Home » Lifestyle » Health » Benefits Of Ghee You May Not Have Known

શું ઘીથી કોલેસ્ટ્રોલ વધે છે? ઘીના ફાયદાઓ જાણશો તો આજે જ ખાવાનું શરૂ કરી દેશો

Divyabhaskar.com | Updated - Sep 01, 2018, 03:45 PM

માત્ર ઘી અને મગફળીનું તેલ જ એવું છે કે જે સાંધાની તકલીફને દુર કરી શકે છે

 • Benefits Of Ghee You May Not Have Known

  હેલ્થ ડેસ્કઃ ઘી વિષે એવો ભ્રામક પ્રચાર કરવામાં આવે છે કે આનાથી કોલેસ્ટ્રોલ વધે છે અને ઘી પચાવવું આસાન નથી. પરંતુ ઘી પાચનક્રિયામાં મદદ કરે છે. માત્ર ઘી અને મગફળીનું તેલ જ એવું છે કે જે સાંધાની તકલીફને દુર કરી શકે છે, બીજી વસ્તુઓમાં આવા તત્વ નથી. ઘી અને મગફળીના તેલમાં એવું શું છે અને તે કેવી રીતે કામ કરે છે, તે અંગે જણાવી રહ્યાં છે, નવી દિલ્હીના સિનિયર કન્સલટન્ટ ન્યૂટ્રીશન, મેક્સ હેલ્થકેર મંજરી ચંદ્રા...

  શરીરમાં અગ્નિના રૂપમાં જે ઉર્જા હોય છે. તે તમામ સાંધાઓમાં પણ રહે છે. આના માટે ખોરાક સારો હોય, એટલે સેચ્યુરેટેડ ફેટ ખૂબ જ જરૂરી છે. માત્ર ઘી અને મગફળીના તેલથી જ સાંધા સુરક્ષિત રહે છે. ખરેખર ફેટને બ્રેક કર્યા પછી મીડિયમ ચેન ટ્રાયગ્લીસરાઇડ (એમસીટી) મળે છે. ઘી અને મગફળીમાં એમસીટી વધારે હોય છે. આના કારણે તે સાંધાને આર્થરાઇટિસથી બચાવે છે. ઘી અને મગફળીના તેલનું આ તત્વ છે, જે ગઠિયાથી શરીરને સુરક્ષિત રાખે છે.

  કેવી રીતે કામ કરે છે

  શરીરનો સૌથી મોટો સાંધો ઘુંટણનું વજન ઉચકવાવાળો સાંધો છે. ઘુંટણમાં સાયનોવિયલ તે ઉંમરની સાથે ઘટી જાય છે. જે લોકો પોતાના ઘુંટણનો ઉપયોગ સારી રીતે કરતાં નથી, તેમને આ તકલીફ થાય છે. એવી જ રીતે જેમ મશીનનો ઉપયોગ ન કરવાથી તેનું ઓઇલ સુકાઇ જાય છે. માત્ર ઘી જ એવી વસ્તુ છે જે સાંધામાંથી સાયનોવિયલ ફ્લૂઇડ પણ આપે છે. એટલા માટે ગર્ભાવસ્થામાં ઘી ખવડાવવામાં આવે છે. જેથી તમામ અંગોમાં ચીકાસ બની રહે અને માતાના સાંધા પ્રભાવિત ના થાય. એમસીટી સાયનોવિયલ ફ્લૂયડ બનાવવા માટે જરૂરી છે, જે ઘીમાં છે.

  ઘીથી આર્થરાઇટિસ ઘટે કેવી રીતે ?

  ઘી બ્કરેડાઉન હોય છે. એનાથી બનવાવાળો ફેટી એસિડ સાંધામાં સાયનોવિયલ ફ્લૂયડ એને ચીકણાપણાને સુંતુલિત કરવાનુ કામ કરે છે. વૈજ્ઞાનિક રૂપથી તે નક્કી થઇ ચૂક્યું છે કે તે ફેટી એસિડ મોલીક્યૂલર લેવલ પર કામ કરીને સાંધાના લ્યુબ્રીકેશન અને તેમને તાકાતવાન બનાવવાનું કામ કરે છે. તે દરવાજામાં લાગેલા મિજાગરાની જેમ કામ કરે છે. જેમ તેમાં ઓઇલ નાખવામાં આવે તેમ તે સરળતાથી કામ કરવા લાગે છે.

  જેમને તકલીફ છે તેમણે કેટલું ઘી ખાવું?

  તેલના સ્થાને ઘીનો ખોરાકમાં ઉપયોગ એટલે વઘાર પણ ઘીમાં જ કરો. એ ઘીને પચાવવા માટે કામ કરતાં એક દિવસમાં ત્રણથી ચાર ચમચી લઇ શકો છો. જ્યારે પણ કેટો ડાઇટ લેવાની સલાહ આપવામાં આવે છે, તેમાં પણ ઘી, નારિયેળ તેલ જેવા સેચ્યુરેટેડ ફેટ આપવામાં આવે છે.

  કેમ ઘી આપે છે ?

  લિવર સેચ્યુરેટેડ ફેટ્સને આસાનીથી બ્રેકડાઉન કરીને એનર્જી આપી શકે છે, કારણ કે તે પહેલાં ફેટ્સ રહેતાં હોય છે, જેને લિવર માટે પચાવવું સરળ હોય છે. જ્યારે વેજીટેબલ ઓઇલ જેમ કે સોયાબીન વગેરે તેલને લિવર સારી રીતે પચાવી શકતું નથી.

  લિવર ક્ષમતા કેવી રીતે વધશે ?

  - લિવરમાં બનવાવાળા બાઇલ જ્સયૂ ફેટને નાના ટુકડામાં વહેંચીને તેને કેમિકલ બનાવી દે છે. ફેટ બ્રેકડાઉનથી ફેટી એસિડ તથા ગ્લીસરોલ બને છે. આ બન્ને મોલીક્યૂલ છે. જે શરીરની ક્ષમતાઓને વધારે છે અને સાંધાઓને રાહત આપે છે.
  - એક ગ્રામ ફેટમાંથી ચાર કિલો કેલરી મળે છે -
  - એક ગ્રામ ઘીમાંથી પણ ચાર કિલો કેલરી પણ મળી શકે છે.
  - એક ગ્રામ મગફળીના તેલ માંથી પણ મળે છે. પરંતુ તે ઘી જેટલી મળે તે માનવું ન જોઇએ.

  તો અલગ શું છે

  જ્યારે આપણે ઘી ખાઇએ છીએ ત્યારે તે શરીરમાં તે સારી રીતે બ્રેકડાઉન થઇને પચે છે, જ્યારે ખાદ્ય તેલ સંપૂર્ણ રીતે પચતું નથી. એટલા માટે રિફાઇન્ડ ઓઇલ અથવા વનસ્પતિ ઘીને શરીર પચાવી શકતું નથી, જેનાથી શરીરમાં અડધું પચ્યા વિનાનું ફેટ ટોક્સિક પ્રોડક્ટ બની જાય છે, તે શરીરમાં બિમારી અને વજન વધારે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ