ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» Effects Caused By Excessive Mobile Gaming

  વધુ પ્રમાણમાં મોબાઈલમાં ગેમ રમવાથી થાય છે આ 8 ગંભીર નુકસાન, જાણી લો

  Health Desk, Ahmedabad | Last Modified - Jun 08, 2018, 01:00 PM IST

  મોબાઈલમાં ગેમ રમવાથી આપણાં મગજ અને શરીર પર ખરાબ અસર થાય છે
  • વધુ પ્રમાણમાં મોબાઈલમાં ગેમ રમવાથી થાય છે આ 8 ગંભીર નુકસાન, જાણી લો
   વધુ પ્રમાણમાં મોબાઈલમાં ગેમ રમવાથી થાય છે આ 8 ગંભીર નુકસાન, જાણી લો


   હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ બધાં ફ્રી ટાઈમમાં મોબાઈલમાં ગેમ્સ રમવા લાગી જાય છે. ડ્રેગન, ડોન, રેસિંગ, ફાઈટિંગ આ બધી ગેમ્સ તમને હકીકતથી દૂર લઈ જાય છે. પણ ગેમ્સ પાછળ કલાકો વિતાવતા લોકો નહીં જાણતાં હોય કે તેની આપણાં મગજ અને શરીર પર કેવી ખરાબ અસર થાય છે. બહુ વધારે ગેમ્સ રમનાર લોકોને ઘણીવાર ખેંચ પણ આવી જાય છે. જાણો નુકસાન.


   કલાકો સુધી મોબાઈલમાં ગેમ્સ રમવાથી થતી આડઅસરો


   ઓબેસિટી


   એક જ જગ્યાએ મૂવમેન્ટ વિના બેસી રહેવાથી કે જમતી વખતે ગેમમાં ધ્યાન રાખવાથી કેટલું ખવાય જાય તેની ખબર પડતી નથી. જેના કારણે ઓવરઈટિંગ થાય છે વજન વધે છે.


   અનિદ્રા


   વધુ ગેમ્સ રમવાથી બ્રેન લાંબા સમય સુધી એક્ટિવ રહે છે. જેના કારણે ઉંઘ ન આવવાની પ્રોબ્લેમ જેમ કે ઈન્સોમ્નિયા, ઓપ્નિયા થવાની સંભાવના વધી જાય છે.


   માઈગ્રેન


   સતત લાઈટ અને સાઉન્ડના સંપર્કમાં રહેવાથી માથાનો દુખાવો શરૂ થઈ જાય છે અને ધીરે-ધીરે તે માઈગ્રેનનું રૂપ લઈ લે છે. વધુ સમય સુધી આંખો પર પ્રેશર રહેવાથી આ પ્રોબ્લેમ થઈ શકે છે.


   પીઠમાં દર્દ


   એક જ પોઝિશનમાં કલાકો બેસી રહેવાથી મૂવમેન્ટની કમીને કારણે બોડી અકળાઈ જાય છે અને પીઠમાં દર્દ થવા લાગે છે.


   મસલ્સ પેઈન


   કલાકો સુધી મોબાઈલ પર ગેમ રમવાથી મસલ્સમાં પેઈન થવા લાગે છે ખાસ કરીને ખભામાં અને એક જ જેવા પોશ્ચરમાં હાથ રાખવાથી ખભાનું ડિસલોકેશન પણ થઈ શકે છે.


   ખેંચ


   એક સ્ટડી મુજબ વધુ ગેમ્સ રમવાથી સ્ટ્રેસ વધે છે જેના કારણે લોકોમાં ખેંચની પ્રોબ્લેમ પણ થઈ શકે છે.


   ફોકસમાં ઘટાડો


   જે લોકો લાંબા સમય સુધી મોબાઈલમાં ગેમ્સ રમે છે તેમની ફોકસ ક્ષમતા ઘટે છે. એક દિવસમાં 2 કલાકથી વધુ ગેમ રમવાથી આ પ્રોબ્લેમ વધે છે.


   આંખો પર અસર


   મોબાઈલ સ્ક્રીનને કલાકો સુધી સતત જોવાથી આંખો નીચે ડાર્ક સર્કલ વધે છે અને આ પોશ્ચરમાં બેસી રહેવાથી ખભા ઝુકી જાય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Effects Caused By Excessive Mobile Gaming
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `