ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» આંખોનો રંગ અને આરોગ્ય | Eye Color and Health Status

  આંખોના રંગ પરથી જાણો શરીરની બીમારી

  divyabhaskar.com | Last Modified - Jun 08, 2018, 08:34 PM IST

  આંખના રંગને આધારે કિડની, લિવર, બ્લેડર, કેન્સર જેવાં અન્ય રોગો અંગે પણ માહિતી મળી શકે છે
  • આંખોના રંગ પરથી જાણો શરીરની બીમારી
   આંખોના રંગ પરથી જાણો શરીરની બીમારી

   હેલ્થ ડેસ્કઃ આંખનો રંગ પીળો હોય તો એનિમિયાનો સંકેત છે. તેવી માન્યતા છે. જ્યારે હકીકતમાં આંખના રંગને આધારે કિડની, લિવર, બ્લેડર, કેન્સર જેવાં અન્ય રોગો અંગે પણ માહિતી મળી શકે છે. જેમાં આંખની નીચેના ભાગથી લઈને પાંપણની અંદર સુધીના રંગનો સમાવેશ થાય છે. આંખ નીચે પ્રવાહી જામવાથી એ ભાગ ફૂલી જાય છે, તેને આઇબેગ કહેવાય છે. આઈબેગ એ વાતનો સંકેત છે કે કિડની અને બ્લેડર બરાબર કાર્યરત નથી. પ્રોસ્ટેટની તકલીફ, અંડાશય અને ગર્ભાશયમાં કોઈ પ્રકારની તકલીફ થવાથી પણ આઈબેગ બને છે. ગર્ભાશયમાં ગાંઠ અને કેન્સર થવાથી પણ આઈબેગ બની શકે છે.

   આંખની આસપાસનો રંગ
   જોધપુરની એમ્સ હોસ્પિટલના આઇ સ્પેશિયાલિસ્ટ ડૉ. અરવિંદ મૌર્ય જણાવે છે કે, આંખની આસપાસનો રંગ પણ રોગ અંગે જાણકારી આપે છે. આંખની આસપાસના ભાગનો રંગ ચોખ્ખો અને ત્વચા કોમળ હોય તે સ્વસ્થ હોવાનો સંકેત છે.

   કાળી આંખ : આંખની આસપાસનો રંગ કાળો અને ઘાટ્ટો હોય તો કિડની નબળી હોવાનો સંકેત છે. હિમોગ્લોબિનની ઊણપ હોય તો પણ આમ થઈ શકે છે.
   લાલ રંગ: આંખની આસપાસની ત્વચાનો લાલ રંગ હૃદય પર વધુ દબાણ હોવાને કારણે હોય છે. મહિલાઓમાં પિરિયડમાં અનિયમિતતા થવાનો પણ આ સંકેત છે.
   પર્પલ રંગ : સર્ક્યુલેશન સિસ્ટમ, એક્સ્ક્રટોરી સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરી રહી નથી.

   કયો રંગ અને કઈ બીમારીનો સંકેત
   લાલ આંખ:
   ગરમીમાં એલર્જિક કંજક્ટિવાઇટિસ, કોન્ટેક્ટ લેન્સ, કમ્પ્યૂટર, લેપટોપ અને મોબાઇલનો વધુ પડતો વપરાશ, આંખમાં ઈજા, કોર્નિયલ અલ્સર, ગ્લૂકોમા, ફેક્ટરીના અલગ-અલગ પ્રકારનાં કેમિકલને કારણે આંખનો રંગ લાલ હોઈ શકે છે. વધુ પડતા આલ્કોહોલ અને ખાંડના સેવનથી પણ આંખ લાલ થઈ શકે છે.
   સફેદ આંખ: વારસાગત સફેદ મોતિયો, કોર્નિયલ- ઓપેસિટી, રેટિનોબ્લાસ્ટોમા નામનું કેન્સર ટ્યૂમર. પાંપણની અંદરની બાજુનો રંગ સફેદ થવો, લોહીની ઊણપ અને કોલેસ્ટેરોલ વધવાની નિશાની છે.
   સોનેરી ભૂરી અને પીળી આંખ: વિલ્સન્સ ડિસીઝ, લિવર અને પેન્ક્રિયાઝમાં ગરબડને કારણે પાંપણનો રંગ સોનેરી-ભૂરો થઈ જાય છે. આંખમાં પીળાશ, કમળો, થેલેસેમિયા અને ખોટા બ્લડગ્રૂપનું લોહી ચઢાવવાથી આવે છે.

   શું તમને પણ ઊંઘ ન આવવાની બીમારી છે? તો સારી ઊંઘ માટે કરો આટલું

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આંખોનો રંગ અને આરોગ્ય | Eye Color and Health Status
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `