ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» પ્રેગ્નેન્સી પછી પેટ પર ચરબીના થર જામી ગયા હોય તો કરો આ એક્સરસાઇઝ । How To Lose Post Pregnancy Belly Fat After Delivery

  પ્રેગ્નેન્સી પછી પેટ પર ચરબીના થર જામી ગયા હોય તો કરો આ એક્સરસાઇઝ

  Divyabhaskar.com | Last Modified - Jun 08, 2018, 08:17 PM IST

  બાળકના જન્મ પછી 6થી 8 મહિના સુધી જો પેટ પર જમા થયેલી ચરબી ઓછી ન થતી હોય તો એક્સરસાઇઝની મદદથી પેટની ચરબી ઘટાડી શકાય છે.
  • પ્રેગ્નેન્સી પછી પેટ પર ચરબીના થર જામી ગયા હોય તો કરો આ એક્સરસાઇઝ
   પ્રેગ્નેન્સી પછી પેટ પર ચરબીના થર જામી ગયા હોય તો કરો આ એક્સરસાઇઝ

   હેલ્થ ડેસ્કઃ બાળકના જન્મ પછી 6થી 8 મહિના સુધી જો પેટ પર જમા થયેલી ચરબી ઓછી ન થતી હોય તો એક્સરસાઇઝની મદદથી પેટની ચરબી ઘટાડી શકાય છે. આ સરળ એક્સરસાઇઝ કરીને મહિલાઓ પ્રેગ્નેન્સી પછી ફરીથી ફ્લેટ બેલી મેળવી શકે છે. જોકે, પ્રેગ્નેન્સી પછી મહિલાઓ શારીરિકપણે ખૂબ જ નબળાઈ મહેસુસ કરતી હોય છે એટલે આ તમામ એક્સરસાઇઝ ડોક્ટરની સલાહ લીધા પછી જ શરૂ કરવી.

   બ્રીધિંગ એક્સરસાઇઝ

   પેટ પર જમા એક્સ્ટ્રા ચરબીને ઘટાડવા માટે આ એક્સરસાઇઝ ખૂબ ફાયદાકારક છે. તેને કરવા માટે પીઠના બળ પર સૂઈ જાઓ અને ઘૂંટણને વાળી લો. હવે ઊંડા શ્વાસ લો અને જ્યારે તમે શ્વાસ છોડો તો પેટ અને પેલ્વિક એરિયાને ટાઇટ કરી લો. તેના પછી તમારા નીચેના ભાગને ઉપરની તરફ ઉઠાવો. થોડી વાર આ સ્થિતિમાં રહ્યા પછી સામાન્ય સ્થિતિમાં પાછા આવી જાઓ. આ એક્સરસાઇઝની સાથે લોઅર ટમી એક્સરસાઇઝ કરવી પણ તમારા માટે ફાયદાકારક હોય છે.

   સીઝર કિક્સ

   ડિલીવરી પછી પેટની ચરબી ઘટાડવાની આ બેસ્ટ એક્સરસાઇઝ છે. તેને કરવા માટે સૌથી પહેલા પીઠના બળ પર જમીનમાં સૂઈ જાઓ. હવે બંને હાથને હિપ્સની નીચે રાખો. હવે એક પગ જમીનથી આશરે 10 ઇંચ ઊંચો ઉઠાવો અને ધીમે-ધીમે પાછા નીચે લઈ જાઓ. તેના પછી બીજા પગથી આ પ્રક્રિયા કરો. આ એક્સરસાઇઝને નિયમિતપણે કરવાથી પેટની ચરબી જલ્દી જ દૂર થશે.

   બેસિક સ્ટ્રેચિંગ

   પ્રેગ્નેન્સી પછી શરીર ખૂબ નબળું થઈ જાય છે. એવામાં ખૂબ હેવી એક્સરસાઇઝ કરવાથી બચવું જોઈએ. બેસિક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી આ સમયે ફાયદાકારક છે. તેનાથી શરીરની માંસપેશીઓ વધુ ફ્લેક્સિબલ થાય છે. શરીરના ઉપરના ભાગ માટે કેટલાક આસન, ટ્વિસ્ટિંગ એક્સરસાઇઝ પણ કરી શકાય છે. શરૂઆતમાં એવી એક્સરસાઇઝ કરો જેનાથી તમે ખુદને એક્ટિવ અને એનર્જેટિક રાખી શકો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પ્રેગ્નેન્સી પછી પેટ પર ચરબીના થર જામી ગયા હોય તો કરો આ એક્સરસાઇઝ । How To Lose Post Pregnancy Belly Fat After Delivery
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `