ફટાફટ ચહેરાની સ્કિનને રૂપાળી અને ગ્લોઈંગ બનાવશે, ઘરના આ 6 સામાન્ય ઉપાય

રૂપ રૂપના અંબાર બનવું હોય તો, આ હર્બલ પેસ્ટ લગાવો તમારા ચહેરા પર

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 03:59 PM
daily use these homemade paste, you will get fair skin

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઋતુ પરિવર્તન, પવન, ધૂળ અને પ્રદૂષણથી આપણી ત્વચા નિરંતર અસર પામતી રહે છે. આવા સમયે જો ત્વચાની યોગ્ય દેખભાળ ન રાખવામાં આવે તો સમય પહેલાં જ ત્વચા નિસ્તેજ, કરચલીવાળી અને કાળાશનો શિકાર બનવા લાગે છે. જો તમે ત્વચાની પ્રકૃતિ અનુસાર ઘરેલૂ ઉબટનનો ઉપયોગ કરીને ત્વચાને સ્વસ્થ, સુંદર અને ચમકદાર બનાવી શકાય છે. ઉબટન પ્રયોગથી ત્વચામાં નિખાર આવવાની સાથે કસાવ પણ જળવાઈ રહે છે. ઉબટનની કોઈ આડઅસર નથી. એટલા માટે વગર વિચાર્યે ઉબટનનો પ્રયોગ તમે કરી શકો છો.


આગળ વાંચો રૂપાળા થવા માટેના ખાસ ઘરેલૂ નુસખાઓ.

daily use these homemade paste, you will get fair skin

રૂપાળા થવા માટેનું ખાસ ઉબટન


- એક ચમચી ચણાનો લોટ કે બેસન, ચપટી હળદર. ૨-૩ ટીપાં લીંબુનો રસ અને થોડું કાચું દૂધ મિક્ષ કરીને લેપ બનાવી લો ને થોડાં દિવસો સુધી એનો પ્રયોગ ચહેરા કે સમગ્ર શરીર પર કરો. ત્વચા નિખરી ઊઠશે. 

 

- 1 ચમચી મલાઈ, 1 ચમચી બેસન, ચપટી હળદર ભેળવીને પેસ્ટ બનાવી લો. ચહેરા પર લગાવો. 10-15 મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ લો. રંગત નિખરવા લાગશે.


- 2 ચમચી બેસન, 1 ચમચી સરસિયાનું તેલ અને થોડું દૂધ ભેળવીને પેસ્ટ બનાવી દો. આ ઉબટનને સમગ્ર શરીર પર લગાવી દો. થોડીવાર પછી હાથથી ઘસીને કાઢી નાંખો અને સ્નાન કરો. ત્વચા ગોરી અને મુલાયમ બની જશે.


- મસૂરની દાળને પીસીને પાઉડર બનાવી લો. બે ચમચી દાળના પાઉડરમાં ઇંડાંની જરદી ભેળવીને પેસ્ટ બનાવી લો. તેમાં બે ટીપાં લીંબુનો રસ અને એક મોટી ચમચી કાચું દૂધ મિક્ષ કરીને દરરોજ ચહેરા પર લગાવો. સૂકાઈ જાય પછી કાઢી નાંખી ઠંડા પાણીથી  ચહેરો ધોઈ લો. ચહેરાનો રંગ નિખરી ઊઠશે.


- એક મોટો ચમચો દહીં, એક મોટો ચમચો બેસન, ચપટી હળદર અને 2-4 ટીપાં લીંબુનો રસ ભેળવીને ગાઢો લેપ તૈયાર કરો. લેપને હાથ-પગ, ચહેરો અને આખા શરીર પર લગાવીને 5-10 મિનિટ રહેવા દો. પછી ધીમે ધીમે હાથથી ઘસીને કાઢો અને સ્નાન કરી લો.


- 1 ચમચી મુલતાની માટીના પાઉડરમાં થોડીક મલાઇ અને થોડાં ટીપાં ગુલાબજળનાં મીક્ષ કરીને પેસ્ટ બનાવી દો. એને ચહેરા પર લગાવીને સૂકાવા દો પછી ઠંડાપાણીથી ચહેરો ધોઈ નાંખો અને ચહેરાની રંગત જુઓ.

X
daily use these homemade paste, you will get fair skin
daily use these homemade paste, you will get fair skin
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App