ખૂબ જ ખતરનાક છે આ બીમારી, જાણો બચવા શું ખાવું અને શું અવોઇડ કરવું

ટીબીમાં ખોરાકનું મહત્વ આ વાતથી જ સમજી શકાય છે કે આ બીમારીમાં મોતના મુખ્ય કારણ દર્દીને યોગ્ય પોષક ખોરાક ન મળવો પણ હોય છે.

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 06:01 PM
World TB Day: Ideal Foods For A Tuberculosis Patient

યૂટિલિટી ડેસ્કઃ ટીબીની બીમારીમાં લાંબા સમય સુધી દવાઓની સાથે-સાથે સારી ખોરાક પણ જરૂરી હોય છે. ટીબીમાં ખોરાકનું મહત્વ આ વાતથી જ સમજી શકાય છે કે આ બીમારીમાં મોતના મુખ્ય કારણ દર્દીને યોગ્ય પોષક ખોરાક ન મળવો પણ હોય છે. ટીબીમાં શરીરમની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત હોવી ખૂબ જરૂરી હોય છે અને આવું યોગ્ય પોષક ખોરાકથી જ થઈ શકે છે. રોગપ્રતિકારક ક્ષમતા વધારવાથી બીમારી પર સંપૂર્ણપણે નિયંત્રણ મેળવવામાં મદદ મળે છે. ટીબીના દર્દીઓએ તેમની ડાયટનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. 24 માર્ચના વિશ્વ ટીબી દિવસ છે, તેથી આજે અમે તમને ટીબીના દર્દીઓએ કેવો ખોરાક લેવો તેના વિશે જણાવી રહ્યા છીએ.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ટીબીના દર્દીઓએ શું ખાવું જોઈએ..

World TB Day: Ideal Foods For A Tuberculosis Patient

ટીબીના દર્દીઓએ શું ખાવું જોઈએ

 

- દરરોજ દૂધની સાથે ગુલકંદ ખાઓ.

 

- વિટામિન D માટે ટીબીના દર્દીએ તડકામાં જરૂર બેસવું જોઈએ.

 

- દૂધમાં બકરીના દૂધથી વિશેષ લાભ મળશે. દરરોજ અડધો લિટર બકરીના દૂધમાં અડધી ચમચી સૂંઠ પાઉડર નાખો અને ગરમ કરીને પીવો.

 

- 4-1ના રેસિયોમાં માખણ અને મધ લો. બંનેને મિક્સ કરીને રોજ સવારે ખાઓ. ઘી નહીં માખણ જ હોવું જોઈએ.

 

- રોજ કાચુ નારિયેળ ખાવાથી પણ ટીબીના દર્દીને ફાયદો થાય છે.

 

- પાણી ઉકાળેલું જ પીવું જોઈએ. કુંવો, નદી અથવા હેન્ડ પંપથી નીકાળેલું પાણી સીધે ન પીવું.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ટીબીના દર્દીઓએ શું ન ખાવું જોઈએ..

World TB Day: Ideal Foods For A Tuberculosis Patient

ટીબીના દર્દીઓએ શું ન ખાવું જોઈએ

 

- ટીબીના દર્દીઓએ એવો ખોરાક ન ખાવો જોઈએ જેને પચાવવામાં મુશ્કેલી થાય. આવો ખોરાક એસિડિટી ઉત્પન્ન કરી શકે છે અને શ્વાસની તકલીફને વધારી શકે છે.

 

- સિગરેટ કે દારુથી બચવું જોઈએ.

 

- ચા, કોફી કે કેફીનયુક્ત પદાર્થોનું ઓછામાં ઓછું સેવન કરવું જોઈએ.

 

- હાઇ ફેટ, હાઇ કોલેસ્ટ્રોલવાળા રેડ મીટથી બનેલા ખોરાકથી બચવું જોઈએ.

 

- ઠંડા, ચટપટા, તળેલા ખોરાક અવોઇડ કરવા જોઈએ. વધુ તેલ-મસાલાવાળો ખોરાક ન ખાવો.

 

- અથાણાં, ખટાશ, તેલ, ઘી ખાવાથી બચવું. ખૂબ જ નિયમિત માત્રામાં તેનું સેવન કરવું જોઈએ.

 

- રિફાઇન્ડ ઉત્પાદો જેમ કે, ખાંડ, પાસ્તા, સફેદ બ્રેડ પિત્ઝા, બર્ગર, મેગી અને સફેદ ચોખા શક્ય હોય ત્યાં સુધી ઓછા જ લેવા.

 

- વાસી ખોરાક શક્ય હોય ત્યાં સુધી ખાવાથી બચવું.

X
World TB Day: Ideal Foods For A Tuberculosis Patient
World TB Day: Ideal Foods For A Tuberculosis Patient
World TB Day: Ideal Foods For A Tuberculosis Patient
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App