Divya Bhaskar

Home » Lifestyle » Health » મિસકેરેજથી બચવા ગર્ભાવસ્થામાં ભૂલથી પણ ન ખાતા આ 6 વસ્તુઓ । Do Not Take These 6 Foods During Pregnancy

મિસકેરેજથી બચવા ગર્ભાવસ્થામાં ભૂલથી પણ ન ખાતા આ 6 વસ્તુઓ

Divyabhaskar.com | Updated - May 17, 2018, 06:43 PM

મહિલાઓ પહેલી વખત માતા બનવાની હોય તેમને ખબર નથી હોતી કે પ્રેગ્નેન્સીમાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ નહીં.

  • મિસકેરેજથી બચવા ગર્ભાવસ્થામાં ભૂલથી પણ ન ખાતા આ 6 વસ્તુઓ । Do Not Take These 6 Foods During Pregnancy
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ અહીં અમે તમને 6 એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેને પ્રેગ્નેન્સી દરમિયાન અવોઇડ કરવી જોઈએ. પ્રેગ્નેન્સીના સમયે લીધેલી કોઈ પણ ખોટી ડાયટ બાળકને નુકસાન પહોંચાડી શકે છે અને મિસકેરેજનું કારણ બની શકે છે. જે મહિલાઓ પહેલી વખત માતા બનવાની હોય તેમને ખબર નથી હોતી કે પ્રેગ્નેન્સીમાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ નહીં.

    આયુર્વેદિક ડોક્ટર અને લંડનથી સાઇકોલોજીમાં પીએચડી ગીતાંજલી શર્મા કહે છે કે આજકાલ લોકોમાં ફ્રોઝન ફૂડ ખાવાનો ટ્રેન્ડ થઈ ગયો છે. તેને ટિન્ડ ફૂડ પણ કહેવામાં આવે છે. લોકો લાંબા સમયથી પેક્ડ ફૂડ આઇટમ્સ અને જ્યૂસ પીવે છે. તેનાથી ઘણા નુકસાન થાય છે.

    - આ વસ્તુઓ ગર્ભવતી મહિલાઓએ તો જરાય પણ ન લેવી જોઈએ. ઘણા સમયથી પેક્ડ હોવાના કારણે તેમાં બેક્ટેરિયા ડેવલપ થવા લાગે છે. જે બાળકને ઈંફેક્ટ કરી શકે છે અને મિસકેરેજનું કારણ બની શકે છે.

    - તેને ખાવાથી માતાને પણ ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે. આ સિવાય પણ અનેક વસ્તુઓ છે જે પ્રેગ્નેન્સી દરમિયાન અવોઇડ કરવી જોઈએ. ચાલો જાણીએ તેના વિશે.

    આગળ જાણો, અન્ય વસ્તુઓ વિશે...

  • મિસકેરેજથી બચવા ગર્ભાવસ્થામાં ભૂલથી પણ ન ખાતા આ 6 વસ્તુઓ । Do Not Take These 6 Foods During Pregnancy
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    કાચું પપૈયું

     

    કાચા પપૈયામાં પણ બ્રોમલિન હોય છે જે યૂટ્રસમાં કંપન ઉત્પન્ન કરે છે, જેનાથી મિસકેરેજ થઈ શકે છે. તેની ગરમ તાસીર પણ મિસકેરેજનું કારણ બની શકે છે.

     

    સ્પ્રાઉટેડ અથવા ગ્રીન બટાકા

     

    તેમાં સોલેનિન નામનું એન્ઝાઇમ હોય છે જે મિસકેરેજનું કારણ બની શકે છે. આ બાળકની સેલ્સની ગ્રોથને અટકાવી દે છે.

     

    પાઇનેપલ

     

    પાઇનેપલને શરૂઆતના 3 મહિના ન ખાવું જોઈએ. તેમાં પણ બ્રોમલિન હોય છે જે યૂટ્રસમાં કોન્ટ્રેક્શન કરી દે છે, જેનાથી મિસકેરેજ થઈ શકે છે.

  • મિસકેરેજથી બચવા ગર્ભાવસ્થામાં ભૂલથી પણ ન ખાતા આ 6 વસ્તુઓ । Do Not Take These 6 Foods During Pregnancy

    આલ્કોહોલ

     

    રિસર્ચમાં આ વાત સાબિત થઈ ચૂકી છે કે પ્રેગ્નેન્સીમાં આલ્કોહોલ લેવાથી મિસકેરેજ થવાના ચાન્સિસ વધી જાય છે. તેમાં વધુ પ્રમાણમાં શુગર કન્ટેન્ટ હોય છે જે મિસકેરેજનું કારણ બને છે.

     

    વધુ મીઠું

     

    પ્રેગ્નેન્સી દરમિયાન વધુ મીઠું ખાવાથી પણ નુકસાન થઈ શકે છે. તેનાથી હાઇપરટેન્શન હોય છે જેનાથી મિસકેરેજ થઈ શકે છે. વધુ મીઠું ખાવાથી હાથ-પગ, ચહેરાનો સોજો પણ વધી શકે છે.

     

    એલોવેરા


    ગર્ભવતી મહિલાઓએ એલોવેરાનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. આ haemorragic હોય છે જે આર્ટરીઝને ઓપન કરી દે છે જેનાથી મિસકેરેજના ચાન્સિસ વધી જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન એલોવેરા જ્યૂસ પીવું અવોઇડ કરવું જોઈએ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending