ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Health» સાપ કરડે ત્યારે ભૂલથી પણ ના કરવી આ 5 ભૂલો|Do not make these 5 mistakes when a snake bites

  સાપ કરડે ત્યારે ભૂલથી પણ ના કરવી આ 5 ભૂલો, થઇ શકે છે મોત

  divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 07:04 PM IST

  સ્કેલ્ડ વાઇપર અને કરૈત. મોટાભાગના મૃત્યુ નાગ કે ગેહુંવન અને કરૈતના ડંખને કારણે થતા હોય છે
  • સાપ કરડે ત્યારે ભૂલથી પણ ના કરવી આ 5 ભૂલો, થઇ શકે છે મોત
   સાપ કરડે ત્યારે ભૂલથી પણ ના કરવી આ 5 ભૂલો, થઇ શકે છે મોત

   યૂટિલિટી ડેસ્ક: વરસાદની સીઝન આવતાંની સાથે જ સાપ દેખાવવાનું અને તેના કરડવાના કિસ્સા બનવાનું પ્રમાણ વધી જાય છે. સાપની લગભગ 2500-3000 જાતિ હોય છે. તેમાંના 250-300 સાપ જ ઝેરી હોય છે. ભારતમાં ઝેરી સાપની કુલ 13 પ્રજાતિ છે. તેમાં ચાર ખૂબ જ ઝેરી છે. કોબરા, રસ્સેલ વાઇપર, સ્કેલ્ડ વાઇપર અને કરૈત. મોટાભાગના મૃત્યુ નાગ કે ગેહુંવન અને કરૈતના ડંખને કારણે થતા હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર દર વર્ષે 83000 લોકો સાપના ડંખનો શિકાર બને છે અને તેમાં લગભગ 11000ના મૃત્યુ થાય છે.


   તમને ભાગ્યે જ ખ્યાલ હશે કે સાપના ઝેર 3 પ્રકારના હોય છે. તેમાં હીમોટૉક્સિક, ન્યૂરોટૉક્સિક અને માયોટૉક્સિક સામેલ છે. તેની અસર શરીરના અલગ અલગ ભાગ પર અલગ રીતે થાય છે. જાણો કયું ઝેર કઇ રીતે અસર કરે છે.

   1. હીમોટૉક્સિક - તે લોહીની કોશિકાઓ પર એટેક કરે છે. શરીરમાં અનેક જગ્યાઓએથી બ્લીડિંગના લક્ષણ, લોહીની ઉલટી થવા લાગે છે.
   2. ન્યૂરોટૉક્સિક - આ શરીરની નર્વસ સિસ્ટમ પર એટેક કરે છે.
   3. માયોટૉક્સિક - તે સમુદ્રમાં જોવા મળે છે. તેની સંખ્યા ઘણી ઓછી છે.


   સાપ કરડે ત્યારે આ 5 ભૂલો ના કરવી જોઇએ

   1 સાપ ડંખ મારે તે ભાગમાં ચીરો ના પાડવો.

   * ચીરાના કારણે સાપનું ઝેર બમણી ગતિએ શરીરમાં ફેલાવા લાગે છે.

   * દિમાગ પર અસર અને અમુક ક્ષણો માંજ માણસની મોત થઇ શકે છે.

   2 શરીરના જે પણ ભાગમાં સાપે ડંખ માર્યો હોય તેને જગ્યાને બિલકુલ હલાવવું નહી.

   * અંગોના હલન ચલનથી બમણી ગતિમાં ઝેર શરીરમાં ફેલાવા લાગે છે.

   3. સાપે શરીરની જે પણ જગ્યા પર ડંખ માર્યો હોય તે જગ્યાએ અથવા તેની આસપાસ પટ્ટી ના લગાવવી જોઇએ.

   * પટ્ટી કરવાથી બ્લડ પ્રેશર વધી શકે છે અને બ્લડ સપ્લાય કરતી નસ પણ ફાટવાનો ડર રહે છે.

   4. સાપના ડંખ માર્યા બાદ દર્દીને ક્યારેય આડો ન સુવડાવવો.

   * બ્લડ સર્ક્યુલેશનને અસર થઇ શકે છે, દર્દીને જે રીતે સ્ટ્રેચર પર સુવડાવવામાં આવે તે જ રીતે હોસ્પિટલ લઇ જવું.

   5. એસ્પ્રિન અથવા અન્ય કોઇ પેન કિલર ન આપવી.

   તેના કારણે દર્દીની વાસ્તવિક સ્થિતિનો અંદાજો લગાવવો મુશ્કેલ બની જાય છે, અને દર્દીની પીવા વધી જાય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સાપ કરડે ત્યારે ભૂલથી પણ ના કરવી આ 5 ભૂલો|Do not make these 5 mistakes when a snake bites
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `