હેલ્થ ડેસ્કઃ તમે પૂરતી ઊંઘ લો છો, ખાવાની કોઈ કુટેવો નથી, મોંઘી આઇ ક્રીમ પણ લગાવો છો, તેમ છતાં પણ ડાર્ક સર્કલ્સની સમસ્યા છે? તેનો અર્થ છે કે કંઈક તો ગડબડ છે. ડાર્ક સર્કલ્સ કેટલાય કારણોથી થાય છે. આ વારસાગત પણ હોય શકે છે અથવા સ્ટ્રેસના કારણે પણ થઈ શકે છે.
તમે મેકઅપના માધ્યમથી સરળતાથી પોતાના ડાર્ક સર્કલ્સ કવર કરી શકો છો. સેન્ડબેગિંગ ટ્રાય કરો અથવા એક કંસીલર ખરીદો, પરંતુ ડાર્ક સર્કલ્સથી કાયમી છુટકારો મેળવવા માટે તમારે આ નુસખો ટ્રાય કરવો જોઈએ. પાર્સ્લે (સુંગધી પાનવાળી એક વિલાયતી વનસ્પતિ) વિટામિન C અને Kથી ભરપૂર હોય છે, જે સ્કિનને બ્રાઇટ કરવાની સાથે-સાથે આંખોના સોજા પણ ઓછા કરે છે. થોડા જ સપ્તાહમાં તમને તેનું સારું રિઝલ્ટ દેખાવા લાગશે.
તમને તેના માટે જોઈએ
1. એક મુઠ્ઠી પાર્સ્લે
2. એક બાઉલ, છરી અને ચમચી
3. એક મોટો ચમચો ગરમ પાણી અથવા દહીં
4. બે કોટન મેકઅપ પેડ્સ
ફ્રેશ પાર્સ્લેને સમારી લો અને તેને એક બાઉલમાં નાખો. તેના પાનને ચમચાથી દબાવો અને તેનો જ્યૂસ કાઢી લો. પછી તેમાં એક મોટો ચમચો ગરમ પાણી અથવા દહીં નાખી મિક્સ કરી લો. મેકઅપ પેડ્સને જ્યૂસમાં પલાળી તમારી આંખો પર 10 મિનિટ સુધી રાખો. આવું સપ્તાહમાં બે વખત કરો. એક જ મહિનામાં તમને ઘણો ફેર દેખાવા લાગશે.
આ પણ વાંચોઃ- હળદર, બટાકા અને લીંબુના રસ સહિત 8 વસ્તુઓથી દૂર થશે અંડરઆર્મ્સની કાળાશ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.