ગળામાં ખારાશ, સોજો, કાકડાની સમસ્યા રહે છે? તો આ ઘરેલૂ નુસખા અજમાવો

મોટાભાગના લોકોને થાય છે ગળામાં દુખાવો અને સોજાની પ્રોબ્લેમ, કરો આ ઉપાય

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 30, 2018, 05:36 PM
easy home remedies for Throat problems

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ ગળા સંબંધી સમસ્યાઓ મોટાભાગના લોકોને સતાવતી હોય છે. ગળામાં થતી સમસ્યા સિઝનલ ન હોઈને કોઈ મોટી બીમારી પણ હોઈ શકે છે કારણ કે કેટલીક સિઝનમાં બેક્ટેરિયા અને વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે.

ગળામાં થતી તકલીફો

-ગળામાં દુખાવો થવો

-ગળામાં સોજો

-કાકડાની સમસ્યા

-ગળામાં ખારાશ

-અવાજ બેસી જવો

-ખાવાનું ખાવામાં પરેશાની થવી

આગળ વાંચો ગળાની અલગ-અલગ સમસ્યાઓ માટે સરળ ઘરેલૂ ઉપચાર વિશે.

easy home remedies for Throat problems

આ રીતે સ્વસ્થ રાખો ગળું
 

આયુર્વેદમાં આદુ અને મધ બન્નેને શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે અને અનેક ઔષધીઓ બનાવવામાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ પણ કરવામાં આવે છે. આ બન્ને વસ્તુઓનું સેવન અનેક બીમારીઓનો સામનો કરી શકે છે. આના સેવનથી શરદીમાં ઉધરસમાં ફાયદો થાય છે અને શ્વસન પ્રક્રિયા યોગ્ય રહે છે. 100 ગ્રામ આદુને પીસી લેવું, તેમાં 2 કે 3 ચમચી મધ મિક્ષ કરી લેવું, આ પેસ્ટને દિવસમાં બે વાર બે-બે ચમચી સેવન કરો. છાતી અને ગળામાં જામેલો કફ છુટો પડશે અને અને ગળું પણ સ્વસ્થ અને સાફ રહેશે. 


કાકડા 


- દિવસમાં બે-ત્રણ વાર મીઠાના પાણીના કોગળા કરવાથી કાકડામાં લાભ થાય છે.


- બે ગ્રામ ફુલાવેલી ફટકડી ૧૨૫ ગ્રામ ગરમ પાણીમાં નાખી કોગળા કરવાથી કાકડા વધ્યા હોય તેમાં લાભ થાય છે.


ગળાનો દુ:ખાવો 


-લીંબુનો રસ પીવાથી ગળાની પીડા મટે છે.


-ગળામાં બળતરા કે દુખાવામાં એક ચમચો મધ, એક લીંબુનો રસ અને લાલ મરચાંનો થોડો પાઉડર દિવસમાં બેત્રણ વાર લેવાથી લાભ થાય છે.


-કોઈ રોગ ન હોય પણ વધુ શ્રમને કારણે ગળું દુખતું હોય તો સૂકા ધાણા ચાવતા રહી મોંમાં ઉત્પન્ન થતો રસ ધીમે ધીમે ગળા નીચે ઉતારતા રહેવાથી લાભ થાય છે.  


ગળાનો સોજો


-કેળાંની છાલ ગળા ઉપર બહાર બાંધવાથી ગળાનો સોજો મટે છે.


-અજમાનો ઉકાળો અથવા પાણી સાથે અજમાનું બારીક ચુર્ણ દિવસમાં ચારેક વખત નિયમિત પીવાથી ગળાનો સોજો મટે છે.


ગળું બેસી જવું 


ગળું બેસી જાય ત્યારે આદુના નાના નાના ટુકડા કરી મોંમાં રાખી ચુસીને રસ ગળા નીચે હળવે હળવે ઉતારતા રહેવું.


ગળું સાફ રાખવા  


ડુંગળીનું કચુંબર જીરું અને સિંધવ નાખી ખાવાથી ગળું સાફ રહે છે, કફની ખરેટી બાઝતી નથી અને પેટમાંનાં ઝેરી તત્વોનો નાશ થાય છે.

X
easy home remedies for Throat problems
easy home remedies for Throat problems
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App