વાળને રાખવા છે હેલ્ધી, દરરોજ ખાવો આમાંથી 1 ફૂડ

જે અમે વાળને હેલ્ધી રાખતા એવા જ પાંચ ફૂડ અંગે જણાવી રહ્યાં છીએ.

divyabhaskar.com | Updated - Feb 06, 2018, 03:02 PM
Eat These 5 Food for Healthy Hair

યુટિલિટી ડેસ્કઃ વાળ ખરવા, વાળ તૂટી જવા અથવા તો વાળ આછા થઇ જવા એ આજના સમયની સૌથી મોટી અને કોમન સમસ્યામાની એક છે. બદલાતી જીવનશૈલી, તણાવભર્યુ વાતાવરણ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે વાળ ખરી રહ્યાં છે. ત્યારે આપણે એ પ્રકારના ફૂડ લેવા જોઇએ કે જે વાળને હેલ્ધી બનાવે. ઘણી વાર એ પ્રકારના ફૂડ આપણી આસપાસ જ હોય છે, પરંતુ આપણે તે વાળ માટે કેટલાક ફાયદાકરક છે તે જાણતા નથી હોતા અને આપણે તેનું સેવન કરતા નથી. આજે અમે વાળને હેલ્ધી રાખતા એવા જ પાંચ ફૂડ અંગે જણાવી રહ્યાં છીએ. જેનું નિયમિતપણે સેવન કરવાથી વાળ હેલ્ધી બની શકે છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો વાળને હેલ્ધી રાખવા માટે કયા પાંચ પ્રકારના ફૂડ લઇ શકાય

Eat These 5 Food for Healthy Hair

લીલી ભાજી

સ્વિસ ચાર્ડ, પાલકની ભાજી, બ્રૂસલી, ગોબી સહિતની લીલી ભાજીમાં વિટામીન એ અને સી હોય છે. આપણા વાળ માટે જરૂરી નેચરલ કન્ડિશનર અને ઓઇલી ચીકાસને ઉત્પન્ન કરવા માટે શરીરના આ પ્રકારના વિટામીનની જરૂર હોય છે. 

Eat These 5 Food for Healthy Hair

કઠોળ અને વાલ

કઠોળ અને વાલમાં અનેક પ્રકારના પ્રોટિન હોય છે, જે વાળનો ગ્રોથ કરવામાં ફાયદાકારક છે. આ ઉપરાંત તેમાં આયર્ન, બિયોટિન અને ઝિંક પણ હોય છે. જે પ્રકારે નટ્સનો ઉપયોગ આપણે દરરોજ કરીએ છીએ તેવી જ રીતે કઠોળનો ઉપયોગ પણ કરવો જોઇએ. 

Eat These 5 Food for Healthy Hair

નટ્સ

નટ્સમાં અનેક પ્રકારના વિટામીન્સ અને મિનરલ્સ મળી આવે છે, જે આપણા સ્કલ્પને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. બ્રાઝિલ નટ્સમાં સેલેનિયમ મળી આવે છે. વોલનટ્સમાં ઓમેગા 3 ફેટ્ટી એસિડ, આલ્ફા લિનોલેનિક એસિડ હોય છે, જે વાળના કન્ડિશનિંગમાં મદદ કરે છે.

Eat These 5 Food for Healthy Hair

ઇંડા

ઇંડામાં પ્રોટિન સારી માત્રામાં હોય છે, જે ડ્રાય, નબળા અને તૂટેલા વાળને સરખા કરવામાં મદદ કરે છે. આ માટે તમે ઓર્ગેનિક, ઓમેગા 3 ફોર્ટિફાઇડ ઇંડાનો ઉપયોગ કરી શકો છો.

X
Eat These 5 Food for Healthy Hair
Eat These 5 Food for Healthy Hair
Eat These 5 Food for Healthy Hair
Eat These 5 Food for Healthy Hair
Eat These 5 Food for Healthy Hair
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App