Divya Bhaskar

Home » Lifestyle » Health » These 8 Symptoms Of Cancer: You Should Know About It

કેન્સર પહેલા બોડીમાં દેખાવા લાગે છે આ 8 સંકેત, ભૂલથી પણ ન કરતા ઈગ્નોર

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 06:01 PM

કેન્સર જીવલેણ બીમારી છે. જોકે, હવે કેન્સરની સારવાર પણ સફળતાપૂર્વક થવા લાગી છે. પરંતુ ઘણાં ઓછા લોકો તેનાથી બચી શકે છે.

  • These 8 Symptoms Of Cancer: You Should Know About It
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ કેન્સર જીવલેણ બીમારી છે. જોકે, હવે કેન્સરની સારવાર પણ સફળતાપૂર્વક થવા લાગી છે. પરંતુ ઘણાં ઓછા લોકો તેનાથી બચી શકે છે. પબ્લિક હેલ્થમાં માસ્ટર કરનારી અમેરિકાની ડો. Laura J. Martin અહીં કેન્સરના સંકેતો વિશે જણાવી રહી છે. આ સંકેતોને ઈગ્નોર ન કરવા જોઈએ. જો તમને આવા સિમ્પટમ્સ દેખાય તો તરત ડોક્ટરની સલાહ લો. જેથી સમય રહેતા યોગ્ય ટ્રીટમેન્ટ લઈ શકાય.

    સ્કિન પર સ્પોટ દેખાવા

    સ્કિન પર સ્પોટ દેખાવા અને તેની સાઇઝ તથા કલર ચેન્જ થવો સ્કિનના કેન્સરનો સંકેત હોય શકે છે. જો તમારા શરીર પર અલગ પ્રકારના નિશાન અથવા માર્ક બની રહ્યા હોય તો તરત ડોક્ટરની સલાહ લો. તે તમારી શરીરની તપાસ કરીને તમને યોગ્ય માહિતી જણાવશે. તેમાં કેન્સર સેલ વિશે જાણવા માટે બાયોપ્સી કરાવી શકાય છે.

    આગળ વાંચો, આવા જ અન્ય સંકેતો...

  • These 8 Symptoms Of Cancer: You Should Know About It
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    આળસ અને થાક લાગવો

     

    થાકના અનેક કારણ હોય શકે છે, પરંતુ આ કેટલાક કેન્સર જેમ કે, લ્યૂકેમિયા, કોલોન અને પેટના કેન્સર હોવાનો પહેલો સંકેત છે. જો તમને કાયમ થાક મહેસુસ થતો હોય અને આરામ કર્યા પછી પણ થાક ઓછો ન થતો હોય તો ડોક્ટરન સલાહ લો.

     

    સતત કફ રહેવો

     

    જો તમે નિયમિત સ્મોકિંગ કરતા હોવ તો કફ આવવો સામાન્ય બાબત છે. આ કેન્સરનો સંકેત નથી હોય શકતો. પરંતુ સ્મોકિંગ કરનાર લોકોને કફની સાથે લોહી નીકળવું કેન્સરનો સંકેત હોય શકે છે. આવું થવા પર તરત ડોક્ટરને બતાવો.

     

    આગળ વાંચો, આવા જ અન્ય સંકેતો...

  • These 8 Symptoms Of Cancer: You Should Know About It
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    પેટ ફૂલવું

     

    ડાયટ અથવા સ્ટ્રેસના કારણે પેટ ફૂલી જવું અલગ વાત છે, પરંતુ જો તેની સાથે તમને આળસ આવે, વજન ઓછું થવા લાગે અને કમરમાં દુઃખાવો થાય તો ડોક્ટરની સલાહ લેવી. મહિલાઓમાં સતત પેટ ફૂલવું ઓવેરિયન કેન્સરનો સંકેત હોય છે.

     

    ગળામાં સોજો

     

    ગળા, આર્મપિટ અને શરીરના અન્ય ભાગ પર બીન શેપના ગ્લેન્ડ હોય છે. તેમાં સોજો આવવાનો અર્થ છે કે તમે કોઈ ઈન્ફેક્શન સામે લડી રહ્યા છો. કેટલાક કેન્સર જેમ કે, લ્યૂફોમા અને લ્યૂકેમિયાનું કારણ પણ આ પ્રકારના સોજા હોય છે.

     

    આગળ વાંચો, આવા જ અન્ય સંકેતો...

  • These 8 Symptoms Of Cancer: You Should Know About It

    ટોયલેટમાં બ્લડ આવવું

     

    જો ટોયલેટમાં તમને બ્લડ દેખાય તો તરત ડોક્ટરની સલાહ લો. પોટ્ટીમાં બ્લડ આવવાના અન્ય કારણ પણ હોય છે, પરંતુ આ કોલોન કેન્સરનો પણ સંકેત છે.

     

    યૂરિનમાં પ્રોબ્લેમ આવવી

     

    વધતી ઉંમરમાં યૂરિનમાં અનેક પ્રોબ્લેમ્સ આવે છે, જેમાં વારંવાર યૂરિન આવવું, યૂરિન લીક થઈ જવું. ઘણી વખતે આ પ્રોસ્ટ્રેટના વધી જવાના કારણે પણ થાય છે. પરંતુ આ પ્રોસ્ટેટ કેન્સરનો પણ કારણ બની જાય છે. એવામાં ડોક્ટર સ્પેશિયલ બ્લડ ટેસ્ટ કરાવે છે, જેને PSA કહેવામાં આવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending