7 હજારમાંથી એક મહિલાને થાય છે સરપ્રાઇઝ પ્રેગ્નેન્સી, આખરે ક્યા કારણોસર મહિલાઓને ગર્ભાવસ્થા વિશે ખબર નથી પડતી

પીરિયડ્સ આવવા છતાં ગર્ભધારણ કરી લે છે યુવતીઓ અને તેમને ખબર પણ નથી પડતી, જાણો તેની પાછળનું કારણ

Divyabhaskar.com | Updated - Aug 29, 2018, 08:09 PM
Surprise Pregnancy: Why Unplanned Pregnancies Happen

હેલ્થ ડેસ્કઃ કેટલીક મહિલાઓને ખબર જ નથી પડતી કે તે પ્રેગ્નેન્ટ છે. કદાચ આ વાત ઉપર વિશ્વાસ કરવું થોડું મુશ્કેલ લાગે, પરંતુ આ હકીકત છે. નિષ્ણાતોની ભાષમાં તેને ‘સરપ્રાઇઝ પ્રેગ્નેન્સી’ કહેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં 7225 મહિલાઓમાંથી એક મહિલાને ‘સરપ્રાઇઝ પ્રેગ્નેન્સી’ થાય છે. આજે અમે જણાવી રહ્યા છીએ કે આખરે આવું ક્યા કારણોસર થાય છે.

બ્રેકથ્રૂ બ્લીડિંગ (BTB)

પ્રેગ્નેન્સી દરમિયાન એસ્ટ્રોજન હોર્મોનની માત્રા ઓછી થવા પર બ્લીડિંગ થવા લાગે છે. આ બ્લીડિંગના કારણે મહિલાઓને લાગે છે કે તેમના પીરિયડ્સ શરૂ થઈ ગયા છે. તેથી તેઓ સમજી નથી શકતી કે તે પ્રેગ્નેન્ટ છે. ડૉક્ટરોનું કહેવું છે કે ગર્ભનિરોધક ગોળી લેવાના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે.

ગર્ભાશય યૂટ્રસમાં સમસ્યા


કેટલીક મહિલાઓના યૂટ્રસ એટલે કે ગર્ભાશય બાઇકોરનુએટ એટલે કે હાર્ટના આકારના હોય છે. સરળ ભાષામાં કહીએ તો તેમના બે ગર્ભાશય હોય છે જે સેપ્ટમથી વિભાજિત હોય છે. એટલે કે ગર્ભમાં બે ભાગ હોય છે. પ્રેગ્નેન્સી તેમના ગર્ભના એક ભાગમાં હોય છે, જ્યારે બીજા ભાગમાં પીરિયડ્સ શક્ય છે. તેથી પીરિયડ્સ રહેવાના કારણે કેટલીક મહિલાઓને ખબર નથી પડતી કે તે પ્રેગ્નેન્ટ છે.

પ્રેગ્નેન્સી ટેસ્ટ


મોટાભાગની મહિલાઓ ઘર પર જ પ્રેગ્નેન્સી ટેસ્ટ કરે છે. એવામાં ઘણી વખત સાચું રિઝલ્ટ નથી મળી શકતું, પરંતુ જો આ ટેસ્ટ કરતી વખતે હ્મૂમન ક્રોનિક ગોનાડોટ્રોપિનનું લેવલ બેલેન્સમાં ન હોય તો રિઝલ્ટ ખોટું પણ હોય શકે છે. તેથી બ્લડ ટેસ્ટના આધાર પર જ પ્રામાણિકપણે સાબિત થઈ શકે છે કે મહિલા પ્રેગ્નેન્ટ છે કે નહીં.

અનિયમિત પીરિયડ્સ


મહિલા પ્રેગ્નેન્ટ છે કે નહીં, તેના પહેલી વખત પ્રમાણ ત્યારે મળે છે જ્યારે તેના પીરિયડ્સ કોઈ મહિનામાં શરૂ નથી થતા. કેટલીક મહિલાઓમાં તો વધતી ઉંમર અને લાઇફ સ્ટાઇલના કારણે અનિયમિત પીરિયડ્સની પ્રોબ્લેમ હોય છે. તેથી મહિલાઓના પીરિયડ્સ સમય પર નથી આવતા. શક્ય છે કે જ્યારે કોઈ મહિનામાં પીરિયડ્સ સમયસર ન આવે તો તેમને એવું જ લાગે કે આ અનિયમિત પીરિયડ્સના કારણે છે

આ પણ વાંચોઃ- 22 વર્ષની ઉંમરમાં સાયરા બાનોએ 44 વર્ષના દિલીપ કુમાર સાથે કર્યા હતા લગ્ન, ડિપ્રેશન અને અસંતુલિત હોર્મોન્સના લીધે ન બની શક્યા માતા

X
Surprise Pregnancy: Why Unplanned Pregnancies Happen
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App