તેલ-મસાલાવાળા ખોરાક ખાવાથી થતી પેટની બળતરામાં આરામ અપાવશે વરિયાળી, ગાજર અને ફુદીનાનો જ્યૂસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 

હેલ્થ ડેસ્કઃ વધુ પડતા તેલ-મસાલાવાળા ખોરાક ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. આ પ્રકારના ખોરાકની સીધી અસર આપણાં પાચન-તંત્ર ઉપર થાય છે. વધુ ઓઈલી ફૂડને કારણે એસિડિટી, ફૂડ એલર્જી, ફૂડ પોઇઝનિંગ, ડાયરિયા અને પેટમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. જોકે, પેટમાં બળતરાના અનેક કારણો હોઈ શકે છે. પેટમાં થતી બળતરામાં કેટલાક હેલ્ધી ડ્રિંક કારગર સાબિત થાય છે. શંકરસિંહ વાઘેલા બાપુ આયુર્વેદિક હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મયુર પટેલ જણાવી રહ્યા છે કેટલાંક એવા ડ્રિંક વિશે જેનાથી પેટની બળતરા શાંત થઈ શકે છે.

 

વરિયાળી


નિયમિતપણે વરિયાળી ખાવાથી પેટ અને કબજિયાતની ફરિયાદ દૂર કરી શકાય છે. તેના માટે વરિયાળીને સાકરની સાથે વાટીને ચૂરણ બનાવી લો અને આશરે 5 ગ્રામ ચૂરણ સૂતી વખતે નવશેકા પાણીની સાથે લો. તેનાથી ગેસ, કબજિયાત અને પેટમાં બળતરાની સમસ્યા દૂર થાય છે. આ સિવાય તમે વરિયાળીનું પાણી પણ પી શકો છો.

 

ગાજરનો જ્યૂસ


ગાજરનો જ્યૂસ માત્ર શરીર માટે જ ફાયદાકારક નથી પરંતુ તેને પીવાથી પેટમાં થતી બળતરા પણ ઓછી થાય છે. તેના માટે ગાજર અને ફુદીનાને મિક્સ કરીને તેનો રસ પીવાથી આરામ મળશે.

 

બીટનો જ્યૂસ


બીટના જ્યૂસમાં રહેલા એન્ટિ-ઓક્સિડેન્ટ્સ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેને પીવાથી પેટમાં થતી બળતરામાં આરામ મળે છે.

 

પાલકનો જ્યૂસ


આ જ્યૂસમાં પોષક તત્વો હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે. પેટને ઠંડક પહોંચાડવા માટે પાલક, સેલેરી અને ફુદીનાના પાનને મિક્સ કરીને જ્યૂસ બનાવો અને દિવસમાં 2 વખત તેનું સેવન કરો. પેટમાં થતી બળતરામાં આરામ મળશે.

 

ફુદીનાનો જ્યૂસ


ફુદીનામાં મેન્થોલ હોય છે, જે શરીરને ઠંડક આપે છે. ફુદીનાનો જ્યૂસ પેટમાં થતી બળતરાને શાંત કરવા માટે ફાયદાકારક હોય છે. તેને બનાવવા માટે ફુદીનાને વાટીને તેનો રસ કાઢી લો. પછી તેમાં મધ તથા લીંબુ મિક્સ કરીને પીવો. તેનાથી પેટની બળતરા અને ઉબકા આવવાની સમસ્યામાં આરામ મળશે.

 

આ પણ વાંચોઃ- માથામાં જ નહીં પેટમાં પણ થઈ શકે છે માઇગ્રેનનો દુઃખાવો, થાક-આળસ અને ભૂખ ના લાગવી છે મુખ્ય લક્ષણો