Home » Lifestyle » Health » Do these 3 yoga poses daily for good health

રોજ માત્ર આ 3 બેસ્ટ આસન કરી લેશો તો, રોગો રહેશે દૂર અને મળશે આવા ફાયદા

Divyabhaskar.com | Updated - May 23, 2018, 04:20 PM

રોજ સવારે 10 મિનિટ કરો માત્ર આ 3 આસનો, મહિલાઓ અને પુરૂષો બંનેને થશે લાભ

 • Do these 3 yoga poses daily for good health
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલની રહેણીકરણીને કારણે રોગો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, એવામાં શરીરને રોગો સામે બચાવવા માટે રોજિંદા જીવનમાં આસનને સામેલ કરવું શ્રેષ્ઠ ઉપાય છે. આમ તો કેટલાક આસનો એકદમ સરળ હોય છે જેને તમે જાતે જ ઘરે કરી શકો છો. શારીરિક સ્થિતિ અને સમસ્યા પ્રમાણે અનેક પ્રકારના આસનો ઉપલબ્ધ છે. જેથી આજે એવા ખાસ 3 આસનો વિશે જણાવીશું, જે લોહીના વિકાર, વાળની સમસ્યા, મગજની તકલીફ, ફેફસાના રોગ, હૃદય સંબંધી સમસ્યાઓમાં કારગર અને તમારા શરીરની અંદર રહેલીઓ સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક સાબિત થશે.

  આસન કયા સમયે કરી શકાય?

  આસનોના અભ્યાસક્રમનો સર્વોત્તમ સમય સવારનો છે. વહેલી સવારે સૂર્યોદય પહેલાં વાતાવરણમાં શાંતિ તથા તાજગી હોય છે. બીજો અનુકૂળ સમય સાંજનો છે. એ વખતે પણ વાતાવરણ અનુકૂળ હોય છે.


  ધ્યાન રાખો

  આસન અનુભવી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ કરવા હિતાવહ છે.


  આસન કરતી વખતે શરીર ઉપર બળજબરી કરવી નહીં.


  મોટા ભાગના આસનો પેટ સાફ થયા પછી કરવાના હોય છે.

  આગળ વાંચો આસનો કરવાની રીત, તેના અદભુત ફાયદા અને સાવધાનીઓ વિશે.

 • Do these 3 yoga poses daily for good health
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  શલભાસન (locust Pose)


  આસનની રીત: 


  શલભાસન


  સૌપ્રથમ પગ લાંબા કરી ભેગા રાખી પેટ ઉપર ઊંધા સૂઈ જાવ. ભુજંગાસનની માફક છાતીની સીધાણમાં શરીરની નજીક બંને હથેળીઓને જમીન પર લગાવો. પગના અંગૂઠા ખેંચેલા રાખો. નાક જમીન પર ટેકવવું, હવે જમણો પગ ધીમેધીમે ઊંચો કરો. ઢીંચણમાંથી પગ વળે નહીં. જમીન સાથેનો ડાબો પગ કે કમરનો કોઈ ભાગ ઊંચો ન થાય, તેની કાળજી રાખો. સ્થિર રાખી ધીમે ધીમે પગ નીચે ઉતારી દો. જમણા પગની માફક હવે ડાબો પગ તે જ રીતે ઊંચો કરી, ઘડીક સ્થિર રાખો અને પછી મૂળ સ્થિતિમાં મૂકી દો. આમ બંને પગ વારાફરતી ઊંચા કરી પાછા મૂળ સ્થિતિમાં મૂકી દેવા.


  ફાયદા:


  કબજિયાત મટે છે. પેટના અવયવો અને લીવર અને યકૃતની સુધરે છે. 


  ફેફસાં મજબૂત બને છે. 


  હૃદયના સ્નાયુઓ મજબૂત બને છે. 


  જમ્યા પછી થતા પેટના દુખાવાને મટાડે છે.

 • Do these 3 yoga poses daily for good health
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  પદ્માસન (Lotus pose)


  આસનની રીત


  સૌપ્રથમ પગને સીધા લંબાવી બંને પગ ભેગાં રાખી બેસો. પછી જમણા પગને ઢીંચણથી વાળી, ડાબા હાથથી જમણા પગનો પંજો પકડી એને ડાબી જાંઘ પર એવી રીતે મૂકો કે પગની એડી પેઢુના ડાબી બાજુના સ્નાયુઓને બરાબર અડે કે દબાવે. એવી જ રીતે ડાબા પગને મૂકો. પછી નાભિથી નીચે બંને એડીઓ ઉપર અનુક્રમે ડાબા અને જમણા હાથના પંજાને ચત્તા મૂકો. પદ્માસનમાં સ્થિતિ થાય ત્યારે ઢીંચણ જમીનને અડકેલા હોવા જોઈએ. સાથે સાથે શીર્ષ, કરોડરજ્જુ અને કમરનો ભાગ ટટ્ટાર હોવો જોઈએ.


  ફાયદા


  અક્કડ થયેલા ઢીંચણો આરોગ્યવાન બને છે. 


  હૃદય માટે ફાયદાકારી સાબિત થાય છે. 


  પદ્માસનથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ભૂખ ઉઘડે છે, પાચનશક્તિ વધે છે, વાત-પિત્ત-કફ આદિ દોષોનું શમન થાય છે. આળસ દૂર થાય છે.


  બહેનોના ગર્ભાશયના રોગો આ આસનથી મટે છે. 

 • Do these 3 yoga poses daily for good health

  શીર્ષાસન (Head Stand)


  આસનની રીત


  શીર્ષાસન કરવા માટે સૌથી પહેલા સમતળ જમીન ઉપર કામળો વગેરે પાથરી વજ્રાસનની અવસ્થામાં બેસી જાઓ. હવે આગળ તરફ ઝૂકી બંને બંને હાથની કોણીઓને જમીન ઉપર ટેકવો. બંને હાથની આંગળીઓને એકબીજા સાથે જોડી લો. હવે માથાને બંને હથેળીની વચ્ચે ધીરે-ધીરે રાખો. શ્વાસ સામાન્ય રાખો. માથાને જમીન ઉપર ટેકવ્યા પછી ધીરે-ધીરે શરીરનું પૂરું વજન માથા ઉપર છોડીને શરીરને ઊપર ઊઠાવો. શરીરનો ભાર માથા ઉપર લઈ લો. શરીર સીધુ કરી લો. આ અવસ્થામાં શીર્ષાસન કહેવામાં આવે છે. આ આસન માથાના બળે કરવામાં આવે છે એટલે તેને શીર્ષાસન કહેવામાં આવે છે. પંદરથી ત્રીસ સેકંડ સુધી આ સ્થિતિમાં રહો.


  ફાયદા


  શીર્ષાસન કરનારનું મુખ તેજસ્વી બને છે.


  લોહીના વિકારોથી થતા રોગો મટે છે. 


  શરીરના અવયવોમાંથી અશુદ્ધ લોહી દૂર થાય છે. 


  ધોળા વાળ કાળા થાય છે. વૃદ્ધાવસ્થાને લીધે મોં પર પડતી કરચલીઓ ઘટે છે. સ્મરણ શક્તિ વધે છે. બુદ્ધિ તીક્ષ્ણ થાય છે. આંખ, કાન, નાક, ગળા વગેરેના સામાન્ય દોષો દુર થાય છે. 


  શીર્ષાસન આંખની દૃષ્ટિ સુધારે છે. શરૂઆતના ચશ્માનાં નંબર પણ એનાથી ઉતરી જાય છે. 


  શીર્ષાસન માનવો માટે અમૃત સમાન છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ