તમે તો નથી કરતાને ચહેરો ધોતી વખતે આ ભૂલો, ત્વચાને થશે નુક્સાન

તમારી ત્વચાને જરૂરિયાત કરતા વધારે વખત ધુઓ છો તો પાણીના કારણે ત્વચા સુકી થઇ શકે છે

divyabhaskar.com | Updated - Feb 07, 2018, 06:53 PM
ત્વચામાં તાજગી જાળવી રાખવા માટે લોકો પોતાના ચહેરાને સમયાંતરે ધોતા રહે છે
ત્વચામાં તાજગી જાળવી રાખવા માટે લોકો પોતાના ચહેરાને સમયાંતરે ધોતા રહે છે

યુટિલિટી ડેસ્કઃ પોતાની ત્વચાને લઇને દરેક વ્યક્તિ ચિંતિત હોય છે, કારણ કે ત્વચા ઘણી જ સંવેદનશીલ હોય છે અને એક નાની અમથી ભૂલ મોટું નુક્સાન પહોંચાડી શકે છે. ત્વચામાં તાજગી જાળવી રાખવા માટે લોકો પોતાના ચહેરાને સમયાંતરે ધોતા રહે છે, જેથી ચહેરા પર થતી ગંદકી, બેક્ટેરિયાનો નષ્ટ થઇ જાય. ચહેરો ધોવાથી ખીલ થતા નથી અને સાથે જ ત્વચા સંબંધી સમસ્યાઓ પણ ઘટી જાય છે. તેનાથી ત્વચા પર સોજો, બળતરા ઓછી થઇ જાય છે, પરંતુ જો તમે તમારી ત્વચાને જરૂરિયાત કરતા વધારે વખત ધુઓ છો તો પાણીના કારણે ત્વચા સુકી થઇ શકે છે, ત્વચા ઢીલી થઇ શકે છે. તેવામાં તમને એ વાતની જાણકારી હોવી જરૂરી છેકે ચહેરા પરની ત્વચાને કેટલીવાર ધોવામાં આવે તો ફાયદો થાય છે, કેટલાક લોકો ચહેરાને ધોતી વખતે કેટલીક ભૂલો કરે છે, આજે અમે એવી જ ભૂલો અંગે જણાવી રહ્યાં છીએ કે જેને ટાળવામાં અથવા તો એ ભૂલો કરવામાં ન આવે તો નુક્સાનનો ખતરો રહેતો નથી કે પછી ખતરો ઓછો થઇ જાય છે.

વધુ વખત ચહેરો ધોવો


ત્વચાને નિખરેલી અને સ્વસ્થ રાખવા માટે કેટલાક લોકો વારંવાર ચહેરો ધોતા હોય છે. આવું સૌથી વધારે એ લોકો કરે છે, જેમની ત્વચા તૈલી હોય છે. જોકે ચહેરો વારંવાર ધોવાથી ત્વચા શુષ્ક થઇ શકે છે અને જેમની ત્વચા તૈલી હોય તેમની ત્વચાના તેલનું ઉત્પાદન વધી જાય છે. તેથી દિવસમાં બે વાર ચહેરો ધોવો એ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો અન્ય નુક્સાન

હાથ ધોયા વગર ચહેરો ધોવાથી હાથમાં રહેલા બેક્ટેરિયા ત્વચામાં ચોંટી જાય છે
હાથ ધોયા વગર ચહેરો ધોવાથી હાથમાં રહેલા બેક્ટેરિયા ત્વચામાં ચોંટી જાય છે

ગંદા હાથોથી ચહેરો ધોવો

મોટાભાગે લોકો ચહેરો ધોતા પહેલાં હાથ ધોવાનું ભૂલી જાય છે. જેના કારણે તમે તમારા ચહેરાને ધુઓ છો તો તમારા હાથમાં રહેલા બેક્ટેરિયા, કીટાણું અને ગંદકી તમારી ત્વચામાં ચોંટી જાય છે, જેના કારણે ત્વચા સંબંધી સમસ્યાઓ થાય છે. તેથી ચહેરાને ધોતા પહેલાં તમારા હાથને સારી રીતે ધોવાનું રાખો. 

આગળની સ્લાઇડ્સ પર વાંચો ગરમ પાણીથી ધોવું

ગરમ પાણીના કારણે રક્ત વાહિણીઓ વધી જાય છે અને સંવેદનશીલ તંતુઓ તૂટવા લાગે છે
ગરમ પાણીના કારણે રક્ત વાહિણીઓ વધી જાય છે અને સંવેદનશીલ તંતુઓ તૂટવા લાગે છે

ગરમ પાણીથી ધોવું

ગરમ પાણી ત્વચા માટે હાનિકારક હોય છે કારણ કે ત્વચા સંવેદનશીલ હોય છે. ગરમ પાણીના કારણે રક્ત વાહિણીઓ વધી જાય છે અને સંવેદનશીલ તંતુઓ તૂટવા લાગે છે, જેના કારણે ત્વચામાં વિભિન્ન પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. ગરમ પાણી સ્વાભાવિક રીતે જરૂરી તેલને ત્વચામાંથી ખતમ કરી નાંખે છે, જે ત્વચાની ઇન્ટિગ્રિટીને જાળવી રાખવામાં મદદ કરે છે. જેના કારણે ત્વચા સુકી અને બેજાન થવા લાગે છે. 
 

આગળની સ્લાઇડ્સમાં વાંચો વધુ એક્સફોલિએશન કરવું

જરૂરિયાત કરતા વધારે એક્સફોલિએટ કરો છો તો તમારા ચહેરા પર લાલાશ આવે છે અને ત્વચા છોલાવા લાગે છે
જરૂરિયાત કરતા વધારે એક્સફોલિએટ કરો છો તો તમારા ચહેરા પર લાલાશ આવે છે અને ત્વચા છોલાવા લાગે છે

વધુ એક્સફોલિએશન કરવું

એક્સફોલિએશનનો અર્થ થાય છે ત્વચાની મૃત કોશિકાઓને હટાવવી. રેગ્યુલર એક્સફોલિએશન ત્વચાને નરમ, સ્વસ્થ અને નિખરવામાં મદદ કરે છે, પરંતુ તમે જરૂરિયાત કરતા વધારે એક્સફોલિએટ કરો છો તો તમારા ચહેરા પર લાલાશ આવે છે અને ત્વચા છોલાવા લાગે છે. તેથી ત્વચાને વધુ એક્સફોલિએટ ન કરવી જોઇએ. 

આગળની સ્લાઇડ્સમાં વાંચો ડર્ટી વોશિંગ ટૂલ્સનો ઉપયોગ કરવો

ળકો માટેના રૂમાલનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ વિકલ્પ છે, જે ત્વચાને નરમ રાખે છે
ળકો માટેના રૂમાલનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ વિકલ્પ છે, જે ત્વચાને નરમ રાખે છે

ડર્ટી વોશિંગ ટૂલ્સનો ઉપયોગ કરવો

જો તમે તમારા ચહેરાને સાફ કરવા માટે રૂમાલ અથવા વોશક્લોથનો ઉપયોગ કરો છો તો એ વસ્તુઓને પણ સાફ રાખવાની જરૂર છે. ગંદા રૂમાલ તમારી ત્વચા પર ગંદકીને ફરીથી જમા કરી શકે છે, જેનાથી તમારી ત્વચાને ઇન્ફેક્શન થઇ શકે છે. તેથી બાળકો માટેના રૂમાલનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ વિકલ્પ છે, જે ત્વચાને નરમ રાખે છે, ખંજવાળ અને બળતરાની સમસ્યાથી દૂર રાખે છે. 

X
ત્વચામાં તાજગી જાળવી રાખવા માટે લોકો પોતાના ચહેરાને સમયાંતરે ધોતા રહે છેત્વચામાં તાજગી જાળવી રાખવા માટે લોકો પોતાના ચહેરાને સમયાંતરે ધોતા રહે છે
હાથ ધોયા વગર ચહેરો ધોવાથી હાથમાં રહેલા બેક્ટેરિયા ત્વચામાં ચોંટી જાય છેહાથ ધોયા વગર ચહેરો ધોવાથી હાથમાં રહેલા બેક્ટેરિયા ત્વચામાં ચોંટી જાય છે
ગરમ પાણીના કારણે રક્ત વાહિણીઓ વધી જાય છે અને સંવેદનશીલ તંતુઓ તૂટવા લાગે છેગરમ પાણીના કારણે રક્ત વાહિણીઓ વધી જાય છે અને સંવેદનશીલ તંતુઓ તૂટવા લાગે છે
જરૂરિયાત કરતા વધારે એક્સફોલિએટ કરો છો તો તમારા ચહેરા પર લાલાશ આવે છે અને ત્વચા છોલાવા લાગે છેજરૂરિયાત કરતા વધારે એક્સફોલિએટ કરો છો તો તમારા ચહેરા પર લાલાશ આવે છે અને ત્વચા છોલાવા લાગે છે
ળકો માટેના રૂમાલનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ વિકલ્પ છે, જે ત્વચાને નરમ રાખે છેળકો માટેના રૂમાલનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ વિકલ્પ છે, જે ત્વચાને નરમ રાખે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App