શરીરને સુડોળ અને ફિટ રાખવા માટે, ડાયટના આ 4 નિયમ ફોલો કરવા છે જરૂરી

સુડોળ શરીર પામવા માટે ડાયટના આ 4 નિયમો અનુસરવા છે જરૂરી

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 04:04 PM
Eat More And Reduce Weight rules

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ લોકો વજન ઘટાડવા માટે ઘણાં પ્રયત્નો કરતાં રહે છે અને ખાવાની કેટલીક વસ્તુઓનું સેવન પણ બંધ કરી દે છે તેમ છતાં વજન ઘટતું નથી. એક્સપર્ટ્સનું એવું માનવું છે કે વજન ઓછું કરવા માટે ખાવા-પીવાની વસ્તુઓ બંધ કરવાની જરૂર નથી. બસ હેલ્ધી ડાયટ અને ડાયટના કેટલાક નિયમો ફોલો કરવાની જરૂરી છે. તો આજે જાણી લો એવા 4 નિયમો વિશે.


1- ખૂબ ખાઓ પાનવાળી શાકભાજીઓ


વજન ઘટાડવામાં ફાઈબર સૌથી જરૂરી હોય છે. કોબીજ, કાકડી અને લીલા પાનવાળી શાકભાજીઓમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જ્યારે કેલરી બહુ ઓછી હોય છે. કેટલાક રિસર્ચમાં આ વાત સાબિત થઈ ચુકી છે કે ફાઈબરવાળી ડાયટમાં આપણે ખાઈ શકીએ છીએ. આ રીતે આવી ડાયટમાં આપણું પેટ ભરેલું રહે છે અને જેથી કેલરી ઓછી શરીરમાં જાય છે અને આપણું વજન કંટ્રોલમાં રહે છે.


આગળ વાંચો અન્ય 3 સરળ નિયમ વિશે.

Eat More And Reduce Weight rules

2-પાણીવાળા ફળોનું સેવન વધુ કરો


તરબૂચ, સ્ટ્રોબેરી, ટેટી જેવા ફ્રૂટ્સમાં પાણીની માત્રા વધારે હોય છે અને કેલરીની માત્રા ઓછી હોય છે. જેથી આવા ફળો ખાવાથી પેટ ભરેલું રહે છે અને કેલરી ઓછી હોવાને કારણે વજન વધશે એની ચિંતા પણ રહેતી નથી. બ્રેકફાસ્ટમાં આ ફળોને સામેલ કરવા જોઈએ. જો લંચમાં પણ તમે આ ફળોનું સેવન કરશો તો સારું રિઝલ્ટ મળશે.

Eat More And Reduce Weight rules

3-બ્રેકફાસ્ટ ચોક્કસ કરવું


જે લોકો વજન ઓછું કરીને ફિટ અને સુડોળ શરીર મેળવવા માગે છે તેમણે ક્યારેય બ્રેકફાસ્ટ સ્કિપ ન કરવું જોઈએ. આવા લોકો માટે હેલ્ધી બ્રેકફાસ્ટ કરવું બહુ જ જરૂરી છે. બ્રેકફાસ્ટ કરવાથી લંચમાં વધુ પડતું ખાવાથી બચી જઈએ છીએ, આ વર્ષે ઓરેગોન સ્ટેટ યૂનિવર્સિટીમાં કરવામાં આવેલા સંશોધનમાં આ વાત જાણવા મળી છે કે જે લોકો સમયસર બ્રેકફાસ્ટ કરી લે છે તેમનું વજન હમેશાં કંટ્રોલમાં રહે છે. 

Eat More And Reduce Weight rules

4- ડિનર છોડવું નહીં


કેટલાક લોકો વજન કાબૂમાં રાખવા માટે ઘણીવાર ડિનર કરતાં નથી, પરંતુ આ એકદમ ખોટું છે. જો તમે રાતે ખાવાનું નહીં ખાઓ તો તમે બીજા દિવસે બ્રેકફાસ્ટ વધુ કરશો અથવા બીજા દિવસે તમને વધારે ખાવાની ઈચ્છા થશે. આ રીતે તમે તમારા શરીરને ફિટ નહીં રાખી શકો. ડિનરમાં હમેશાં હળવો ખોરાક જ લેવો જોઈએ અને સૂવાના બે કલાક પહેલાં ભોજન કરી જ લેવું જોઈએ.

X
Eat More And Reduce Weight rules
Eat More And Reduce Weight rules
Eat More And Reduce Weight rules
Eat More And Reduce Weight rules
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App