Divya Bhaskar

Home » Lifestyle » Health » 5 DIY face masks from Malaika Arora and Katrina Kaifs dermatologist

મલાઇકા અને કેટરીના જેવી સ્કિન મેળવવા જાણો તેમના ડોક્ટરે જણાવેલા 5 ફેસ માસ્ક

Divyabhaskar.com | Updated - Jan 11, 2018, 05:56 PM

સેલેબ્સ પોતાની સુંદરતા અને હેલ્ધી સ્કિન માટે ઘરેલૂ ફેસ માસ્કનો ઉપયોગ પણ કરે છે. પરંતુ દરેક સ્કિન માટે અલગ ફેસ માસ્ક છે.

  • 5 DIY face masks from Malaika Arora and Katrina Kaifs dermatologist
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ સેલેબ્સ પોતાની સુંદરતા અને હેલ્ધી સ્કિન માટે ઘરેલૂ ફેસ માસ્કનો ઉપયોગ પણ કરે છે. પરંતુ દરેક સ્કિન માટે અલગ ફેસ માસ્ક હોય છે. કઈ સ્કિન ટાઇપ માટે ક્યો ફેસ માસ્ક સારો રહેશે તેની સલાહ તેઓ લે છે પોતાના Dr. Jamuna Pai પાસે. તેમના જણાવેલા ઘરેલૂ માસ્કના કારણે જ આપણાં ફેવરિટ સેલેબ્સ ડ્રાય, ઓઇલી અને ડલ સ્કિનની પરેશાનીને દૂર રાખે છે. હાલમાં જ તેમને અનેક એવા માસ્ક પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તો તમે પણ જાણો તેમના જણાવેલા લાજવાબ ફેસ માસ્ક વિશે અને તેના ઉપયોગથી વધારો સુંદરતા.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સેલેબ્સ દ્વારા યૂઝ કરવામાં આવતા ઘરેલૂ ફેસ માસ્ક વિશે...

  • 5 DIY face masks from Malaika Arora and Katrina Kaifs dermatologist
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓઇલી સ્કિન માટે

     

    2 મોટા ચમચા મુલ્તાની માટીમાં એક નાની ચમચી ગુલાબજળ અને 2થી 3 ટીપાં લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર 10 મિનિટ લગાવી રાખો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.

  • 5 DIY face masks from Malaika Arora and Katrina Kaifs dermatologist
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ડ્રાય સ્કિન માટે

     

    2 મોટા ચમચા મિલ્ક પાઉડરમાં 2 મોટા ચમચા મધ મિક્સ કરીને લગાવો. તેમાં પૂરતા પ્રમાણમાં પાણી મિક્સ કરો જેથી પેસ્ટ સરખી રીતે તૈયાર થઈ શકે. 15 મિનિટ તેને લગાવી રાખો અને પછી ધોઈ લો. જો તમારી સ્કિન ખૂબ ડ્રાય છે, તો પાણીની જગ્યાએ ગુલાબજળ અથવા આલ્મંડ એસેન્શિયલ ઓઇલનો ઉપયોગ કરો.

  • 5 DIY face masks from Malaika Arora and Katrina Kaifs dermatologist
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    કોમ્બિનેશન સ્કિન

     

    અડધો કપ દહીંમાં એક એગ વ્હાઇટ ફેંટીને સરખી રીતે મિક્સ કરો. તેને 15 મિનિટ ચહેરા પર લગાવી રાખો અને પછી ધોઈ લો. તમે ઈચ્છો તો આવી સ્કિન માટે પાકેલાં ફળ જેમ કે, કેળાં, સ્ટ્રોબેરીઝ, કીવી અને પપૈયાનો પણ ઉપયોગ કરી શકો છો. તેને મસળીને તેમાં એક નાની ચમચી મધ મિક્સ કરો અને 10થી 12 મિનિટ પછી ધોઈ લો.

  • 5 DIY face masks from Malaika Arora and Katrina Kaifs dermatologist
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સ્કિન બ્રાઇટનિંગ માટે

     

    જો તમને પણ પિગ્મેન્ટેશનની પ્રોબ્લેમ છે, તો અડધા લીંબુના રસમાં અડધા બટાકાનો જ્યૂસ મિક્સ કરો. આ મિક્સચરને કોટનની મદદથી ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી ધોઈ લો. સેન્સિટિવ સ્કિનવાળા લોકોએ તેનો ઉપયોગ ન કરવો. અને તેના ઉપયોગ પછી તરત તડકામાં ન જાવ. આ બંનેમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે બ્લીચિંગ એજન્ટની જેમ કામ કરે છે અને આ પરેશાનીથી આરામ અપાવે છે.

  • 5 DIY face masks from Malaika Arora and Katrina Kaifs dermatologist

    નોર્મલ સ્કિન

     

    જો તમારી સ્કિન નોર્મલ સ્કિન છે, તો તેના માટે એક સિમ્પલ ફેસ માસ્કનો ઉપયોગ કરો. 2 કાકડીને સમારી લો અને તેને અડધા કપ ઓટ્સની સાથે મિક્સ કરીને કરકરો પેસ્ટ બનાવી લો. ફ્રિઝમાં સ્ટોર કરીને આ પેસ્ટનો ઉપયોગ તમે એક સપ્તાહ સુધી કરી શકો છો. જ્યારે આ મિક્સચરનો ઉપયોગ કરવાનો હોય, ત્યારે તેમાં એક મોટો ચમચો મિલ્ક ક્રીમ મિક્સ કરી 10 મિનિટ લગાવીને રાખો અને પછી પાણીથી ધોઈ લો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending