કાર્ડિએક અરેસ્ટ અને હાર્ટ અટેકમાં કેમ 1-1 સેકન્ડ જરૂરી છે, જાણો બંનેમાં તફાવત

મોટાભાગના લોકો હાર્ટ અટેક અને કાર્ડિએક અરેસ્ટમાં તફાવત સમજતાં નથી, જેના કારણે ગંભીર સ્થિતિ પેદા થઈ શકે છે

Divyabhaskar.com | Updated - Jun 12, 2018, 12:37 PM
Difference between Cardiac And Heart Attack

હેલ્થ ડેસ્ક: ગોલ્ડન અવરનો કોન્સેપ્ટ એવા કિસ્સાઓમાં લાગુ પડે છે જેમાં દર્દીને કોઈ ગંભીર ઈજા અથવા કોઈ મેડિકલ ઈમરજન્સી હોય અને તે પછીનો 1 કલાક બહુ જ મહત્વનો હોય છે. જેમાં યોગ્ય ઈલાજ અને સુવિધાઓ દર્દીને મળી જાય તો તેનો જીવ બચાવી શકાય છે અને તેના શરીરના અન્ય અંગોને ખરાબ થતાં પણ બચાવી શકાય છે. ટ્રોમેટિક ઈવેન્ટ (આઘાતજનક સ્થિતિ) બાદના પહેલા કલાકમાં જો દર્દીને યોગ્ય મેડિકલ સારવાર મળી જાય તો તેનો જીવ બચવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. હાર્ટ અટેકના કિસ્સાઓમાં મોટાભાગે આ સલાહ આપવામાં આવે છે કે તેના પછીના 1 કલાકમાં દર્દીને ઈમરજન્સી કેઅર મળવી જોઈએ. પણ કાર્ડિએક અરેસ્ટના કિસ્સામાં તો દર્દીને ઠીક કરવા માટે થોડાં સેકન્ડ જ હોય છે.


દિલ્હીના મેક્સ હોસ્પિટલના ડાયરેક્ટર એન્ડ હેડ કાર્ડિયોલોજી ડો. વનિતા અરોડા જણાવે છે હાર્ટ અટેક અને કાર્ડિએક અરેસ્ટ વિશે.


હાર્ટ અટેક અને કાર્ડિએક અરેસ્ટ મિથ

હાર્ટ અટેકઃ હાર્ટનું મુખ્ય કામ બ્લડ પંપ કરી શરીરના અન્ય અંગો સુધી પહોંચાડવાનું છે. કોઈ વ્યક્તિને હાર્ટ અટેક ત્યારે આવે છે જ્યારે હાર્ટ સુધી ઓક્સીજન પહોંચાડનાર બ્લડ ફ્લોમાં અવરોધ પેદા થાય છે. જેથી હાર્ટ બ્લડને બોડીના અન્ય અંગો સુધી પહોંચાડી શકતું નથી. હાર્ટ અટેક આવવા પર વ્યક્તિ થોડી મિનિટોથી લઈને કલાકો સુધી પણ જીવિત રહી શકે છે.


કાર્ડિએક અરેસ્ટઃ કાર્ડિએક અરેસ્ટ અચાનક આવી જાય છે. કાર્ડિએક અરેસ્ટ આવવા પર દર્દીનું હાર્ટ કામ કરવાનું બંધ કરી દે છે, કારણ કે આ સમયે દર્દીના હાર્ટના ઈલેક્ટ્રિક સિસ્ટમમાં સમસ્યા થઈ જાય છે અને પમ્પિગની પ્રક્રિયા અવરોધાય છે. જેના કારણે બ્રેન અને શરીરના અન્ય ભાગોમાં બ્લડ ફ્લો રોકાય જાય છે અને થોડી સેકન્ડમાં જ દર્દી બેભાન થઈ જાય છે અને તેની પલ્સ બંધ થઈ જાય છે અને થોડા મિનિટોમાં જ દર્દીનું મોત પણ થઈ શકે છે.


હાર્ટ અટેક અને કાર્ડિએક અરેસ્ટમાં અંતર


હાર્ટ અટેક કાર્ડિએક અરેસ્ટ આવવા માટે જવાબદાર છે. ખરાબ કાર્ડિયો વસ્ક્યુલર હેલ્થ, હાર્ટ ડિસીઝ, અનિયમિત હાર્ટબીટ એ તમામ કારણોમાં સામેલ છે જેના કારણે હાર્ટના ઈલેક્ટ્રિક સિસ્ટમમાં સમસ્યા થાય છે અને કાર્ડિએક અરેસ્ટ આવે છે.


120ની સ્પીડ પર કમ્પ્રેશન આપવું જરૂરી છેઃ કાર્ડિએક અરેસ્ટના કિસ્સામાં વ્યક્તિ પાસે બહુ જ ઓછો સમય હોય છે. જ્યારે વ્યક્તિને કાર્ડિએક અરેસ્ટ આવે ત્યારે તરત જ એમ્બ્યુલન્સ બોલાવવી જોઈએ. સાથે જ કાર્ડિઓપલ્મનરી રીસસિટેશન (સીપીઆર) પણ કરાવવું જોઈએ. સીપીઆરમાં દર્દીની છાતી પર હાથથી દબાણ કરવામાં આવે છે. આ દરમ્યાન પ્રતિ મિનિટ 120 કમ્પ્રેશનની સ્પીટ હોવી જોઈએ. આવું ત્યાં સુધી કરવું જ્યાં સુધી મેડિકલ સારવાર ન મળી જાય.


કાર્ડિએક અરેસ્ટના સંકેત


-કાર્ડિએક અરેસ્ટમાં થોડી જ સેકન્ડમાં વ્યક્તિ બેભાન થઈ જાય છે
-શ્વાસની તકલીફ થાય છે, શ્વાસ ચઢવા લાગે છે
-પલ્સ રેટ ઓછો થવા લાગે છે
-હાર્ટબીટ રોકાવા લાગે છે


કાર્ડિએક અરેસ્ટથી જોડાયેલી કેટલીક અગત્યની વાતો


-કાર્ડિએક અરેસ્ટ અચાનક જ કોઈપણ વ્યક્તિને આવી જાય છે. આનુવંશિક કારક અને અનિયમિત હાર્ટબીટને કારણે સડન કાર્ડિએક અરેસ્ટ (એસસીએ) વિશે સરળતાથી ખબર પડતી નથી.
-હાર્ટને હેલ્ધી ન રાખવાથી પણ સડન કાર્ડિએક અરેસ્ટ (એસસીએ)નો ખતરો વધી જાય છે.
-હાઈ બીપી, ડાયાબિટીસ અને સ્થૂળતાને કાબૂમાં ન રાખવાથી પણ કાર્ડિએક અરેસ્ટનો ખતરો વધે છે.
-સમયાંતરે ઈસીજીની તપાસ કરાવીને અનિયમિત હાર્ટબીટ અને કાર્ડિયોવસ્ક્યુલર વિશે જાણી શકાય છે.
-અચાનક કાર્ડિએક અરેસ્ટથી બચવા માટે શંકાસ્પદ દર્દીમાં implantable cardioverter defibrillator લગાવી શકાય છે.


બચવાની રીત


એ બધાં જ રિસ્ક ફેક્ટરને ઘટાડવા જે અનિયમિત હાર્ટબીટનો પ્રોબ્લેમ વધારે છે. જેમ કે સ્મોકિંગ, આલ્કોહોલથી દૂર રહેવું. કોફીનું સેવન ઓછું કરવું.

આ પણ વાંચોઃ- વાની તકલીફને જડમૂળથી મટાડી શકે છે આ ઘરેલૂ ઉપાયો

X
Difference between Cardiac And Heart Attack
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App