દહી મીઠાં સાથે નહીં પણ ખાંડ, સાકર અને ગોળ સાથે ખાવું જોઈએ

Does salt kill the good bacteria in curd

divyabhaskar.com

Aug 31, 2018, 03:39 PM IST

હેલ્થ ડેસ્ક : આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે દહીંમાં ક્યારેય મીઠું નાખીને ન ખાવું. દહીમાં હંમેશા મીઠી વસ્તુઓ સાથે ખાવું. દહીંને ખાંડ, સાકર અને ગોળ સાથે ખાઈ શકો છો.


દહીંમાં મીઠું નાંખીને કેમ ન ખાવું?


દહીંમાં અસંખ્ય બેક્ટરીયા રહેલા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ દહીમાં રહેલા આ બેક્ટરીયા આપણી પાંચનતંત્રમાં મદદરૂપ થાય છે. એક વાટકી દહીંમાં એક ચપટી મીઠું નાખવાથી એ તમામ બેક્ટરીયા મરી જશે. મીઠાંમાં રહેલા કેમિકલથી આ તમામ બેક્ટરીયા મરી જાય છે. આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે દહીમાં એવી વસ્તુઓ મેળવો જે બેક્ટરીયાની સંખ્યાને વધારે નહીં કે તેને મારે. દહીમાં ગોળ નાખવાથી બેક્ટરીયાની સંખ્યા વધી જાય છે.


સવારે ખાલી પેટ દહીં ખાવાથી પેટદર્દમાં વધુ લાભ કરે છે. વરસાદની સિઝનમાં દહીં ખાવાનું ટાળવું જોઈએ. સૂર્યાસ્ત પછી દહીં ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે સૂર્યાસ્ત પછી ખાવાથી સાંધાના દુખાવા થઈ શખે છે.


દહીં ખાવાના ફાયદા:


>> રોજ દહીં ખાવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે.
>> દહીં કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે, જેથી હાર્ટ સબંધિત સમસ્યા દૂર થાય છે.
>> દહીં પાચનક્રિયાને સુધારે છે.
>> દહીંમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે.
>> સાંધાના દૂખાવામાં રાહત મળે છે.
>> પાતળા લોકોને વજન વધારવામાં મદદ કરે છે.
>> ચહેરાની સ્કિનને ચમકીલી બનાવે છે.

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે માટીના તવા પર શેકેલી રોટલી, કબજિયાત અને ગેસની તકલીફો દૂર કરી આપે છે ભરપૂર ફાયદા

X
Does salt kill the good bacteria in curd
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી