Home » Lifestyle » Health » Which chili is good for health: green chili or red chili

તમામ ખોરાકની સાથે કાચું લીલું મરચું કેમ ખાવું જોઈએ? લાલ મરચું ખાવું વધુ સારું કે લીલું?

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 06:03 PM

લીલું મરચું પાચનને યોગ્ય બનાવે છે, તેમા જરૂરી પ્રમાણમાં ફાયબર હોય છે

 • Which chili is good for health: green chili or red chili

  હેલ્થ ડેસ્કઃ લીલું મરચું એક શાક છે, એને એક પ્રકારનો મસાલો માનવામાં આવે છે. લીલું શાક પોષણનો સ્ત્રોત માનવામાં આવે છે અને લીલા મરચાં કેટલાંય શાકની સરખામણીએ સારા છે. માનવામાં એ આવે છે કે તે એસીડીટી કરે છે, પરંતુ લીલું મરચું પાચનને યોગ્ય બનાવે છે, કારણ કે તેમાં જરૂરી પ્રમાણમાં ફાયબર રહેલા હોય છે.

  લીલાં મરચાંને જો તમે બીયા સહિત ખાશો તો તે ઘણો ફાયદો કરશે, કારણ કે બીજમાં વિટામીન સી નારંગીની સરખામણી આઠ ઘણું વધારે છે. તે લાળ માટે ખૂબ જ સારું રહે છે. મરચામાં એક એન્જાઇમ એમિલેસ રહેલો હોય છે. એમિલેસ જ એ એન્જાઇમ છે જે આપણા કાર્બ્સને બ્રેક કરવાનું કામ કરે છે. તે લાળથી જ મળે છે, જે લીલું મરચું આપી શકે છે.

  પહેલાં લોકો જેટલી વાર ખાતા હતાં, ત્યારે લીલા મરચાનો ખોરાકમાં ઉપયોગ કરતાં હતા. એનાથી તે કેટલાંય પ્રકારની બીમારીથી બચી જતાં હતા. જેમ કે હ્રદયનો રોગ વગેરે. લાલ મરચાની સરખામણીએ લીલું મરચું વધારે ફાયદાકારક છે. બહું ચટપટું ખાઇ રહ્યા છો તો તેની સાથે કાચું લીલું મરચું ખાશો તો સ્વસ્થ રહેશો. પરંતું જેમ લીલું મરચું સુકાઈ ગયા પછી લાલ થવા લાગે છે તેમ પોષણ ઓછુ થાય છે.

  શું કરશે લીલું મરચું?

  - તે ડાયાબિટીસને કાબૂમાં રાખશે, એટલે ખાંડના સ્તરને સંતુલિત કરશે.

  - જીરો કેલરી ડાયટમાં તે લાભ પહોંચાડશે.

  - એનીમિયા થવાની સ્થિતિમાં તે આયર્ન આપે છે.

  - આને ખાવાથી બનવાવાળો એડોર્ફિન હોર્મોન ડિપ્રેશન ખતમ કરશે.

  - મરચું શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે જ એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરેલાં છે. આનાથી કેન્સરનો ડર ઓછો થાય છે.

  - ધુમાડામાં કામ કરવાવાળા લોકો અથવા ધૂમ્રપાનની લતમાં તે ફેફસાંનું કેન્સર થવાના ભયને ખતમ કરે છે.

  - ચામડીના ઇન્ફેકશનમાં તે એન્ટી બેક્ટિરીયનલ તત્વ શરીરને આપે છે, ખાસ કરીને વિટામીન ઇ આમાંથી મળે છે.

  - વારંવાર ખાંસી અને શરદી થતી હોય ત્યારે આ રોગપ્રતિ કારકનું કામ કરે છે. વિટામીન સી હોવાથી કફને કાઢી નાખે છેલાલ મરચાંના કેટલાંક ગુણ અલગ થઇ જાય છે.

  તો પછી લાલ મરચું કેવું છે?

  - આમાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે, જે લોહી માટે સારું હોય છે. સાથે આમાં ખાસ વિટામીન સી હોવાના કારણે તે શરીરને બીજા અનેક આહારથી આયર્ન એબ્ઝોર્બ કરવા દે છે.

  - કેલરીને બાળવામાં આ અસરકારક છે. આ એવી જ રીતે કેલરીને બાળે છે, જેમ એક્સર્સાઇઝ કેલરીને સળગાવે છે.

  - ગળામાં સંક્રમણ હોવાની પરિસ્થિતિમાં તે ત્યાં થી કફને સાફ કરીને શ્વાસને સારો બનાવે છે. પોપટનો અવાજ સાંભળ્યો હશે, આને ખોરાકમાં લેવાથી
  અવાજમાં સ્પષ્ટતાં આવે છે.

  - નિયમિત રીતે ખોરાકમાં લેવાથી તે આર્ટરીઝમાંથી બ્લેકેજ પૂર્ણ કરવાનું કામ કરે છે.

  - યુવાન બનશો અને અનેક બીમારીથી બચશો

  બન્નેમાંથી સારું કયું: લીલું મરચું, લાલની સરખામણીએ વધારે ફાયદાકારક કહેવામાં આવે છે એવું કેમ?

  કારણ કે...

  - આમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે. આમાં કોઇ કેલરી હોતી નથી. એટલા માટે આને કાચું પણ ખાઇ શકાય છે. કાચું ખાવું એ વધારે લાભદાયક હોય છે.

  - લીલા મરચાંમાં બિટા કૈરોટિન , એન્ટીઓક્સિડેન્ટ્સ અને એડોર્ફિન્સ હોય છે.

  - લીલાં મરચાંને ખોરાકમાં લેવાથી ઉંમર દેખાવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે, ચામડીમાં કાંતિ આવી જાય છે. જે લોકો લીલા મરચા ખાય છે, તેઓ જે લોકોલીલા મરચાને ખાતાં નથી તેમની સરખામણીએ વધારે યુવાન દેખાવવા લાગે છે.

  - લાલ મરચાંથી પેપ્ટિક અલ્સર હોવાની શંકા પણ વધારે રહેલી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ