને શેમ્પૂ પણ. તેને તમારા સ્કેલ્પમાં સરખી રીતે લગાવો. અડધી કલાક પછી તેને ધોઈ લો. આ માત્ર તમારા વાળને જ સરખી રીતે સાફ નથી કરતા, પરંતુ સ્કેલ્પનું pH બેલેન્સ પણ જાળવી રાખે છે. આ વાળને નરિશ અને કંડીશન્ડ પણ કરશે.

 

 

આ પણ વાંચોઃ- અણગમતા વાળથી છુટકારો મેળવવા મધ અને લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવો, અન્ય 6 ઉપાય