આડઅસર વિના ચહેરાની ચમક વધારી ગોરો બનાવશે આ ઘરેલૂ નુસખા, કરો ટ્રાય

તમારા ચહેરાની સ્કિન પ્રોબ્લેમ્સ પ્રમાણે અજમાવો આ ઘરેલૂ નુસખા, જુઓ પછી અસર

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 31, 2018, 04:57 PM
face pack benefits for all skin problems

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કોઈપણ આડઅસર વિના ચહેરાની ત્વચા સંબંધી સમસ્યાઓને પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને દૂર કરી શકાય છે. તેના માટે તમારે ન તો બહુ ખર્ચ કરવો પડશે ન તો ઝાઝી મહેનત. બસ, ઘરમાં જ અહીં જણાવેલી સામાન્ય વસ્તુઓનો પ્રયોગ કરો અને ચહેરાની ત્વચાને સ્વસ્થ રાખો. તો જાણી લો.


નિષ્તેજ ત્વચા માટે


આ ફેસપેક નિષ્તેજ અને બેજાન ત્વચામાં જાન લાવી દેશે. તેના માટે એક વાટકીમાં બે ચમચી ઓલિવ ઓઈલ અને એલોવેરા જેલ મિક્ષ કરીને તેમાં એટલી જ માત્રામાં ઓટ્સ મિક્ષ કરીને પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને 5 મિનિટ સુધી ધીરે-ધીરે ચહેરા પર ઘસો. 10 મિનિટ બાદ ચહેરો ધોઈ લો. મૃત ત્વચાને જીવંત કરવા માટેનો આ બેસ્ટ નેચરલ સ્ક્રબ છે.


આગળ વાંચો ચહેરાની સ્કિન પ્રમાણે કઈ વસ્તુઓનો ઉપયોગ કરશો.

face pack benefits for all skin problems

સેન્સિટિવ સ્કિન માટે 


જે લોકોની ત્વચા સેન્સિટિવ એટલે કે વધુ પડતી સંવેદનશીલ હોય તેમને ઘણી વસ્તુઓથી એલર્જી થઈ જાય છે. જેથી આવી ત્વચા માટે સોફ્ટ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. સેન્સિટિવ ત્વચા પરની ગંદકી અને ઉઝરડાં દૂર કરવા માટે એલોવેરા જેલમાં કાકડીનો રસ, દહીં અને ગુલાબનું તેલ મિક્ષ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી સૂકાવા દો. તમે ગુલાબ તેલની જગ્યાએ તમારી ઈચ્છા મુજબ અન્ય તેલનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આ ફેસપેકનો ઉપયોગ સેન્સિટિવ ત્વચા માટે બેસ્ટ છે અને આનાથી ત્વચા તરોતાજા અને સ્વસ્થ રહેશે. 

face pack benefits for all skin problems

ડિટોક્સીફિકેશન માટે


ત્વચામાં ચમક લાવવા માટે ત્વચા પરની મૃત કોશિકાઓને દૂર કરવી જરૂરી છે. તેના માટે એલોવેરા જેલમાં કેરીનો પલ્પ અને લીંબુનો રસ બ્લેન્ડરમાં ક્રશ કરી તેને ચહેરા પર 20 મિનિટ માટે લગાવી રાખો. ત્યારબાદ પાણીથી ધોઈ લો. આ પેકથી ત્વચા અંદરથી સાફ તો થશે જ સાથે ત્વચામાં ચમક વધશે. 


ડ્રાય ત્વચા માટે 


ડ્રાય ત્વચાને હમેશા હાઈડ્રેશનની જરૂર હોય છે. જેને તમે એલોવેરા ફેસપેકની મદદથી પૂરી કરી શકો છો. તેના માટે એલોવેરા જેલ, કોટેજ ચીઝ, ખજૂર અને કાકડીની પેસ્ટ તૈયાર કરવી. તેમાં થોડો લીંબુનો રસ મિક્ષ કરવો. હવે આને ચહેરા પર લગાવો. 30 મિનિટ પછી ધોઈ લો. આનાથી તમારી ત્વચા સારી રીતે હાઈડ્રેટ થઈ જશે. 

face pack benefits for all skin problems

ટેન હટાવશે


લીંબુના રસમાં એલોવેરા મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી ટેનિંગની સમસ્યા ઝડપથી દૂર થાય છે. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવી 15 મિનિટ રહેવા દેવું અને પછી નવશેકા પાણીથી ધોઈ લેવું. આ ફેસપેક લગાવવાથી ચહેરો ચમકીલો બનશે. 


કરચલીની સમસ્યા માટે 


ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે નિયમિત રીતે એલોવેરાનો પ્રયોગ કરો. આનાથી તમારી ત્વચા ટાઈટ રહેશે. તેના માટે એલોવેરા અને ગુલાબજળ મિક્ષ કરી પેસ્ટ બનાવો. તેને 15 મિનિટ ચહેરા પર લગાવી ઠંડા પાણીથી ધોઈ લો. 


ઓઈલી સ્કિન માટે


ઓઈલી સ્કિનનું થોડું વધારે ધ્યાન રાખવું પડે છે. કારણ કે ઓઈલી ત્વચામાં વધારે સમસ્યાઓ થાય છે. તેના માટે એલોવેરાના કાંટા કાઢીને તેના પાનને પાણીમાં ઉકાળી પેસ્ટ તૈયાર કરી લેવી. પછી તેમાં મધ મિક્ષ કરીને તેને ચહેરા અને ગરદન પર 20 મિનિટ લગાવી ધોઈ લેવું. આનાથી ચહેરા પરનું વધારાનું ઓઈલ દૂર થશે અને ત્વચા સાફ અને ચમકદાર બનશે. 

face pack benefits for all skin problems

કેળા 


કેળાને મસળી તેમાં મધ, દહીં અથવા દળિયાની પેસ્ટ ઉમેરીને લાભકારી અને પોષકયુક્ત ફેસપેક બનાવી શકાય છે. આ ફેસપેકને ચહેરા અને ગરદન પર લગાવી 15 મિનિટ બાદ ધોઈ નાખવું. આને નિયમિત લગાવવાથી ચહેરો નિખરી જશે.


સંતરા 


સંતરા ખાવામાં, તેનો જ્યૂસ પીવામાં અને તેનો પલ્પ ચહેરા પર લગાવવામાં આ બધાં જ વિકલ્પો ઘણાં જ ફાયદાકારક છે. સંતરાના પલ્પમાં દહીં મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી પણ ત્વચા પર તેની અસર ઘણી જ સારી થાય છે. સંતરાની છાલને સુકવીને તેનો પાવડર બનાવીને પણ તેનો ફેસપેક તરીકે ઉપયોગ કરી શકાય છે.


પપૈયુ 


પપૈયાની એક ચીરી લઈને તેને મસળીને ચહેરા પર લગાવી 10થી 15 મિનિટ રહેવા દેવું, આવું કરવાથી ત્વચા એકદમ સાફ થઈ જશે, નિયમિત ઉપયોગ કરવાથી ડાઘા દૂર થશે અને ચહેરો નિખરી જશે. જો વધુ સારું પરિણામ જોઈતું હોય તો તેમાં એક ચમચી મધ પણ ઉમેરી શકાય.

X
face pack benefits for all skin problems
face pack benefits for all skin problems
face pack benefits for all skin problems
face pack benefits for all skin problems
face pack benefits for all skin problems
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App