પાણી શરીર માટે છે શ્રેષ્ઠ, ખાલી પેટે પીવામાં આવે તો થાય છે આ ફાયદા

પાણીના અનેક ફાયદા છે. પાણી પીવાથી ઘણા બધા ફાયદા થાય છે

divyabhaskar.com | Updated - Jan 21, 2018, 05:40 PM
drinking water  on an empty stomach its benifit for health

યુટિલિટી ડેસ્કઃ જ્યારે આપણને તરસ લાગે, કંઇક તીખું ખવાઇ ગયું હોય ત્યારે આપણે સીધું પાણી શોધવા લાગીએ છીએ. પરંતુ આપણને ખબર છે ખરી કે આપણે ખરેખર પાણી ક્યારે પીવું જોઇએ. આપણા શરીરનો 70 ટકા ભાગ પાણીની જરૂર રહે છે, પાણીના અનેક ફાયદા છે. પાણી પીવાથી ઘણા બધા ફાયદા થાય છે. એવું કહેવાય છેકે ઓછામાં ઓછું 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઇએ. તેમાં પણ જો પાણી ખાલી પેટે પીવામાં આવે તો તેના અનેક ફાયદા છે.

મેટાબોલિઝમ સુધારે છે

જો તમે ડાયટ પર હોવ અને ખાલી પેટે પાણી પીવામાં આવે તો તે મેટાબોલિઝમ રેટ 25 ટકા વધારે છે જેનાથી ડાયટને બુસ્ટ મળે છે. મેટાબોલિઝમ સારું થવાથી ખાવાનું પચાવવામાં ઝડપ મળે છે. અને શરીર ઉતારવામાં ફાયદો મળે છે. દરરોજ ચાર લિટર પાણી પીવું જોઇએ.

આગળની સ્લાઇડ્સમાં વાંચો ખાલી પેટે પાણી પીવાના ફાયદા

drinking water  on an empty stomach its benifit for health

ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે

આપણા શરીરને હેલ્ધી અને સારું રાખવા માટે પાણી પીવું અનિવાર્ય છે. તેમજ આપણા શરીરમાં ફ્લૂઇડ બેલેન્સને મેઇન્ટેન કરવા માટે પાણી જરૂરી છે. જો ખાલી પેટે પાણી પીવાની આદત પાડવામાં આવે તો તેનાથી ઇમ્યુન સિસ્ટમને ઘણો ફાયદો થાય છે અને જે ઇન્ફેક્શન સામે ફાઇટ કરવામાં મદદ કરે છે.
 
આંતરડાંને ચોખ્ખા કરે છે

ખાલી પેટે પાણી પીવામાં આવે તો ડાઇજેસ્ટિવ સિસ્ટમ રેગ્યુલર થાય છે. જો દરરોજ આ પ્રમાણે પાણી પીવામાં આવે તો બાવલ્સ મુવમેન્ટ રેગ્યુલર થાય છે અને આંતરડાં સાફ થાય છે.

drinking water  on an empty stomach its benifit for health

આપણા શરીરમાંથી ટોક્સિન બહાર કાઢે છે

જ્યારે આપણે પેશાબ કરીએ છીએ ત્યારે લિક્વિડ સ્વરૂપે ટોક્સિન આપણા શરીરમાંથી બહાર નીકળે છે. જો વધુ પ્રમાણમાં પાણી પીવામાં આવે તો તે આપણા શરીરમાંથી વધુ માત્રામાં ટોક્સિનને આપણા શરીરમાંથી બહાર કાઢે છે.

માથાનો દુખાવો ઘટાડે છે

ઓછું પાણી પીવામાં આવે તો સતત માથાનો દુખાવો રહ્યાં કરે છે અથવા તો આદાશીશી થાય છે. ડિહાઇડ્રેશન થવાના કારણે પણ માથાનો દુખાવો થાય છે. ખાલી પેટે પાણી પીવામાં આવે તો તે માથાનો દુખાવો ઓછો કરવામાં આવે છે. આ સાથે જ દાંત સહિતની બીમારીમાં પણ ફાયદાકારક છે.

drinking water  on an empty stomach its benifit for health

એનર્જી બુસ્ટ કરે છે

જો ખાલી પેટે પાણી પીવામાં આવે તો આપણને એનર્જી મળી હોવાનો અનુભવ થાય છે.  રેડ બ્લજ સેલને એક્ટિવ કરે છે, જેના કારણે વધુ એનર્જી અને ઓક્સિજન બોડીને મળે છે.

X
drinking water  on an empty stomach its benifit for health
drinking water  on an empty stomach its benifit for health
drinking water  on an empty stomach its benifit for health
drinking water  on an empty stomach its benifit for health
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App