Home » Lifestyle » Health » Fibromyalgia Causes, Symptoms & Diagnosis

આ 1 બીમારીને કારણે આખું શરીર દુખે છે અને થાક લાગે છે, બચવા આ 7 ઉપાય કરજો

Divyabhaskar.com | Updated - May 17, 2018, 03:44 PM

આખા શરીરમાં ઝીણો દુખાવો અને થાક રહેતો હોય તો તમને હોઈ શકે છે આ 1 બીમારી, જાણો શું કરવું

 • Fibromyalgia Causes, Symptoms & Diagnosis
  +2બીજી સ્લાઈડ્સ જુઓ


  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ફાઈબ્રોમાયલ્જિયા એક એવી સ્થિતિ છે જેના કારણે આખા શરીરમાં દુઃખાવો અને થાક અનુભવાય છે. મસલ્સને નુકસાન થાય છે. ફાઈબ્રોમાયલ્જિયા લક્ષણોને ઓળખવા મુશ્કેલ છે કારણ કે તે અન્ય બીમારીઓ જેવા જ હોય છે. આનો ઉપચાર પણ સરળ નથી. ફાઈબ્રોમાયલ્જિયાને રોકવા માટે કેટલાક આહાર બહુ જ ઉપયોગી સાબિત થાય છે. જે આ સમસ્યાને વધતા અટકાવે છે.


  ફાઈબ્રોમાયલ્જિયાના લક્ષણો


  આખા શરીરમાં દર્દ રહેવું
  થાક
  બ્રેઈન ફોગ (વિચાર શક્તિ ઘટાડે)
  સૂવામાં પરેશાન
  સવારે શરીર અકળાઈ જવું
  સ્નાયુઓમાં ગાંઠ, નબળાઈ, સ્નાયુ સંકોચન
  પાચન વિકાર
  માથાનો દુઃખાવો, માઈગ્રેન
  ખંજવાળ અને ત્વચામાં બળતરા
  બેલેન્સ પ્રોબલેમ્સ


  આગળ વાંચો એવી વસ્તુઓ વિશે જે ફાઈબ્રોમાયલ્જિયા રોગને કાબૂમાં રાખશે.

 • Fibromyalgia Causes, Symptoms & Diagnosis
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  શાકાહારી બનો


  કેટલાક સંશોધન મુજબ શાકાહારી ફાઈબ્રોમાયલ્જિયા ને પ્રભાવિત કરે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે શાકાહારી ભોજન જેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ સામેલ હોવાથી તેનું સેવન કરવું જોઈએ. આનાથી ફાઈબ્રોમાયલ્જિયાના દર્દીને રાહત મળે છે. બીએમસી પૂરક અને વૈકલ્પિક ચિકિત્સાના એક સંશોધન મુજબ જે લોકો કાચાx શાકભાજીનું સેવન કરે છે તેમને ફાઈબ્રોમાયલ્જિયા રોગને કારણે થતાં શારીરિક દુઃખાવામાં બહુ આરામ મળે છે. જોકે આજકાલ લોકોને શાકાહારી અને સાત્વિક ખોરાક ભાવતો નથી. જેના કારણે આવા રોગો શરીરમાં પ્રવેશે છે. તો તમે ચેતી જજો. 


  શાકભાજી અને ફળોનું કરો સેવન


  ફળો અને શાકભાજીઓમાં કેલરીની માત્રા ઓછી અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈટોન્યૂટ્રીઅન્ટ્સ પણ સારાં એવા પ્રમાણમાં હોય છે. આ એવા લોકો માટે સારું છે જે સ્થૂળતા, આઈબીએસ અને ઓટોઈમ્યૂન ડિસોર્ડરથી પીડિત ફાઈબ્રોમાયલ્જિયાના દર્દી હોય છે. સાથે જ તેમાં ફાઈબ્રોમાયલ્જિયાની સમસ્યા વધારનારા તત્વોને ઘટાડવાની ક્ષમતા હોય છે. એક સંશોધન મુજબ પ્રિઝર્વેટિવ અને કલર્સ ફાઈબ્રોમાયલ્જિયાના દર્દી પર ખરાબ અસર પાડે છે. તો તેનાથી દૂર રહેવું. 

   

  મેગ્નેશિયમ લો


  મેગ્નેશિયમને કારણે આપણા શરીરમાં બહુ બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે આ માંસપેશીઓ અને હાડકાંઓને મજબૂત રાખે છે. મેગ્નેશિમય હૃદય રોગ રોકવા અને બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કોળાના બીજ, પાલક અને બદામમાંથી મેગ્નેશિયમ મળી રહે છે. આ ફાઈબ્રોમાયલ્જિયાના દુઃખાવામાં રાહત આપે છે. 


  લીન પ્રોટીનનું સેવન કરો


  શરીરમાં કાર્બની માત્રા ઘટાડવા માટે પ્રોટીન ભરપૂર માત્રામાં લેવું જોઈએ. આનાથી તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થશે. જે તમારો થાક દૂર કરવામાં મદદ કરશે. લીન પ્રોટીનમાં ફેટ કે કાર્બોહાઈડ્રેટની સરખામણીમાં બેગણી શક્તિ હોય છે. આ તમારા મેટાબોલિઝ્મને ગતિ આપે છે. પ્રોટીનને કારણે વધેલા મેટાબોલિઝ્મની સાથે તમારું શરીર પહેલાંની જેમ કાર્બોહાઈડ્રેટ અને ફેટ ગ્રહણ કરવા છતાં વધારે કેલરી બર્ન કરી શકશે. જેથી તમારું શરીર ફાઈબ્રોમાયલ્જિયાથી લડવા માટે સક્ષમ બની શકશે. 

 • Fibromyalgia Causes, Symptoms & Diagnosis

  ઓમેગા-3 ફેટી એડિડનું સેવન


  કોલ્ડ વોટર ફિશ અને નટ્સમાં મળતા ઓમેગા 3માં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ ફાઈબ્રોમાયલ્જિયામાં બહુ જ ઉપયોગી હોય છે. જેના કારણે એન્જાઈમ ફેટને સરળતાથી શરીરમાં ઓગળવામાં મદદ મળે છે અને  મેટાબોલિઝ્મ સુધરે છે. આનાથી જરૂરથી વધારે ચરબી શરીરમાં ભેગી થતી નથી. સાથે જ ઓમેગા 3 શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. 

   

  વિટામિન ડી


  કેટલાક યુવાનોમાં વિટામિન ડીની ઉણપ હોય છે. ફાઈબ્રોમાયલ્જિયાના દર્દી માટે સૂર્ય પ્રકાશ વરદાન સમાન હોય છે. વિટામિન ડીની ઉણપ ફાઈબ્રોમાયલ્જિયાના લણક્ષોમાંથી એક હોય છે. આની ઉણપને કારણ હાડકાં અને માંસપેશીઓમાં દર્દ થાય છે. આમાં શુગર સ્તરને સંતુલિત રાખવાની ક્ષમતા હોય છે. 


  ભરપૂર પ્રમાણમાં પાણી પીઓ


  પાણી સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે અને ફાઈબ્રોમાયલ્જિયાના દર્દીઓના ડાયટમાં એક મહત્વપૂર્ણ વસ્તુ છે. ઊર્જાની ઉણપ ડિહાઈડ્રેશનને વધારે છે. જેથી ભરપૂર પ્રમાણમાં પાણી પીતાં રહેવું. પાણી સાંધામાં ચિકાશ જાળવી રાખે છે અને સાંધાનો દુઃખાવો પણ દૂર કરે છે. આપણી માંસપેશીઓનો 80 ટકા ભાગ પાણીનો બનેલો હોય છે. જેથી પાણીથી માંસપેશીઓમાં દર્દ પણ દૂર થાય છે.

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ