ઉનાળામાં ટાઈફોઈડથી બચવા બધાં પહેલાં જ જાણી લો આ ઉપાયો અને સાવધાની

ટાઇફોઇડ થાય તો આટલું ધ્યાન ચોક્કસ રાખજો, જાણો લક્ષણો અને બચવાના ઉપાય

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 14, 2018, 10:30 AM
ટાઇફોઇડમાં જો બેદરકારી રાખવામાં આવે તો તે ઘાતક પણ બની શકે છે
ટાઇફોઇડમાં જો બેદરકારી રાખવામાં આવે તો તે ઘાતક પણ બની શકે છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ હવે ઉનાળાની શરૂઆત ઓલમોસ્ટ થઈ ગઈ છે. દિવસે ગરમી લાગવાનું શરૂ થઈ ગયું છે. આ સિઝનમાં જે-તે ખાઈ-પીને તમે રોગોનો શિકાર ન બનો તે માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હાલ મલેરિયા, ડેન્ગ્યૂ, ટાઇફોઇડનો રોગચાળો ફેલાયો છે. ટાઇફોઇડમાં જો બેદરકારી રાખવામાં આવે તો તે ઘાતક પણ બની શકે છે.


શું છે ટાઇફોઇડ


ટાઇફોઇડ એક પ્રકારનો ચેપી રોગ છે, જે અસ્વચ્છ પાણી પીવાથી કે દૂષિત-વાસી ખોરાક ખાવાથી થઇ શકે છે. ખરાબ પાણી પીવાથી તેની અસર આંતરડાને થાય છે અને આંતરડાંમાં ચાંદાં પડે છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં ટાઇફોઇડ સ્વાસ્થ્યને લગતી એક ગંભીર સમસ્યા બની ગઇ છે.


ખાવાપીવામાં બેદરકારીને કારણે થાય છે ટાઇફોઇડ


ટાઇફોઇડને પાણીજન્ય રોગ માનવામાં આવે છે. તે સૌથી વધારે ખાવાપીવાની ખરાબ વસ્તુઓને કારણે થાય છે. આમ જોવા જઇએ તો એ બેક્ટેરિયલ જંતુથી ફેલાય છે. તે જંતુનું નામ સાલ્મોનેલા છે. સાલ્મોનેલા જંતુ ખાસ કરીને ચાર પ્રકારના છે જેમાં સાલ્મોનેલા ટાઇફી સૌથી વધારે ઘાતક છે. સાલ્મોનેલા બેક્ટેરિયા મોં દ્વારા આંતરડામાં પ્રવેશે છે. આંતરડા દ્વારા લોહીમાં ભળીને આખા શરીરમાં ફેલાય છે. પરંતુ ક્યારેક ક્યારેક પિત્તાશયમાં પણ તે જોવા મળે છે.


આગળ વાંચો ટાઇફોઇડ થવાના કારણો, લક્ષણો, નિદાન અને તેનાથી બચવાના ઉપાય.

ટાઇફોઇડને પાણીજન્ય રોગ માનવામાં આવે છે. તે સૌથી વધારે ખાવાપીવાની ખરાબ વસ્તુઓને કારણે થાય છે
ટાઇફોઇડને પાણીજન્ય રોગ માનવામાં આવે છે. તે સૌથી વધારે ખાવાપીવાની ખરાબ વસ્તુઓને કારણે થાય છે

ટાઇફોઇડનું ઇન્ફેક્શન થયા પછી કઈ રીતે ઓળખવું


અમદાવાદના એમ.ડી. ફિઝિશિયન ડો. રાકેશ શર્મા કહે છે, ટાઇફોઇડનું ઇન્ફેક્શન થયા પછી તરત તેની અસર જોવા મળતી નથી. એટલે કે આજે પાણીપૂરી કે બરફ કે પછી કોઇ પણ ખાદ્ય પદાર્થ ખાધો હોય અને એ દ્વારા સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા શરીરમાં પ્રવેશે એ પછી બીજા જ દિવસે તેનાં લક્ષણો દેખાતાં નથી પણ આશરે સાતથી આઠ દિવસ પછી જોવા મળે છે. એની શરૂઆત બેચેની તથા તાવ સાથે થાય છે. ઘણા લોકોને નાકમાંથી લોહી પડે છે. 


તાવ 103 ડિગ્રીથી 106 ડિગ્રી જેટલો રહે છે. જે ઘણા દિવસો સુધી ઊતરવાનું નામ લેતો નથી. તાવમાં વધઘટ થયા કરે છે પણ સામાન્ય થતો નથી. ઘણી વખત ઠંડી પણ લાગે છે. આ સિવાય પેટમાં દુખાવો થવો જેવી અનેક ફરિયાદ રહ્યા કરે છે. 


ટાઇફોઇડની અસર સાતથી ચૌદ દિવસ સુધી રહે છે. ઘણા દર્દીઓમાં તો બે બે મહિનાઓ સુધી તેનાં લક્ષણો દેખાય છે. એ પછી દર્દીની રોગપ્રતિકારક ક્ષમતા પર આધાર રાખે છે. ટાઇફોઇડ સામાન્ય રીતે મોટા કરતાં બાળકોમાં થવાની સંભાવના વધારે છે. 


આગળ વાંચો તમને ટાઇફોઇડ ન થાય તે માટે શું ધ્યાન રાખવું જરૂરી છે.

તાવ 103 ડિગ્રીથી 106 ડિગ્રી જેટલો રહે એટલે ટાઈફોઈડ હોઈ શકે છે.
તાવ 103 ડિગ્રીથી 106 ડિગ્રી જેટલો રહે એટલે ટાઈફોઈડ હોઈ શકે છે.

આટલી સાવધાની રાખો


દર્દીને સખત તાવ રહેતો હોય તો તરત ડોક્ટર પાસે લઈ જઈ ઈલાજ કરાવો


100 ડિગ્રીથી વધુ તાવ રહ્યા કરે તો ડોક્ટરને તરત દેખાડવું


ધ્યાનમાં રાખવા જેવી બાબતો


- ડોક્ટરના સૂચન અનુસાર નિયમિત દવા લેવી જોઇએ. 

- દર્દીએ ઢીલી ખીચડી, ભાત જેવો હલકો ખોરાક ખાવો જોઇએ.


- દર્દીને અલગ રૂમમાં રાખવો જોઇએ અને જે રૂમમાં રાખવામાં આવે તે સ્વચ્છ હોવો જોઇએ. 


- ટાઇફોઇડમાં ધ્યાન આપવામાં ન આવે તો એ ફરી ઊથલો મારી શકે છે.  


- બેદરકારી રાખ‌વામાં આવે તો કમળો, ન્યુમોનિયા, મેનેન્જાઇટિસ, ઓસ્ટિયોમા-ઇલાઇટિસ તથા બેરાશપણાનો શિકાર બનાય છે. 

ટાઇફોઇડ એક પ્રકારનો ચેપી રોગ છે, જે અસ્વચ્છ પાણી પીવાથી કે દૂષિત-વાસી ખોરાક ખાવાથી થઇ શકે છે.
ટાઇફોઇડ એક પ્રકારનો ચેપી રોગ છે, જે અસ્વચ્છ પાણી પીવાથી કે દૂષિત-વાસી ખોરાક ખાવાથી થઇ શકે છે.

ટાઇફોઇડથી બચવા આટલું કરો


-જેની પર માખી બેસતી હોય એ આહાર ખાવાનું ટાળવું.


-ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ રાખવો.


-જમતા પહેલાં અને કુદરતી હજાતે ગયા બાદ સાબુથી સારી રીતે હાથ ધોવા.


- બહારનું જમવાનું અને પાણી પીવાનું ટાળવું જોઇએ. બહારના જ્યૂસ, શેરડીનો રસ, પીણાં કે પાણીપુરી ખાવાનું ટાળવું


- લગ્ન પ્રસંગે જમવું પડે તેમ હોય તો ગરમ ગરમ ખોરાક ખાવો જોઇએ. સલાડ, ચટણી વગેરે ખાવાનું ટાળવું જોઇએ.


- બરફના ગોળા અને બહારની પાણીપૂરી ન ખાવી જોઇએ. 


- વાસી અને ઠંડો થઇ ગયેલો ખોરાક ન લેવો જોઇએ.  


આગળ વાંચો ટાઇફોઇડના લક્ષણો વિશે.

Everybody should Know Causes, remedies of typhoid

જોવા મળતાં લક્ષણો


- ધીરે ધીરે વધતો તાવ
- તાવ સાથે ઠંડી લાગવી
- પેટમાં દુખાવો થવો
- ઝાડા-ઊલટી થવા
- મગજનો તાવ
- ભૂખ ન લાગવી
- માથામાં દુખાવો થવો
- શરીરમાં કળતર થવું
- નબળાઇ લાગવી
- કબજિયાતની ફરિયાદ રહેવી
- પેટ ફૂલી જવું
- ધબકારા ધીમા પડી જવા

Everybody should Know Causes, remedies of typhoid

સામાન્ય લક્ષણ


વોમિટીંગ


કેટલાક કિસ્સામાં સખત ડાયેરિયા અને વોમિટીંગ પણ થતું હોય છે. પાણી ઘટી જવાના કારણે દર્દીને ક્યારેય મુશ્કેલી પડે છે


વિકનેક


કેટલીકવાર દર્દીને સખત વીકનેસ આવી જાય છે. વીકનેસના કારણે ખોરાકમાં પણ લઈ શકાતો નથી


તાવ


આવા કેસમાં દર્દીને સખત તાવ રહેતો હોય છે. જોકે, આ રોગ જીવલેણ નથી પણ આરામની વધુ જરૂરિયાત રહે છે


પેટમાં દુખાવો


દર્દીને આવા કેસમાં પેટમાં દુખાવો પણ સતત રહ્યાં કરે છે. આની સાથે-સાથે તાવ પણ રહે છે


આગળ વાંચો ટાઇફોઇડના નિદાન વિશે.

Everybody should Know Causes, remedies of typhoid

દરેક પ્રકારના તાવમાં અક્સિર ઉપાય


-તુલસીનો રસ 10 ગ્રામ, મરીનું ચૂર્ણ 5 ગ્રામ, અડધી ચમચી મધમાં મેળવીને લેવાથી ટાઇફોઇડના તાવમાં રાહત મળે છે. 


-કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફુદીનાના પાન નાખી ઉકાળી નીચે ઉતારી 10 મિનિટ ઢાંકી રાખીને પછી મધ નાખીને પીવાથી કોઇ પણ જાતનો તાવ મટે છે. 


-લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.


-તુલસીનાં પાન, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઇ તેમાં મધ નાખી લેવાથી ફલૂનો તાવ મટે છે. 


-ગરમ કરેલાં દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી તાવમાં રાહત મળે છે. 


-જીરું વાટીને ચારગણા પાણીમાં રાતે પલા‌ળીને સવારે નરણાકોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે. 


-આદું, લીંબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ, શરદી કે તાવ તેમજ સમગ્ર શરીરમાં થતી કળતર મટે છે. 


-ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. 


-તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મલેરિયાનો તાવ મટે છે.


-સનેપાતના તાવમાં શરીર ઠંડું પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઇના તેલની માલિશ કરવાથી આરામ થાય છે.


-મલેરિયાના તાવમાં વારંવાર ઊલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી ગાળી થોડી થોડી વારે પીવાથી ઊલટી મટે છે.


-મઠ કે મઠની દાળનું સૂપ બનાવીને પીવાથી તાવ મટે છે. એ સૂપમાં લીલી કોથમીર અને સાકર નાખવાથી મોં અથવા ઝાડા દ્વારા પડતું લોહી અટકે છે.


-લીમડો અને તુલસીનો 20 થી 50 મિ.લિ. ઉકાળો કે તુલસીનો 10 ગ્રામ અને આદુનો 5 ગ્રામ રસ પીવાથી મલેરિયામાં ફાયદો છે.

Everybody should Know Causes, remedies of typhoid

ટાઇફોઇડનું નિદાન


ટાઇફોઇડનું નિદાન ડોક્ટર ક્લિનિકલ એક્ઝામિનેશન દ્વારા કરી શકે છે. ટાઇફોઇડના ચોક્કસ નિદાન માટે જરૂર પડે ત્યારે વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં બ્લડ ટેસ્ટ દ્વારા કમ્પ્લિટ બ્લડ કાઉન્ટ કરવામાં આવે છે કારણ કે ઘણા દર્દીઓના વ્હાઇટ સેલ, પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઇ જાય છે. જો એવું થાય તો તેને વધારવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. પાંચથી સાત દિવસ પછી ટાઇફોઇડના જંતુનો વિકાસ થાય ત્યારબાદ તેમાં કઇ દવા ફાયદો કરે છે તે પણ ચકાસવામાં આવે છે. ટાઇફોઇડના લીધે આંતરડાં પર કે લિવર પર કેટલી અસર થઇ છે તે ચકાસવા માટે વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે. ડોક્ટરને જરૂર જણાય તો પેટની સોનોગ્રાફી કરવામાં આવે છે જેમાં લિવરમાં સોજો અને પેટમાં પાણી છે કે કેમ તે જાણી શકાય છે. 


ટાઇફોઇડની સારવારમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય દર્દીને રહેતી ફરિયાદને આધારે દવા આપવામાં આવે છે. 


હવે ટાઇફોઇડ માટે આધુનિક દવાઓ ઉપલબ્ધ છે તેથી તે પહેલાં જેટલો ડેન્જર રહ્યો નથી. પરંતુ દર્દી દ્વારા હલકો ખોરાક લેવામાં ન આવે તો આંતરડાંમાં પડેલાં ચાંદાં ઊંડાં પડતાં જાય છે. જો એ વધી જાય તો આંતરડાંમાં કાણું પડી શકે છે. જે કોમ્પ્લિકેશન ઊભાં કરે છે. હવે ટાઇફોઇડની રસી ઉપલબ્ધ છે, તેથી જન્મજાત બાળકને 6થી 8 અઠવાડિયાનાં અંતરે બે ડોઝ લગાવી શકાય છે. એ પછી બાળક ત્રણ વર્ષનું થાય ત્યારે ફરી એક વખત રસી આપવી જરૂરી છે. ટાઇફોઇડમાં ધ્યાન આપવામાં ન આવે તો તે જીવલેણ સાબિત 
થઇ શકે છે. 


ટાઇફોઇડના કુલ દર્દીઓમાં આશરે 75 ટકા દર્દીઓમાં નાનાં બાળકોનો સમાવેશ થાય છે. દુનિયાભરમાં આશરે બે લાખ જેટલા ટાઇફોઇડના દર્દીઓ મૃત્યુ પામે છે. 

X
ટાઇફોઇડમાં જો બેદરકારી રાખવામાં આવે તો તે ઘાતક પણ બની શકે છેટાઇફોઇડમાં જો બેદરકારી રાખવામાં આવે તો તે ઘાતક પણ બની શકે છે
ટાઇફોઇડને પાણીજન્ય રોગ માનવામાં આવે છે. તે સૌથી વધારે ખાવાપીવાની ખરાબ વસ્તુઓને કારણે થાય છેટાઇફોઇડને પાણીજન્ય રોગ માનવામાં આવે છે. તે સૌથી વધારે ખાવાપીવાની ખરાબ વસ્તુઓને કારણે થાય છે
તાવ 103 ડિગ્રીથી 106 ડિગ્રી જેટલો રહે એટલે ટાઈફોઈડ હોઈ શકે છે.તાવ 103 ડિગ્રીથી 106 ડિગ્રી જેટલો રહે એટલે ટાઈફોઈડ હોઈ શકે છે.
ટાઇફોઇડ એક પ્રકારનો ચેપી રોગ છે, જે અસ્વચ્છ પાણી પીવાથી કે દૂષિત-વાસી ખોરાક ખાવાથી થઇ શકે છે.ટાઇફોઇડ એક પ્રકારનો ચેપી રોગ છે, જે અસ્વચ્છ પાણી પીવાથી કે દૂષિત-વાસી ખોરાક ખાવાથી થઇ શકે છે.
Everybody should Know Causes, remedies of typhoid
Everybody should Know Causes, remedies of typhoid
Everybody should Know Causes, remedies of typhoid
Everybody should Know Causes, remedies of typhoid
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App