ફૂડ ટ્રેન્ડ 2018 / ભારતીયોની પહેલી પસંદ Indian વાનગીઓ અને હેલ્ધી ડ્રિંક્સ, સૌથી વધુ VEG ફૂડના ઓર્ડર અમદાવાદથી

Food trends of 2018 Ahmedabad ordered highest vegetarian food across India
X
Food trends of 2018 Ahmedabad ordered highest vegetarian food across India

  • Swiggy અને Uber eatsએ રિપોર્ટ જાહેર કર્યો 
  • નોન-વેજ ફૂડના સૌથી વધુ ઓર્ડર બેંગ્લોરમાં નોંધાયા
  • સોફ્ટ ડ્રિન્કની સરખામણીએ દિવસમાં ફ્રૂટ જ્યુસ પાંચ વાર પિવાયો
  • છેલ્લા 6 મહિનામાં લોકોની ઓનલાઇન ફૂડ ડિલિવરીના આધારે રિપોર્ટ તૈયાર કરાયો 

divyabhaskar.com

Dec 29, 2018, 08:28 PM IST
લાઇફસ્ટાઇલ ડેસ્ક: 2018માં ખાણીપીણી પ્રત્યે લોકોનો રસ વધતા ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપનીઓ અને સ્ટાર્ટઅપ માટે ફાયદાકારક સાબિત થયું. આ વર્ષે લોકોએ કઈ-કઈ ફૂડ આઈટમ ઓનલાઇન ઓર્ડર કરી તેની યાદી ફૂડ ડિલિવરી કંપની Swiggy અને Uber eatsએ જાહેર કરી. આ ટ્રેન્ડ છેલ્લા 6 મહિનામાં લોકોની ડિમાન્ડ આધારે તૈયાર કરાયો. સૌથી ખાસ વાત છે કે લોકોએ હેલ્ધી ડ્રિંક્સ અને ઇન્ડિયન વાનગીઓનો સૌથી વધુ ઓર્ડર કર્યો છે.

ફૂડ ડિલિવરી ટ્રેન્ડ 2018 સાથે જોડાયેલી ખાસ વાતો

ઇન્ડિયન વાનગીઓની ડિમાન્ડ સૌથી વધુ
1.Uber eatsના જણાવ્યા મુજબ, છેલ્લા 6 મહિનામાં ઇન્ડિયન વાનગીઓ વિદેશમાં પણ પસંદ કરાઈ. ભારતમાં હૈદરાબાદ, દિલ્હી અને ચેન્નાઇ જેવા મુખ્ય શહેરોમાં લોકોની પહેલી પસંદ ઇન્ડિયન વાનગીઓ રહી. આ પછી લોકોએ અમેરિકન અને ચાઈનીઝ ડીશને પસંદ કરાઈ. 
 
મોટા શહેરોમાં ફ્રૂટ જ્યુસના ઓર્ડર સૌથી વધુ
2.રિપોર્ટમાં જણાવ્યા મુજબ, બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નાઇમાં ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવા પર સૌથી વધુ લોકોએ હેલ્ધી ફૂડ પસંદ કરાયો. આ આંકડા ડિસેમ્બર 2017થી નવેમ્બર 2018ના છે. દેશના મોટા શહેરોમાં તરબૂચ, મોસંબી, પાઈનેપલ અને સંતરાના જ્યૂસની માંગ વધી છે. સોફ્ટ ડ્રિન્કની સરખામણીએ દિવસમાં ફ્રૂટ જ્યુસ પાંચ વાર પિવાયો. અમદાવાદ, ચંદીગઢ, દિલ્હી, લખનૌ, મુંબઈ અને પુણે જેવા શહેરોમાં લોકોએ રોસ્ટેડ ચિકન અને ફ્રૂટ સલાડ ઓર્ડર કર્યા.
 
સૌથી વધુ વેજિટેરિયન ફૂડના ઓર્ડર અમદાવાદથી
3.લોકો વીકેન્ડમાં પણ કેલેરીને લઈને ઘણા જાગૃત થયા છે, આવા સમયે તેમણે લો-કેલેરી ફૂડ ઓર્ડર કર્યા. સ્વિગ્ગીના જણાવ્યા મુજબ, 2017ની સરખામણીએ 2018માં લોકોએ શાકાહારી ખાવાનું વધારે પસંદ કર્યું. 2018માં 62% ઓર્ડર શાકાહારી ખાવાના હતા. સૌથી વધુ વેજિટેરિયન ફૂડના ઓર્ડર અમદાવાદથી કરવામાં આવ્યા અને સૌથી વધુ નોન વેજિટેરિયન ફૂડના ઓર્ડર બેંગ્લોરથી થયા.
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી