હેલ્થ સારી રાખવા અને બીમારીઓથી બચવા પુરૂષોએ ઈંડા, ગ્રીન ટી, અળસી, બદામ, જેવા ફૂડ્સ ખાવા

જે પુરૂષો પોતાની હેલ્થ પર ધ્યાન આપી શકતા નથી તેઓએ રોજની ડાયટમાં ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર ફૂડ્સ ખાવા જોઈએ

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 05:23 PM
Foods to Boost Male Health

હેલ્થ ડેસ્ક: પુરૂષો હેલ્થ પ્રત્યે બહુ જ બેદરકારક હોય છે. જેથી પુરૂષો પોતાના સ્વાસ્થ્ય અને શરીર પર વધુ ધ્યાન આપતાં નથી. પણ જો પુરૂષો કેટલાક હેલ્ધી ફૂડ ડાયટમાં સામેલ કરી લે તો રોગોથી પણ બચી શકે છે અને સ્વસ્થ પણ રહી શકે છે. એવા જ ફૂડ્સ વિશે શેલ્બી હોસ્પિટલના વાઈસ પ્રેસીડેન્ટ નિલેશ સોની જણાવી રહ્યાં છે, જેને ખાઈને પુરૂષો ફિટ અને હેલ્ધી રહી શકે છે.


ટામેટાં
ટામેટાંમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ લાઈકોપિન પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો દૂર કરે છે. સાથે જ હાર્ટને પણ હેલ્ધી રાખે છે.


ઈંડા
ઈંડામાં રહેલાં એમિનો એસિડ મેમરી વધારે છે. તેને ખાવાથી મેટાબોલિઝ્મ સારું રહે છે. જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. સાથે જ મસલ્સના ગ્રોથ માટે જરૂરી ન્યૂટ્રિઅન્ટ્સ પણ મળે છે.


અળસી
અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, પ્રોટીન અને ફાયબર હોય છે. જે સ્કિન સ્પોટ્સ અને કરચલીઓને દૂર કરે છે. અળસી કોલેસ્ટ્રોલને ઓછું કરી હાર્ટને હેલ્ધી રાખે છે.


બદામ
સપ્તાહમાં 3 દિવસ બદામ અવશ્ય ખાઓ. આમાં પ્રોટીન, ફાયબર અને વિટામિન ઈ હોય છે. જે ડાઈજેશન સારું રાખે છે અને સ્કિન અને હાર્ટને હેલ્ધી રાખે છે.


દહીં
દહીંમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. જેનાથી હાડકાં મજબૂત બને છે. આમાં રહેલાં હેલ્ધી બેક્ટેરિયા બીમારીઓનો ખતરો દૂર કરે છે. દહીં ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વજન કંટ્રોલમાં રહે છે.


હોલ ગ્રેન
હોલ ગ્રેન (બ્રાઉન બ્રેડ, જવ, કોર્ન, ઓટ્સ, પાસ્તા)માં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ ઈન્સ્યૂલિન કંટ્રોલ કરે છે. આનાથી ડાયાબિટીસનો ખતરો દૂર થાય છે અને વેટ કંટ્રોલમાં રહે છે.


ગ્રીન ટી
ગ્રીન ટીમાં કેટેચિન્સ એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જે કેન્સરનો ખતરો દૂર કરે છે. સાથે જ ઈમ્યૂનિટી વધારે છે અને તડકાંને કારણે સ્કિનને થતાં ડેમેજને ઠીક કરે છે.

ફિશ
આમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ હોય છે. જે મેમરી વધારે છે અને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આમાં રહેલાં પોલીઅનસેચુરેટેડ ફેટી એસિડ્સ વજન વધતાં રોકે છે અને ટ્રિફ્ટોફેન મગજ શાંત રાખે છે.

X
Foods to Boost Male Health
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App