રિસર્ચ / સોશિયલ મીડિયા પર યુવતીઓ વધુ સમય વિતાવતી હોવાથી ડિપ્રેશનનો શિકાર, માત્ર 4% સોશિયલ મીડિયાથી દૂર

divyabhaskar.com | Updated - Jan 08, 2019, 03:05 PM
Girls with high use of social media linked to depression revealed study

  • બ્રિટનની યુનિવર્સીટીએ લંડનના 11 હજાર યુવકો-યુવતીઓનો મત જાણ્યો 
  • સર્વેમાં ખબર પડી કે 40% યુવતીઓ અને 15% યુવકો ડિપ્રેશનના શિકાર 
  • ડિપ્રેશનના લીધે મોટાભાગના યુવક-યુવતીઓ 7 કલાકથી ઓછી ઊંઘ લે છે

 

હેલ્થ ડેસ્ક: સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવાથી ડિપ્રેશનનો ખતરો થવાની વાત કેટલાયે રિસર્ચમાં સામે આવી ચુકી છે, પણ હવે એક સ્ટડીમાં દાવો કરાયો છે કે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી યુવકો કરતા યુવતીઓને ડિપ્રેશનનો વધુ ખતરો રહે છે. બ્રિટનની યુનિવર્સીટી લંડનના 14 વર્ષના 11 હજાર યુવક-યુવતીઓના ડેટાનું એનાલિસિસ કર્યું અને આ સ્ટડી બહાર પાડ્યું.


40% યુવતીઓમાં ડિપ્રેશનના લક્ષણ
આ સ્ટડીમાં સામે આવ્યું કે જે યુવતીઓ દરરોજ 5 કલાકથી વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે, તેમાંથી 40% યુવતીઓમાં ડિપ્રેશનના લક્ષણ દેખાયા. જયારે આટલો જ સમય વિતાવતા યુવકોમાં ડિપ્રેશનનું આ પ્રમાણ 15% હતું.


માત્ર 4% યુવતીઓ સોશિયલ મીડિયાથી દૂર
આ સ્ટડીમાં સામે આવ્યું કે 5માંથી 2 યુવતીઓ દરરોજ ત્રણ કલાકથી વધુ સમય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. સર્વેમાં સામેલ 10% યુવકોએ અને 4% યુવતીઓએ માન્યું કે તેઓ સોશિયલ મીડિયાનો બિલકુલ ઉપયોગ કરતા નથી.


5.4% યુવતીઓ અને 2.7% યુવકો 7 કલાકથી ઓછા સમયની ઊંઘ લે છે
સ્ટડીમાં જણાવ્યા મુજબ, 14 વર્ષની 7.5% યુવતીઓ અને 4.3% યુવકો ઓનલાઇન હેરેસમેન્ટનો શિકાર થાય છે જયારે 17.4% યુવકોની સરખામણીએ 35.6% યુવતીઓએ પોતાને ડિપ્રેસ માની. આ સિવાય સોશિયલ મીડિયા પર 32.8% યુવતીઓ અને 7.9% યુવકો ઓનલાઇન બુલિંગના શિકાર થાય છે. સર્વેમાં સામેલ 5.4% યુવતીઓ અને 2.7% યુવકોએ કહ્યું કે તેઓ 7 કલાકથી ઓછા સમયની ઊંઘ લે છે.

X
Girls with high use of social media linked to depression revealed study
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App