Home » Lifestyle » Health » Home Remedies to Get Rid of Lizards, lizard bite effects, Lizard Bite Risks & Safety, ગરોળી કરડે તો શું કરવું, ગરોળી ભગાડવાના ઉપાય

ગરોળી કરડે તો શું કરવું? જાણો ભગાડવાના 7 સરળ ઉપાય

Divyabhaskar.com | Updated - Jun 04, 2018, 10:23 AM

કયારેક ગરોળી કરડે તો બ્લીડિંગ રોકવા માટે તે જગ્યાને આંગળીથી દબાનીને રાખો.

  • Home Remedies to Get Rid of Lizards, lizard bite effects, Lizard Bite Risks & Safety, ગરોળી કરડે તો શું કરવું, ગરોળી ભગાડવાના ઉપાય
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્ક: અનેકવાર તમે ગરોળી ભગાડો છો ત્યારે તે તમને કરડી જાય તે શક્ય છે. સામાન્ય સંજોગોમાં આવી ઘટનાઓ ઓછી બને છે. અનેક વાર સફાઇ કામમાં પણ તમે તેનો શિકાર બનો છો. આ સમયે તત્કાલ કયા ઉપાયો અજમાવવા જોઇએ? ભોપાલના આસ્થા મલ્ટી સ્પેશ્યાલિટી સેન્ટરના સિનિયર ફિઝિશ્યિન ડૉ. રતન વૈશ્ય જણાવે છે કે કઇ નાની ટિપ્સ અજમાવી લેવાથી ઘામાંથી થતું બ્લીડિંગ અટકાવી શકાય છે. સાથે જ જો નાની સાવધાની રાખવામાં આવે તો ડોક્ટર સુધી જતાં પહેલાં તેને જાતે જ ક્યોર કરી શકાય છે.

    * કયારેક ગરોળી કરડે તો બ્લીડિંગ રોકવા માટે તે જગ્યાને આંગળીથી દબાનીને રાખો.


    * ડંખવાળી જગ્યામાં ઇન્ફેક્શન ફેલાતું અટકાવવા માટે તેને તરત નળની ધાર નીચે/ગરમ પાણી અને ડેટોલ સોપ/લિક્વિડથી ક્લીન કરો.


    * ઘાની આસપાસ સોજો આવે તો બરફનો શેક કરો. તેને ઘાની ઉપર નહીં પણ તેની આસપાસ ઉપયોગ કરો.


    * દિવસમાં 3-4 વાર ગરમ પાણીમાં 20 મિનિટ માટે ઘાને ડુબાડો, બ્લડ ફ્લો વધશે અને ઇન્ફેક્શન કંટ્રોલમાં રહેશે.


    * ઘાને ધ્યાનથી જુઓ તેમા ગરોળીનો દાંત તો નથી રહી ગયોને, જો એવું હોય તો તેને પ્લકરથી કાઢી લો.


    * જ્યારે ગરોળી કરડે ત્યારે વધારે મીઠાવાળો ખોરાક લેવાનું ટાળો. તેનાથી બ્લડપ્રેશર અને ઇન્ફેક્શન વધે છે.


    * ઘા પર ભૂલથી પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ કે આયોડિન ન લગાવો, તેનાથી સ્કિન ટિશ્યૂને નુકશાન થાય છે.


    * ગરોળી જે ભાગમાં કરડી છે તે ભાગને વધારે હલાવવો નહી, તેનાથી બ્લડ ફ્લો વધી શકે છે.


    * ઘા પર પટ્ટી ન લગાવો, જો તેના પર ધૂડ જાય તે છે તો જ બાંધો, નહીં તો ખુલ્લો જ રહેવા દો.

    આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ગરોળીને ભગાળવાના ઘરેલૂ ઉપાયો (Home Remedies to Get Rid of Lizards)

  • Home Remedies to Get Rid of Lizards, lizard bite effects, Lizard Bite Risks & Safety, ગરોળી કરડે તો શું કરવું, ગરોળી ભગાડવાના ઉપાય

    ગરોળીને ભગાળવાના ઉપાયો (Home Remedies to Get Rid of Lizards)

     

    ઇંડાના છોડાની ગંધથી પણ ગરોળી ભાગે છે, તેને બારી/દરવાજા/લાઇટની આસપાસ રાખો.


    લસણની ગંધ ગરોળીને પસંદ નથી, તેના રસનું સ્પ્રે કરો અને તેની કળીઓ બારી/દરવાજા/દિવાલો પર લટકાવો.


    કોફી પાવડર અને તમાકુ મિક્સ કરો અને નાની ગોળીઓ બનાવીને ટૂથપિક પર ચોંટાડો. તેને એવી જગ્યા પર રાખો જ્યાં ગરોળી આવે છે.


    નેપ્થેલિનની ગોળીની સ્મેલથી ગરોળી ભાગે છે. તેને તમે બારી અથવા કબાટમાં રાખો.


    મરી પાવડર અને પાણીને સાથે મિક્ષ કરીને સ્પ્રે કરો. તેની ગંધથી પણ ગરોળી ભાગે છે.


    ઘરના ખૂણામાં ડૂંગળીની સ્લાઇસ રાખો અથવા તેનો રસ સ્પ્રે કરો. તેની ગંધથી ગરોળી જતી રહેશે.


    ઘરેલૂ ઉપાય સિવાય પ્રેસ કંટ્રોલની મદદ પણ લઇ શકાય. તેઓ ગ્લૂ પેડ કે સ્ટ્રોન્ગ કેમિકલ્સની મદદથી ગરોળીને ઘરથી દૂર રાખી શકાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending