ગર્ભાવસ્થામાં ભૂલવાની સમસ્યા કેમ થાય છે? તેનાથી ડરવાની જરૂર નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓમાં હોર્મોનલ પરિવર્તનને કારણે ઘણાં શારીરિક અને માનસિક ચેન્જિસ થાય છે. આ હોર્મોન ન માત્ર મહિલાઓની શારીરિક બનાવટ પણ માનસિક કાર્યક્ષમતા પર પણ અસર પાડે છે. લગભગ 50થી 80 ટકા મહિલાઓ ગર્ભાવસ્થા અથવા પ્રસવ બાદ યાદશક્તિમાં કમી અથવા ધ્યાન કેન્દ્રિત કરવામાં પરેશાની થવાની ફરિયાદ કરે છે. મેડિકલ ભાષામાં મેમરી લોસને એમ્નેસિયા (amnesia) કહેવાય છે. આ જ રીતે જ્યારે કોઈ ગર્ભવતી મહિલાને અથવા ડિલીવરી બાદ યાદશક્તિ સંબંધી સમસ્યા થાય છે તો આ સ્થિતિને મોમનેસિયા અથવા પ્રેગ્નેન્ટ બ્રેન કહેવાય છે. ડો. શાલૂ કક્કડ, ઓબ્લ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ જણાવી રહ્યાં છે આ સમસ્યા વિશે.


શું છે કારણ?
ગર્ભાવસ્થા દરમ્યાન મગજની કાર્યક્ષમતામાં કમી માટે પ્રાથમિક રીતે હોર્મોન્સ જવાબદાર હોય છે. ઘણા રિસર્ચમાં આ વાત સામે આવી છે કે આ કમી ન્યૂરલ નેટવર્ક પર પણ અસર પાડે છે, જે ગર્ભાવસ્થામાં માં અને બાળકની વચ્ચે ભાવનાત્મક બંધનને સારું બનાવવામાં મદદ કરે છે. આનું મુખ્ય કારણ હોર્મોન્સમાં ફેરફાર તો છે જ પણ સાથે યોગ્ય ડાયટ ન લેવું, વધુ પડતું કામ કરવું, ઊંઘ ઓછી લેવી જેવા કારણો પણ જવાબદાર હોઈ શકે છે.


કયા લક્ષણો પર ધ્યાન આપવું?
તણાવ, કામમાં મન ન લાગવું, ભૂખ ન લાગવી જેવા લક્ષણો જણાય તો બેદરકારી ન કરવી. તણાવ, ડિપ્રેશન, અનિદ્રા જેવા પ્રોબ્લેમમાં મગજની કાર્યક્ષમતા પર અસર પડે છે. સામાન્ય રીતે પાંચમા મહિનાથી આવ લક્ષણો દેખાવાના શરૂ થઈ જાય છે. આ માંથી સંબંધિત હોય છે. બાળકો પર તેની અસર દેખાતી નથી. ગર્ભાવસ્થામાં ભૂલવાનો પ્રોબ્લેમ સામાન્ય છે. પણ જો યાદશક્તિમાં વધુ ઘટાડો જણાય તો ડોક્ટરની સલાહ લેવી. આના કારણે ભૂખમાં કમી અને કંઈપણ ખાવાનું મન કરતું નથી.


શું કહે છે સંશોધન?
એક ન્યરોસાઈકોલોજિકલ રિસર્ચમાં 412 ગર્ભવતી મહિલાઓ, 272 માં અને 386 એવી મહિલાઓ જે ગર્ભવતી નથી, તેમને સામેલ કર્યા. આ બધાનો એક મેમરી ટેસ્ટ લીધો. તારણમાં જાણવા મળ્યું કે પડકારજનક યાદશક્તિવાળા કાર્યમાં ગર્ભવતી મહિલાઓને સૌથી વધુ સમસ્યા થઈ. 


કઈ રીતે બચી શકાય આ સમસ્યાથી?
-આ સમસ્યાને જીવનશૈલીમાં સુધાર લાવીને ઠીક કરી શકાય છે. રોજ યોગ અને કસરત કરો. સંતુલિત અને યોગ્ય સમયે ખાઓ.
-આખા દિવસના કાર્યોની લિસ્ટ બનાવીને તે અનુસાર કાર્ય કરો. 
-ઘરમાં અનુશાસનની વ્યવસ્થા બનાવો. જે વસ્તુ જ્યાંથી લીધી હોય કામ ખતમ થયા બાદ તેને ફરી ત્યાં જ મૂકો. આ પ્રેક્ટિસ થોડાં દિવસ બાદ આદતમાં બદલાય જશે.
-કોઈ નવા વ્યક્તિથી મુલાકાત બાદ તેનું નામ યાદ રાખવા માટે તેના નામને કોઈ ફ્લાવરના નામ સાથે જોડીને યાદ રાખો. ફૂલોની ઓળખ મેમરીમાં સારી રીતે સેટ થયેલું હોય છે.
-પૂરતી ઊંઘ લો. ઊંઘ પૂરી ન થવા પર મગજની કાર્યક્ષમતા પર અસર થાય છે.