Home » Lifestyle » Health » Everybody should do these 6 healthy things before exercise

જીમ જતાં પહેલાં કે કસરત કરતાં પહેલાં આ 6 કામ અવશ્ય કરજો, જાણો કેમ જરૂરી

Divyabhaskar.com | Updated - Mar 02, 2018, 04:55 PM

જીમના સર્વશ્રેષ્ઠ ફાયદા મેળવવા, કસરત પહેલાં આ 6 કામ ચોક્કસ કરવા

  • Everybody should do these 6 healthy things before exercise
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    જીમ જતાં પહેલાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું અને કેટલાક કામ કરવા બહુ જ જરૂરી હોય છે

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ નિયમિત રીતે કસરત કરીને તમે પોતાના શરીરને ફિટ રાખો છો, જેથી તમારું શરીર બીમારીઓથી પણ બચી શકે છે, પરંતુ જો તમે કસરતના સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવવા માગતા હોવ તો માત્ર કસરત કરી લેવી જ પૂરતું નથી, તેના માટે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું અને અમલ કરવું બહુ જ જરૂરી છે.


    કસરત પહેલાં કેટલીક વાતોનું રાખો ધ્યાન


    ખાસ કરી જીમ જતાં પહેલાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું અને કેટલાક કામ કરવા બહુ જ જરૂરી હોય છે. માત્ર જીમ જવાથી ફાયદાઓ મળી જાય એવું નથી, પણ કેટલાક નિયમોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી હોય છે, જેના વિશે મોટાભાગના લોકો જાણતા હોતા નથી. જેથી આજે અમે તમને કેટલાક ખાસ કામ વિશે જણાવીશું જે કસરત કરતાં પહેલાં તમારે કરવા જ જોઈએ.


    આગળ વાંચો 6 કામ વિશે જે જીમ જતાં પહેલાં ભુલ્યા વિના કરવા જ જોઈએ.

  • Everybody should do these 6 healthy things before exercise
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    જીમ ક્યારેય ખાલી પેટ ન જવું જોઈએ
    કંઈક હેલ્ધી ખાવું
     
    જીમમાં કસરત કરવાથી શરીરમાં રહેલી એનર્જી તેમાં ખર્ચ થાય છે. જેથી શરીરમાં એનર્જીનું પ્રમાણ ઘટતું જાય છે. જેથી જીમ ક્યારેય ખાલી પેટ ન જવું જોઈએ અને કંઈક એવું જરૂર ખાવું જોઈએ જેનાથી તમને એનર્જી મળતી રહે. જીમ જતાં પહેલાં હેલ્ધી ફેટ અને પ્રોટીનનું સેવન કરવું પરંતુ ધ્યાન રાખવું કે જરૂરથી વધારે ખાવું નહીં. બર્ન કરેલી કેલરીથી વધારે ખાવું નહીં. જીમ જતાં પહેલાં તમે જે ખાધું હોય એના પછી અડધો કલાક પછી જ કસરત કરવું. જીમ જતાં પહેલાં તમે કેળા, બદામ, પ્રોટીન શેક, એનર્જી બાર, સફરજન અને કોફી પણ પી શકો છો. 
     
    પૂરતું પાણી પીવું
     
    કસરત કરવાથી શરીરમાંથી ઘણો પરસેવો બહાર નીકળે છે અને શરીરમાંથી બહુ પાણી નીકળી જાય છે. જેથી શરીરમાં પાણીની ઉણપ ન થાય અને શરીરને હાઈડ્રેટ રાખવા માટે કસરત કરતાં પહેલાં 2થી 3 ગ્લાસ પાણી ચોક્કસ પીવું જોઈએ. 
  • Everybody should do these 6 healthy things before exercise
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    શરીરને હાઈડ્રેટ રાખવા માટે કસરત કરતાં પહેલાં 2થી 3 ગ્લાસ પાણી ચોક્કસ પીવું જોઈએ

    જોગિંગ


    કસરત શરૂ કરતાં પહેલાં ટ્રેડમિલ પર 5થી 10 મિનિટ જોગિંગ કરવી જોઈએ અને પછી ધીરે-ધીરે આના સમયને વધારતા જવું. આવું એટલે પણ કરવું જરૂરી છે કારણ કે તેનાથી શરીરનું તાપમાન પણ વધે છે, પરંતુ ક્યારેય પણ ટ્રેડમિલ કરીને એકદમથી ભાગવું શરૂ કરી દેવું નહીં. દોડવું બંદ કરતાં પહેલાં પોતાની ગતિ ધીમી કરી લેવી, જેથી હૃદયની ધડકન સામાન્ય થઈ જાય. તમે ગાર્ડનમાં જઈને પણ જોગિંગ કરી શકો છો. 


    વાર્મઅપ કરો


    કસરત શરૂ કરતાં પહેલાં વાર્મઅપ કરવું પણ બહુ જ જરૂરી છે. કેટલા લોકો વાર્મઅપ કર્યા વિના જ સીધું કસરત કરવાનું શરૂ કરી દેતા હોય છે. જે ઘણીવાર નુકસાનકારક સાબિત થઈ શકે છે. કસરત કરતાં પહેલાં શરીરને સમય આપવો બહુ જરૂરી છે. કસરત પહેલાં વાર્મઅપ કરવાથી નર્વ સિસ્ટમને કસરત કરવાની તૈયારી માટે સમય મળી જાય છે અને અચાનક શરીરને તેનું જોર પડતું નથી. જેના કારણે થાક ઓછો લાગે છે અને ઘણી સમસ્યાઓ પણ થતી નથી. કસરત પહેલાં કરવામાં આવતું વાર્મઅપ કસરતની ક્ષમતાને વધારવામાં પણ મદદ કરે છે. 

  • Everybody should do these 6 healthy things before exercise
    કસરત શરૂ કરતાં પહેલાં ટ્રેડમિલ પર 5થી 10 મિનિટ જોગિંગ કરવી જોઈએ અને પછી ધીરે-ધીરે આના સમયને વધારતા જવું
    થોડી માત્રામાં કોફીનું સેવન
     
    સંશોધન પ્રમાણે કસરત પહેલાં થોડી માત્રામાં કેફીન લેવાથી ન માત્ર થાક ઓછો થાય છે પરંતુ સારી રીતે કસરત કરવામાં પણ મદદ મળે છે. આ જ કારણથી કસરત પહેલાં લેવામાં આવતા મોટાભાગના સપ્લીમેન્ટ્સમાં કેફીન હોય છે. એક સંશોધન મુજબ કસરત પહેલાં કોફી પીવાથી 30 ટકાથી વધુ સમય સુધી કસરત કરી શકાય છે. 
     
    સ્ટ્રેચિંગ
     
     
    કસરત પહેલાં અને પછી સ્ટ્રેચિંગ કરવું બહુ જ લાભદાયક હોય થછે. આનાથી માંસપેશીઓમાં લચક આવે છે અને શરીર જેટલું ફ્લેક્સિબલ અને લચીલું હોય છે ફિટનેસ પણ એટલી જ સારી રહે છે. 
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ