Home » Lifestyle » Health » 15 Health benefits of Breast feeding

બ્રેસ્ટ ફીડિંગ વધારે છે બાળકની રોગપ્રતિરોધક ક્ષમતા, જાણો આવા 15 ફાયદા

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 12:08 AM

બાળકના જન્મ બાદ માનું દૂધ બાળક માટે સૌથી ફાયદારૂપ ગણાય છે. બાળકની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. આ દૂધ અમૃત સમાન છે

  • 15 Health benefits of Breast feeding
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ પહેલીવાર માતા બનવાની ખુશી દરેક મહિલાને હોય છે. તેનાથી વધારે ખાસ અનુભવ હોય છે બ્રેસ્ટ ફીડિંગનો. આજકાલ માતાને લાગે છે કે બ્રેસ્ટ ફીડીંગ લાંબો સમય કરાવવાથી તેમના શરીરનો આકાર બદલાઇ જાય છે. તેનું કારણ છે નબળાઇ. સાથે તેમને વારેઘડી બાળકને ફીડ કરાવવાનું પણ મુશ્કેલ લાગે છે. પણ હકીકત તો એ છે કે માતાનું દૂધ બાળક માટે સૌથી વધારે ફાયદો આપે છે. બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ દૂધ અમૃત સમાન છે.

    બાળકોને બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ નહિવત રહે છે. જે મહિલાઓએ બ્રેસ્ટ ફીડિંગ કરાવ્યું નથી તેમને આ શક્યતા વધારે રહે છે. દરેક માતાએ સ્તનપાન કરાવવું જરૂરી છે. તેનાથી બાળક તંદુરસ્ત રહે છે અને સાથે માતાનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

    આજે અમે આપને જણાવી રહ્યા છીએ બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી માતા અને બાળકને થતા ફાયદા વિશે વિગતે...

  • 15 Health benefits of Breast feeding
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    બ્રેસ્ટ મિલ્ક બેક્ટેરિયા મુક્ત અને ફ્રેશ હોવાના કારણે બાળક સેફ રહે છે.

    - આ સૌથી ગુણકારી દૂધ છે તેમાં મળતું પ્રોટીનુ અને એમિનો એસિડ બાળકના ગ્રોથ માટે સારું છે. આ બાળકને કુપોષણનો શિકાર બનતું અટકાવે છે. 
    - બ્રેસ્ટ મિલ્ક બેક્ટેરિયા મુક્ત અને ફ્રેશ હોવાના કારણે બાળક સેફ રહે છે. મા બાળકને દૂધ પીવડાવે છે ત્યારે બાળકને એન્ટી બાયોટિક, દૂધની મદદથી મળે છે. બાળક કોઇ પણ પ્રકારના સંક્રમણથી બચે છે.
    - તેની સાથે સાથે મા અને બાળકની વચ્ચે પ્રેમનો સંબંધ બંધાય છે. તેનાથી નિકટતાનો અહેસાસ વધે છે.
    - બાળકના જન્મ બાદ માના સ્તનથી નિકળતું દૂધ કોલોસ્ટ્રમ કહેવાય છે. તેમાં એન્ટી બાયોટિકનું પ્રમાણ સૌથી વધારે હોય છે. જે બાળકની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. આ સિવાય દૂધ બાળકના આંતરડા અને શ્વસન પ્રક્રિયા મજબૂત કરે છે. 
    - બ્રેસ્ટ મિલ્ક હાડકાં સારા કરીને ગ્રો કરે છે અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 

  • 15 Health benefits of Breast feeding
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આ દૂધ સડેન ઇન્ફેટ ડેથ સિંડ્રોમને ઓછા કરવામાં મદદ કરે છે.

    - આ દૂધ સડેન ઇન્ફેટ ડેથ સિંડ્રોમને ઓછા કરવામાં મદદ કરે છે.
    - જન્મ બાદ બાળકની પ્રારંભિક અવસ્થા નાજુક હોય છે. આ સમયે બ્રેસ્ટ ફીડિંગ સરળતાથી પચે છે. અને કબજિયાતની ફરિયાદ રહેતી નથી.
    - મા માટે તેના ફાયદા અનેક છે. તે પ્રેગનન્સી સમયે વધેલું વજન ધીમે ધીમે ઘટાડે છે.
    - બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી મહિલામાં યુટ્રસનું સંકોચન શરૂ થાય છે. ડિલિવરી બાદ બ્લીડિંગ સારી રીતે થાય છે. મહિલાને બ્રેસ્ટ કેન્સર અને ઓવેરિયન કેન્સરનો ખતરો ઓછો રહે છે.
    - પોસ્ટમોર્ટમ ડિપ્રેશનનો ખતરો માતા માટે ઘટે છે. 

  • 15 Health benefits of Breast feeding
    સ્તનપાન એક વર્ષથી વધારે સમય કરાવવાથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે છે.

    - મોટી ઉંમરે બાળક થયું હોય તો પણ યોગ્ય રીતે સ્તનપાન કરાવવાથી કેન્સર સિવાય ડાયાબિટિસ, સ્થૂળતા અને અસ્થમાની બીમારીઓથી બાળકને બચાવી શકાય છે.
    - સ્તનપાન એક વર્ષથી વધારે સમય કરાવવાથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે છે.
    - જે બાળક 6 મહિના સુધી બ્રેસ્ટ ફીડ પર નિર્ભર રહે છે તેની ઇમ્યુનિટી વધારે રહે છે. 
    - બાળક અતિસક્રિયતાથી વાળા થવાથી બચે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ