Winter Workout / સરળ વર્કઆઉટ પથારી પર જ કરો, કમર દર્દ દૂર કરી પેટના મસલ્સને મજબૂત બનાવે છે

Easy workout and exercise suitable to winter
X
Easy workout and exercise suitable to winter

divyabhaskar.com

Dec 29, 2018, 06:08 PM IST

હેલ્થ ડેસ્ક: ઠંડીના દિવસોમાં મોટાભાગના લોકો કસરત માટે સમય કાઢતા નથી. તેવા લોકો માટે કેટલીક હળવી કસરતો છે જે પથારી પર જ સૂઈને કરી શકાય છે. તેનાથી પેટના મસલ્સ મજબૂત થાય છે અને આખા દિવસ માટેની ઊર્જા પણ બનેલી રહે છે. આ કસરતો લોઅર બેકમાં દુઃખાવો થતું હોવાની ફરિયાદ કરતા લોકોને રાહત આપનારી છે અને સ્ટ્રેચિંગમાં પણ મદદ કરે છે. 


1

કાતર ચલાવવી

કાતર ચલાવવી
પીઠના ટેકા પર સુઈ જાઓ અને બંને પગ સીધા રાખો. બંને હાથોને કમરની બાજુમાં સીધા રાખો. હવે એક પગ ઉપરની બાજુએ લઇ જાઓ અને થોડી સેકન્ડસ તે જ સ્થિતિમાં રહેવા દો. બીજો પગ વાંકો ન થાય તેનું ધ્યાન રાખો. પછી બીજો પગ ઉપરની બાજુએ લઇ જતા પહેલા પગને નીચેની બાજુએ લઈને આવો. આ પ્રક્રિયા કાતરની જેમ થશે. લગભગ 20 વાર રિપીટ કરો. ધીમે-ધીમે તેની સ્પીડ વધારો.
2

લેગ લિફ્ટ

લેગ લિફ્ટ
જમણી બાજુ બેન્ડ રહીને સુઈ જાઓ અને જમણો પગ થોડો વાળી લો. માથાને જમણા હાથની મદદથી ઉપાડો. ડાબો પગ સીધો રાખો અને ડાબો હાથ જમીન પર રાખો. હવે ડાબો પગ પહેલા ઉપરની બાજુ સીધો લઇ જાવ. પછી નીચેની તરફ લાવતા છાતી તરફ બેન્ડ કરો. તેને 30 સેકન્ડ સુધી રિપીટ કરો. આ પ્રક્રિયા ડાબી બાજુએ સૂઈને રિપીટ કરો.
3

બાઇસિકલ ક્રંચ

બાઇસિકલ ક્રંચ
પીઠના ટેકે પથારી પર સુઈ જાઓ અને બંને હાથોને માથા નીચે રાખો. હવે જમણા પગને છાતી પાસે લઇ આવો જયારે ડાબા પગને સીધો રાખો. શરીરના ઉપરના ભાગને ફેરવતા જમણા હાથની કોણીથી ડાબા પગના ઘૂંટણને અડવાનો પ્રયત્ન કરો. આ જ પ્રક્રિયા બીજી તરફથી પણ રિપીટ કરો. આ કસરતને 1-1 મિનિટ માટે 3 વાર કરો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી