ફૂડ / ફાઈબરયુક્ત ભોજન હૃદય રોગ, બ્રેન સ્ટ્રોક, કેન્સરનું જોખમ ઘટાડે છે : સ્ટડી

Fiber rich foods decrease the risk of heart disease, brain stroke, cancer: Study

divyabhaskar.com

Feb 10, 2019, 04:51 PM IST

ન્યૂ ઝીલેન્ડ: જાન્યુઆરીમાં લેન્સેટ મેગેઝિનમાં 243 અભ્યાસની સમીક્ષામાં જણાવાયું કે, ફાઈબરથી સમૃદ્ધ ડાયેટ ખૂબ જ ફાયદાકારક હોય છે. જે લોકોએ ફાઈબર ડાયેટ પર્યાપ્ત માત્રામાં લીધું તેમનામાં ચાર ગંભીર રોગનું જોખમ ઘટી ગયું. ઓછા ફાઈબરવાળા ભોજનની તુલનાએ વધારે ફાઈબર લેનારામાં હૃદય રોગ, બ્રેન સ્ટ્રોક, ટાઈપ-2 ડાયાબિટીસ, આંતરડાંનું કેન્સર અને કોઈ અન્ય કારણથી મરવાનું જોખમ 15%થી 30% ઓછું રહ્યું. દરરોજ 25થી 29 ગ્રામ ફળ, શાકભાજી અને અનાજ ખાનારાઓમાં બીમારીઓનું જોખમ ઓછું રહ્યું. લોકોએ ફાઇબર જેટલું વધારે ગ્રહણ કર્યું તેટલું જ વધારે જોખમ ઘટતું ગયું.

ઓટેગો યુનિવર્સિટી, ન્યૂ ઝીલેન્ડમાં વિજ્ઞાનીઓ અને સમીક્ષાના પ્રમુખ લેખક એન્ડ્રયુ રેનોલ્ડ્સે જણાવ્યું કે, અમારા રિસર્ચથી સંકેત મળ્યા છે કે વધારે ફાઈબર અને અનાજ ખાનારા ફૂડથી અનેક રોગ ઘટે છે. વહેલા મૃત્યુની આશંકા પણ નથી રહેતી. અનેક કારણોથી માનવ શરીર માટે ફાઈબર સારા છે. ફાઈબરથી ભરપૂર ફૂડ ચાવવામાં વધારે સમય લાગે છે. તેનાથી લોકોને પેટ જલદી ભરેલું અનુભવાય છે.

હૃદય રોગ અને કેન્સરથી સંબંધિત મેદસ્વિતાનું જોખમ ઓછું રહે છે. ફાઈબર પેટમાં સારા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે જેનાથી આંતરડાંના કેન્સરનું જોખમ ઘટે છે. ફાઈબરવાળા ભોજન મોડેથી શુગરને સંકોચે છે. તેનાથી શરીરમાં શુગરનું સ્તર ઝડપથી નથી વધતું. વધારે ઇન્સ્યુલિન ખર્ચ કરવું પડતું નથી. આહારમાં વધારે ફાઈબર હોવાનો અર્થ એ નથી કે તમને બેસ્વાદ વસ્તુઓ ખાવાની જરૂર છે. રેનોલ્ડ્સ કહે છે કે રિફાઇન્ડ લોટની રોટલી, બ્રેડને બદલે જાડા લોટની રોટલી ખાઓ. શાકભાજી, બીન્સ, લીલા વટાણા, સરગવો, ભાજી (દાંડી સાથે), ફ્લાવર અને ફળોને મુખ્ય ભોજન અને નાસ્તામાં સામેલ કરો.

X
Fiber rich foods decrease the risk of heart disease, brain stroke, cancer: Study
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી