તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કિન સેન્સિટિવ હોય તો ન કરવો ચહેરા પર સ્ક્રબનો ઉપયોગ, ઘરે બનાવેલા ફેસપેકનો કરી શકો છો યૂઝ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ ચોમાસામાં સ્કિનની ચમક ખોવાઇ જાય છે અને તે ડલ દેખાવા લાગે છે. કારણ કે આ સિઝનમાં વધુ પરસેવો આવતો હોય છે, જેનાથી સ્કિન પર ઓઇલ જમા થઈ જાય છે. જો સ્કિન ઓઇલી હોય તો બ્લેકહેડ્સ અને પિંપલ્સની શક્યતા વધી જાય છે એટલે સ્કિનના છિદ્રોને ઓઇલ ફ્રી રાખવા માટે આ સિઝનમાં સ્ક્રબ ફાયદાકારક હોય છે. સ્ક્રબથી સ્કિનની ટેનિંગ અને ડેડ સ્કિન સેલ્સ નીકળી જાય છે. તેનાથી પિગમેન્ટેશન પણ દૂર થાય છે. સ્ક્રબના ઉપયોગથી સ્કિન ગ્લોઇંગ બને છે અને બ્લેકહેડ્સથી પણ બચી શકાય છે. આ સિઝનમાં સપ્તાહમાં એકથી બે વખત ચહેરા પર સ્ક્રબનો ઉપયોગ કરવો જોઈએ. જો સ્કિન સેન્સિટિવ છે અને પિંપલ્સ વધુ થાય છે તો સ્ક્રબનો ઉપયોગ ન કરવો. ફેસપેક પણ સ્કિનના ડેડ સેલ્સને કાઢીને તેને ગ્લોઇંગ બનાવે છે. બ્યુટી એક્સપર્ટ શહેનાઝ હુસૈન પાસે જાણો ઘર પર કેવી રીતે બનાવી શકાય છે સ્ક્રબ અને ફેસપેક.

 

ચોમાસામાં આ રીતે ઘરે બનાવો ફેસિયલ સ્ક્રબ અને પેક

 

- લીંબુનો રસ અને ખાંડ બેસ્ટ સ્ક્રબ છે. તેને પહેલા હાથ પર ટ્રાય કરો. ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરો. પછી તેને સ્કિન પર ઘસો અને પાણીથી ધોઈ નાખો. જો તેનાથી તમને રેશિઝ ન થતા હોય તો તમે તેનો ઉપયોગ ચહેરા પર પણ કરી શકો છો. તેનાથી ટેનિંગ પ્રોબ્લેમ પણ દૂર થાય છે.

 

- એક ચમચી વાટેલી બદામ, મધ, ઇંડાનો સફેદ ભાગ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવી 15-20 મિનિટ માટે રહેવા દો. દૂધ અથવા પાણીથી ભીનું કરો અને ચહેરાને સ્ક્રબ કરો.

 

- પાકેલાં પપૈયામાં એન્ઝાઇમ હોય છે, જે સ્કિનના ડેડ સેલ્સ કાઢી તેને સાફ અને ગ્લોઇંગ બનાવે છે. પપૈયામાં જવ અને દહીં મિક્સ કરો. ચહેરા પર લગાવી હળવા હાથે રબ કરી પાણીથી ધોઈ નાખો.

 

- ગ્રીન ટીના પાનનો પાઉડર લઈને દહીં અને એલોવેરા જેલની સાથે મિક્સ કરો. ચહેરા અને ગરદન પર લગાવી થોડી વાર રહેવા દો. હળવા હાથે રબ કરી પાણીથી ધોઈ નાખો.

 

 

આ પણ વાંચોઃ- ડાર્ક સર્કલ્સથી ગ્લોઇંગ સ્કિન સુધી બધા માટે બેસ્ટ છે કોફી પાઉડર, માત્ર 1 ચમચીના ઉપયોગથી દેખાશે અસર